
ફરહાન અખ્તરની પત્ની શિબાની દાંડેકરે ન રાખ્યુ કડવા ચોથનુ વ્રત, સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
કડવા ચોથ પર દેશભરમાં સુહાગનોએ પોતાના પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખ્યુ. બૉલિવુડ અભિનેત્રીઓએ પણ ધામધૂમથી કડવા ચોથની ઉજવણી કરી. કેટરીના કૈફ અને આલિયા ભટ્ટે જ્યાં લગ્ન પછી પોતાનુ પહેલુ કડવા ચોથનુ વ્રત રાખ્યુ ત્યાં ફરહાન અખ્તરની પત્ની શિબાની દાંડેકરે પોતાના પહેલા કડવા ચોથ પર કોઈ વ્રત રાખ્યુ નહિ. જેના માટે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.

શિબાનીએ ના રાખ્યુ કડવા ચોથનુ વ્રત
શિબાની દાંડેકરના લગ્ન પછી આ પ્રથમ કડવા ચોથ હતી. પરંતુ તેમ છતાં અભિનેત્રીએ તેના પતિ માટે કરવા ચોથનુ વ્રત ન રાખ્યુ. તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ પોતે તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ વાતનો ખુલાસો કર્યો છે. જેમાં તે સુહાગનના પોશાકમાં જોવા મળી રહી છે.
અભિનેત્રીએ જણાવ્યુ કારણ
આ તસવીરમાં શિબાની દાંડેકરે સુંદર મંગળસૂત્ર પહેર્યુ છે. વળી, તેણે રેડ વેલ્વેટ કલરનો આઉટફિટ પહેર્યો છે. આ ફોટો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યુ - 'હું મારી પ્રથમ કડવા ચોથને આ સુંદર અને કાલાતીત મંગળસૂત્ર સાથે અમર કરી રહી છુ. કહેવાની જરૂર નથી કે મે ઉપવાસ નથી કર્યો પરંતુ ફરહાન અખ્તર માટે મારો ભરપૂર પ્રેમ અને ઉલ્લાસ સાથે. ચાલો પ્રેમની ઉજવણી કરીએ.'

શિબાની વ્રત ન રાખવા પર થઈ ગઈ ટ્રોલ
લોકો અભિનેત્રીની આ પોસ્ટને ઈસ્લામ ધર્મ સાથે જોડી રહ્યા છે અને ફોટો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યુ, 'હા તમે સિંદૂર ન લગાવતા. હવે જો તમે ઉપવાસ નથી કરતા તો દેખીતી રીતે તમે લગ્ન પછી ઈસ્લામ કબૂલ કરી લીધો છે. પરંતુ કૃપા કરીને કડવા ચોથ પર સલાહ આપવાનુ બંધ કરો. જ્યારથી તમે હિન્દુત્વ છોડ્યુ છે. અન્ય એક યુઝરે લખ્યુ કે, 'આ લોકોને કડવા ચોથ સાથે કોઈ લેવાદેવા નથી.'

આ વર્ષે જ થયા ફરહાન-શિબાનીના લગ્ન
તમને જણાવી દઈએ કે ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે 2022ની શરૂઆતમાં ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કર્યા હતા. આ પહેલા બંને એકબીજાને લાંબા સમય સુધી ડેટ કરતા હતા. વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ ફેબ્રુઆરીમાં લગ્ન કરી લીધા. જોકે બંનેએ પોતાના સંબંધો કોઈથી છુપાવ્યા ન હતા.

ફરહાન અખ્તરે કર્યા બીજા લગ્ન
આ પહેલા ફરહાન અખ્તરે હેરસ્ટાઈલિસ્ટ અધુના ભબાની સાથે લગ્ન કર્યા હતા. તેમને બે વહાલી દીકરીઓ પણ છે. બંનેની મુલાકાત ફિલ્મ દિલ ચાહતા હૈના સેટ પર થઈ હતી. જે બાદ બંને એકબીજાની નજીક આવ્યા અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. જો કે, આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહિ અને વર્ષ 2017માં બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો.