
Wedding Pics: ફરહાને શેર કર્યો શિબાની સાથેનો લિપલૉક ફોટો, તમે પણ જુઓ
નવી દિલ્લીઃ છેવટે આતુરતા ખતમ થઈ અને બૉલિવુડના ડેશિંગ એક્ટર ફરહાન અખ્તરે પોતાના ફેન્સ માટે પોતાના અને શિબાનીના લગ્નનો પહેલો પોટો શેર કરી દીધો. ફોટામાં ફરહાન અને શિબાની એકબીજાને કિસ કરતા જોવા મળી રહ્યા છે. બંનેના લિપલૉક ફોટાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ફરહાનના ફેન્સ આ ફોટને જોઈને ખૂબ ખુશ છે. લોકોએ ફોટા પર ઘણી કમેન્ટ કરી છે. લોકોએ લખ્યુ છે કે કહેવાની જરુર નથી, બંને એકસાથે સરસ લાગે છે, બંને હંમેશા ખુશ રહે એ જ ભગવાન પાસે પ્રાર્થના છે.

શિબાનીએ ઈન્સ્ટાગ્રામ પર બદલ્યુ નામ
ઉલ્લેખનીય છે કે 19 ફેબ્રુઆરીએ ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે ખંડાલામાં લગ્ન કર્યા છે. જેમાં તેમના પરિવારવાળા અને ક્લોઝ ફ્રેન્ડ અને સંબંધીઓ શામેલ થયા હતા. બંનેએ પોતાના લગ્ન કોર્ટમાં રજિસ્ટર કરાવ્યા હતા. તમને તમને જણાવી દઈએ કે લગ્ન પછી શિબાનીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનુ નામ શિબાની દાંડેકર-અખ્તર કરી દીધુ છે. એટલુ જ નહિ તેણે પોતાનો બાયો પણ ચેન્જ કરી દીધો છે. હવે તેનો બાયો પ્રોડ્યુસર, પ્રેઝન્ટર, સિંગર અને મિસિસ અખ્તર થઈ ગયો છે. જો કે ફરહાના બાયોમાં કંઈ પણ પરિવર્તન થયુ નથી.

પ્રતિજ્ઞા વિધિ
તમને જણાવી દઈએ કે ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરના લગ્ન 19 ફેબ્રુઆરીએ જાવેદ અખ્તર અને શબાના આઝમીના ખંડાલાવાળા ફાર્મ હાઉસ પર થયા હતા. આ જોડીએ પારંપરિક મરાઠી લગ્ન સમારંભ કે નિકાહના બદલે પ્રતિજ્ઞા વિધિથી લગ્ન કર્યા. દંપત્તિએ એકબીજાની ધાર્મિક પૃષ્ઠભૂમિ અને માનકોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો હતો.

શિબાની મલ્ટી ટેલેન્ટેડ હસ્તી છે
તમને જણાવી દઈએ કે શિબાની મલ્ટી ટેલેન્ટેડ હસ્તી છે. તે એક્ટર-એંકર-વીજે અને મૉડલ છે. તે અમેરિકામાં એક ટીવી શોને હોસ્ટ કરતી હતી. શિબાની 2019માં આઈસીસી ક્રિકેટ વિશ્વ કપની કો-હોસ્ટમાંની પણ એક હતી. શિબાની દાંડેકરનો જન્મ 27 ઓગસ્ટ, 1980ના રોજ પૂણેના એક મરાઠી કોંકણી પરિવારમાં થયો હતો. તેણે ઘણી ચર્ચિત ફિલ્મો જેવી કે સુલતાન, અને શાનદારમાં કામ કર્યુ છે.

અનુષા દાંડેકર અને અપેક્ષા દાંડેકર
એટલુ જ નહિ તે નમસ્તે ઈન્ડિયા, એશિયન વરાયટી શો અને વી દેસી જેવા શો પણ કરી ચૂકી છે. આ ઉપરાંત તે કલર્સના લોકપ્રિય ડાંસ રિયાલિટી શો ઝલક દિખલાજા 5માં પણ દેખાઈ ચૂકી છે. તેને બે બહેનો છે જેના નામ છે અનુષા દાંડેકર અને અપેક્ષા દાંડેકર. વળી, ફરહાનના આ બીજા લગ્ન છે. તેના પહેલા લગ્ન વર્ષ 2000માં અધુના ભબાની સાથે થયા હતા પરંતુ લગ્નના 17 વર્ષ બાદ બંનેના ડિવૉર્સ થઈ ગયા. આ લગ્નથી બંનેને બે દીકરીઓ શાક્ય અને અકીરા છે.