સુશાંત રાજપૂતની જિંદગીથી પ્રેરિત ફિલ્મ 'Suicide or Murder'નુ પોસ્ટર રિલીઝ
સુશાંતની જિંદગીથી પ્રેરિત ફિલ્મ 'સુસાઈડ ઓર મર્ડર: અ સ્ટાર વૉઝ લૉસ્ટ'નુ પહેલુ પોસ્ટર રિલીઝ થઈ ગયુ છે.
બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ઘણા ફિલ્મ નિર્માતાઓએ એ એલાન કર્યુ કે તે એમની જિંદગી પર આધારિત ફિલ્મ બનાવશે. સુશાંતની જિંદગીથી પ્રેરિત ફિલ્મ 'સુસાઈડ ઓર મર્ડર: અ સ્ટાર વૉઝ લૉસ્ટ'નુ પહેલુ પોસ્ટર રિલીઝ થઈ ગયુ છે. આ ફિલ્મના નિર્માતા વિજય શેયર ગુપ્તા છે. તેમણે આ પહેલુ પોસ્ટર પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યુ છે. સાથે જ તેના કેપ્શનમાં લખ્યુ છે, 'નાના શહેરથી આવનાર એક છોકરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચમકતો સ્ટાર બન્યો. આ તેની યાત્રા છે. સચિન તિવારીને એક આઉટસાઈડર તરીકે સુસાઈડ અને મર્ડરમાં ઈન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે.'

ક્રિસમસ થઈ શકે છે રિલીઝ
ફિલ્મના પોસ્ટર સાથે વિજય શેખર ગુપ્તાએ જણાવ્યુ છે કે ફિલ્મનુ શૂટિંગ મુંબઈ અને પંજાબમાં થશે. શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ થઈ જશે. વળી, ફિલ્મ ક્રિસમસ 2020માં રિલીઝ થઈ શકે છે. ફિલ્મના નિર્માતાએ સોમવારે પહેલુ પોસ્ટર જારી કરીને જણાવ્યુ છે તે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા સચિન તિવારી નિભાવશે. તેમણે સચિન તિવારીને એક આઉટસાઈડર તરીકે ઈન્ટ્રોડ્યુસ કર્યા છે. જો કે આ ફિલ્મ સુશાંત સિંહ રાજપૂતની બાયોપિક નથી. ફિલ્મ માત્ર સુશાંતના જીવનથી પ્રેરિત બતાવવામાં આવી રહી છે.

વિજય શેખર ગુપ્તાએ શું કહ્યુ
વિજય શેખર ગુપ્તાનુ કહેવુ છે કે, 'સુસાઈડથી સુશાંત સિંહ રાજપૂતનુ મોત આપણે સૌને ચોંકાવનારુ હતુ પરંતુ આ નવુ નથી. પોતાના સપનાને પૂરા કરવા માટે ઈન્ડસ્ટ્રીમાં આવતા ઘણા એક્ટર્સ કામ ના મળવાના કારણે ખતમ થઈ જતા હોય છે. ઘણા આ રસ્તા અપનાવે છે અને અમુક સંઘર્ષ કરતા રહે છે. તો અમે એક કહાની કહેવા ઈચ્છીએ છીએ કે નાના શહેરોમાંથી આવતા એક્ટર્સ જેમના બૉલિવુડમાં કોઈ ગૉડફાધર નથી હોતા તે કેવી રીતે સંઘર્ષ કરે છે. અમે બાકી કેરેક્ટરો વિશે પણ એક એક કરીને જણાવીશુ. હું તમને આશ્વાસન આપવા માંગુ છુ કે આ ફિલ્મ બૉલિવુડના ઈનસાઈડર્સનો અસલી ચહેરો જરૂર બતાવશે.'
|
શામિક મૌલિક કરશે નિર્દેશન
તમને જણાવી દઈએ કે 'સુસાઈડ ઓર મર્ડરઃ અ સ્ટાર વૉઝ લૉસ્ટ' નામની આ ફિલ્મની કહાની વિજય શેખર ગુપ્તાની કલ્પના પર આધારિત છે અને તે જ આને પ્રોડ્યુસ પણ કરી રહ્યા છે. આ ફિલ્મનુ નિર્દેશન શામિક મૌલિક કરી રહ્યા છે. વળી, ફિલ્મમાં મ્યુઝિક કમ્પોઝ કરવાનુ કામ સિંગર-મ્યુઝિક ડાયરેક્ટર શ્રદ્ધા પંડિત કરી રહી છે. એક વેબસાઈટ સાથે વાતચીતમાં વિજય શેખર ગુપ્તાએ કહ્યુ કે આ પહેલા આવુ જ જિયા ખાન અને દિવ્યા ભારતીએ કર્યુ છે. આવુ વારંવાર થઈ રહ્યુ છે માટે આની પાછળ કંઈક તો કારણ હશે.

ઉત્તર પ્રદેશના છે સચિન
તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા સચિન તિવારી નિભાવવાના છે. સચિન ઉત્તર પ્રદેશના રાયબરેલીના રહેવાસી છે. હાલમાં જ તે સુશાંત સિંહ રાજપૂત જેવા દેખાવાના કારણે ઈન્ટરનેટ પર સેન્સેશન બની ગયા હતા. વળી, જ્યારે આ ફિલ્મને બનાવવાની ઘોષણા કરવામાં આવી હતી ત્યારે વિજય શેખર ગુપ્તાએ જણાવ્યુ હતુ કે તે પોતાની લીગલ ટીમ સાથે વાત કરશે. જેથી ફિલ્મને બનાવતી વખતે કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય આ સાથે જ તેમણે કહ્યુ હતુ કે તે આ ફિલ્મને બાયોપિકની જેમ નથી જોઈ રહ્યા પરંતુ આ ફિલ્મ માત્ર સુશાંતના જીવનથી પ્રેરિત હશે. આ ફિલ્મ દ્વારા બૉલિવુડની ઘણી સચ્ચાઈને સામે લાવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
