For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Box Office: 5 દિવસમાં જ 'મિશન મંગળ'ની 100 કરોડની કમાણી

Box Office: 5 દિવસમાં જ 'મિશન મંગળ'ની 100 કરોડની કમાણી

By Staff
|
Google Oneindia Gujarati News

અક્ષય કુમાર અને વિદ્યા બાલનની ફિલ્મ મિશન મંગળે 5 દિવસમાં જ 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મ બૉક્સ ઑફિસ પર સુપરહિટ થઈ ચૂકી છે. સોમવારે ફિલ્મે 9 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જે બાદ ફિલ્મનું કલેક્શન 106 કરોડ સુધી પહોંચી ગયું છે. જણાવી દઈએ કે મિશન મંગળે 2019ની ટૉમ પ્રોફિટેબલ ફિલ્મોમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. એટલું જ નહિ કમાણીના મામલે મિશન મંગળે અક્ષય કુમારની ફિલ્મ કેસરીને પણ પાછળ છોડી દીધી છે.

45 કરોડના બજેટ પર બની

45 કરોડના બજેટ પર બની

લગભગ 45 કરોડના બજેટ પર બનેલ આ ફિલ્મ 100 ટકાથી વધુની કમાણી કરી ચૂકી છે. ટ્રેડ પંડિતો મુજબ ફિલ્મ લાંબા સમય સુધી બૉક્સ ઑફિસ પર ટકી રહેશે. અક્ષય કુમારના ફિલ્મોની લિસ્ટ જોઈએ તો તેમની ફિલ્મ ઓછા બજેટમાં બનીને તૈયાર થઈ જાય છે, જેનાથી ફિલ્મ શરૂઆતી દિવસોમાં જ કવર કરી લે છે અને પછી પ્રોફિટ કમાય છે. મિશન મંગળ અક્ષય કુમારની સૌથી વધુ કમાતી ફિલ્મ પણ સાબિત થઈ શકે છે.

100 કરોડના ક્લબમાં પણ સામેલ

100 કરોડના ક્લબમાં પણ સામેલ

બૉક્સ ઑફિસ ઈન્ડિયા ડૉટ કો મુજબ અક્ષય કુમાર અને વિદ્યા બાલની આ ફિલ્મે પાંચમા દિવસે 8.50થી 8.75 કરોડ રૂપિયાની કમાણી કરી. આ હિસાબે ફિલ્મ અત્યાર સુધીમાં 106 કરોડની આજુબાજુમાં કમાણી કરીચૂકી છે અને સાથે જ ફિલ્મ 100 કરોડના ક્લબમાં પણ સામેલ થઈ ચૂકી છે. ભારતના મંગળ ગ્રહ પર પહોંચવાની કહાની દર્શકોને ખુબ પસંદ આવી રહી છે.

મિશન મંગળની કહાનીની

મિશન મંગળની કહાનીની શરૂઆત GSLV સી-39 નામના મિશન ફેલ થવાથી શરૂ થાય છે. જેના મિશન ડાયરેક્ટર રાકેશ ધવન અને પ્રોજેક્ટ ડાયરેક્ટર તારા શિંદે હોય છે. મિશન ફેલ થવાના કારણે રાકેશ ધવનને માર્શ મિશન માટે શિફ્ટ કરી દેવામાં આવે છે અને જીએસએલવી સી-39 પ્રોજેક્ટ માટે નાસાથી આવેલ સાઈન્ટિસ્ટને કમાન સોંપી દે છે. પછી નિરાશ થઈ ઘરે બેઠેલી તારાને પૂરી તળવાની વિધિથી માર્સ મિશનનો પ્રોજેક્ટ સુજે છે અને પછી નવી ટીમ બનાવે છે, જેમાં શરમન જોશી, સોનાક્ષી સિન્હા, તાપસી પન્નૂ, કીર્તિ કુલ્હારી, નિત્યા મેનન, એચજી દત્તાત્રેય સામેલ થાય છે.

<strong>સંગીતકાર ખય્યામનું 93 વર્ષની વયે નિધન, 10 વર્ષની ઉંમરે છોડ્યુ હતુ ઘર</strong>સંગીતકાર ખય્યામનું 93 વર્ષની વયે નિધન, 10 વર્ષની ઉંમરે છોડ્યુ હતુ ઘર

English summary
film mission mangal enters in 100 crore club within one week
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X