For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગામની મહિલાઓને સિલાઇ મશીન આપી ફેન્સે રણવીર સિંહનો જન્મદિવસ ઉજવ્યો!

સુપરસ્ટાર રણવીર સિંહ હંમેશા લોકોને ચુપચાપ મદદ કરવામાં માને છે. તેના ફેન પણ તેના પગલે ચાલી રહ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

સુપરસ્ટાર રણવીર સિંહ હંમેશા લોકોને ચુપચાપ મદદ કરવામાં માને છે. તેના ફેન પણ તેના પગલે ચાલી રહ્યા છે. જુલાઈમાં રણવીરના જન્મ મહિનાની ઉજવણીના ભાગરૂપે તેની સૌથી મોટી ફેન ક્લબ 'રણવીર કા ફેન ક્લબ' એ મધ્ય પ્રદેશમાં મહિલાઓને પગભર કરવા સિલાઇ મશીનો આપ્યા. આ મહિલાઓ કોરોનાના કાળમાં પરિવારને ટેકો આપી શકે.

Ranveer Singh

ફેન ક્લબે એક વિડીયો અપલોડ કર્યો છે, જેમાં આમિર અલી નામનો ફેન કહે છે કે, તમે બધા જાણો છો કે 6 જુલાઈએ રણવીરનો જન્મદિવસ હતો અને અમે દર વર્ષે આ પ્રસંગને એવી રીતે ઉજવીએ છીએ કે લોકોના જીવનમાં આનંદ આવે. વધુ ખુશીઓ આવે.

આ વર્ષે COVID-19 અને લોકડાઉનને કારણે બધાનું જીવન પ્રભાવિત થયું છે. આ મહામારીએ મહિલાઓ પર ખાસ અસર કરી છે, ખાસ કરીને જે મહિલાઓ ઘર ચલાવી રહી છે. અમે તેમને મદદ કરવા માંગતા હતા, તેથી અમે તેમને ભેટ તરીકે સિલાઈ મશીન આપ્યા, તેનાથી તે પૈસા કમાઈ શકે અને તેમની જરૂરિયાતો અને તેમના પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકે.

દર વર્ષે આ ફેન ક્લબ સુપરસ્ટાર અભિનેતાના જન્મદિવસને યાદગાર બનાવવા માટે કંઈક ને કંઈક આયોજન કરે છે. તાજેતરમાં રણવીર ગ્રામ કાર્યક્રમ નામે એક કાર્યક્રમ શરૂ કર્યો છે. ગત વર્ષે આ ફેન ક્લબે એક ગામની શાળાને 35 કોમ્પ્યુટરનું દાન કર્યું હતું, જેથી ગરીબ બાળકો તેનો લાભ લઈ શકે. 2019 માં, રણવીરના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તે એવા ગામમાં વીજળી લાવ્યા હતા, જ્યાં અગાઉ વીજળી નહોતી.

English summary
Fans celebrate Ranveer Singh's birthday by giving sewing machines to village women!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X