ફેમસ ફિલ્મ ડાયરેક્ટર મણિરત્નમની હાલત ગંભીર, ચેન્નાઇ હોસ્પિટલમાં દાખલ

પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મણિ રત્નમને ચેન્નઈના એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, હૃદય સંબંધિત બિમારીની ફરિયાદ કર્યા પછી મણિ રત્નમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મણિ રત્નમને ચેન્નઈના એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, હૃદય સંબંધિત બિમારીની ફરિયાદ કર્યા પછી મણિ રત્નમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલમાં મણી રત્નમ ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે. તેમના આરોગ્ય સંબંધિત નવી માહિતી હજી સુધી આપવામાં આવી નથી. તેમ છતાં, અમે તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી આશા રાખીયે છે.

Mani Ratnam

ફિલ્મ નિર્માતા લાંબા સમયથી હૃદય સંબંધિત બિમારીઓથી પીડાય છે. અગાઉ, 2004 માં, યુવા ફિલ્મની શૂટિંગ દરમિયાન હૃદયરોગના હુમલા પછી, દિગ્દર્શકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

'ધ સાઇટ મીડિયા' ના સીઇઓ લોકેશે એક ટવિટ કરીને તેના વિશે માહિતી આપી છે. તેમણે ટ્વિટ કર્યું છે - Director #ManiRatnam admitted to Greams Road Apollo hospital due to cardiac problems.

63 વર્ષીય દિગ્દર્શક તેમની દમદાર ફિલ્મો માટે જાણીતા છે, માત્ર દક્ષિણ ભારતમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં. આ નિર્દેશક, જેમણે દક્ષિણમાં શાનદાર ફિલ્મો આપી છે, તેમને બોલીવુડમાં રોઝા, બોમ્બે, દિલ સે, યુવા, ગુરુ, રાવણ જેવી શાનદાર ફિલ્મો બનાવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X