Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : ફરહાન-રેબેકાના લિપલૉક-ઇંટીમેટ સીન્સ હટાવાયાં

મુંબઈ, 2 જુલાઈ : આગામી 12મી જુલાઈએ પડદા ઉપર પહોંચતી ભાગ મિલ્ખા ભાગ ફિલ્મની વાર્તા એથલીટ મિલ્ખા સિંહના જીવન પર આધારિત છે. તેથી આ ફિલ્મ લોકોની ઉત્સુકતાનું કારણ બનેલી છે, પરંતુ ફિલ્મના ગીત ...ઝિંદા હૂં મૈં...માં ફરહાન અખ્તરના એક ઑસ્ટ્રેલિયન અભિનેત્રી રેબેકા એલિઝાબેથ સાથેના લિપલૉક સીને ઘણું કૌતુહલ પેદા કર્યું છે. તે અંગે હીરો ફરહાને જણાવ્યુ હતું કે લિપલૉક સીન ફિલ્મની જરૂરિયાત છે.

પરંતુ હવે જાણવા મળે છે કે ફિલ્મમાં માત્ર રેબેકા-ફરહાન વચ્ચે માત્ર લિપલૉક જ નહીં, પણ ઇંટીમેટ સીન્સ પણ છે કે જે હવે દિગ્દર્શક રાકેશ ઓમપ્રકાશ મહેરાએ હટાવવાનો નિર્ણય કર્યો છે. હવે તેમને લાગે છે કે આ સીન્સના કારણે મિલ્ખા સિંહ પર નિર્મિત ફિલ્મનો અર્થ બદલાઈ જશે, કારણ કે લોકો આ સીન્સ કંઈક વધુ જ મહત્વ આપી રહ્યાં છે.

તેથી શક્ય છે કે 12મી જુલાઈએ રિલીઝ થનાર ફિલ્મમાં ઇંટીમેટ સીન્સ અને લિપલૉક જોવા ન મળે. જોકે ફિલ્મ ભાગ મિલ્ખા ભાગના વખાણ મિલ્ખા સિંહ પણ કરી ચુક્યાં છે. સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન લાગણીશીલ બની મિલ્ખાએ જણાવ્યુ હતું - ભાગ મિલ્ખા ભાગ બહેતરીન ફિલ્મ છે. હું રાકેશ મહેરા તથા પ્રસૂન જોશીને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવુ છું અને તેમનો આભાર વ્યક્ત કરુ છું. ફરહાને તો મારો રોલ કરવા માટે પોતાની પૂરી જાન લગાવી દીધી છે. ફિલ્મમાં 1958 ઓલિમ્પિકમાં મારી તસવીર અને ફરહાનની તસવીરમાં ફરક નહિં કરી શકશો. મારા સંઘર્ષ તથા મારા જીવનને પૂર્ણત્વે સશક્ત અભિનય દ્વારા પડદા ઉપર ચરિતાર્થ કર્યો છે ફરહાન અખ્તરે.

લિપલૉક સીન

લિપલૉક સીન

ભાગ મિલ્ખા ભાગ ફિલ્મના એક ગીતમાં ફરહાન અખ્તર અને ઑસ્ટ્રેલિયન અભિનેત્રી રેબેકા એલિઝાબેથ વચ્ચેનું લિપલૉક ખૂબ જ ચર્ચિત બન્યું છે.

ઇંટીમેટ સીન્સ પણ

ઇંટીમેટ સીન્સ પણ

ભાગ મિલ્ખા ભાગમાં ફરહાન-રેબેકા વચ્ચે ઇંટીમેટ સીન્સ પણ ઘણાં છે.

એથલીટનો રોલ

એથલીટનો રોલ

ભાગ મિલ્ખા ભાગ ફિલ્મમાં રેબેકા એલિઝાબેથ એક ઑસ્ટ્રેલિયન એથલીટના રોલમાં છે કે જે ફિલ્મમાં એક કોચની પુત્રી છે.

લક્ષ્યથી ભટકી જાત ફિલ્મ

લક્ષ્યથી ભટકી જાત ફિલ્મ

રાકેશ મહેરાને લાગ્યું કે ફિલ્મ જો લિપલૉક-ઇંટીમેટ સીન્સના કારણે ચર્ચિત થાય, તો તે તેના લક્ષ્યથી ભટકી જાય.

લાગણીશીલ મિલ્ખા

લાગણીશીલ મિલ્ખા

સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન લાગણીશીલ બની મિલ્ખાએ જણાવ્યુ હતું - ભાગ મિલ્ખા ભાગ બહેતરીન ફિલ્મ છે. હું રાકેશ મહેરા તથા પ્રસૂન જોશીને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવુ છું અને તેમનો આભાર વ્યક્ત કરુ છું. ફરહાને તો મારો રોલ કરવા માટે પોતાની પૂરી જાન લગાવી દીધી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X