2018નો બોલિવૂડ એક્ટ્રેસિસનો લેટેસ્ટ રેડ કાર્પેટ લૂક!

Written By:
Subscribe to Oneindia News

ફિલ્મફેર એવોર્ડ બોલિવૂડ સ્ટાર્સ માટે પરીક્ષા પછીની ઉજવણી સમાન છે. એવોર્ડ્સ ફંક્શનન્સમાં કોને એવોર્ડ મળ્યા અને કોને નહીં, એની સાથે જ કોણે શું પહેર્યું હતું એ પ્રશ્ન પણ સૌથી વધારે ચર્ચાય છે. આપણે ત્યાં બોલિવૂડ સ્ટાર્સ છે ટ્રેન્ડ સેટર છે, તેઓ જે કંઇ પહેરે એ લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ બને છે. ત્યારે ફિલ્મફેર એવોર્ડ 2018માં સુંદર બોલિવૂડ એક્ટ્રેસ કયા અંદાજમાં જોવા મળી હતી, એ જુઓ નીચેની તસવીરોમાં...

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આ એવોર્ડ ફંક્શનમાં જો કોઇએ ફેશન ક્રિટિક્સનું ધ્યાન ખેંચ્યુ હોય તો એ છે આલિયા ભટ્ટ. તે લાઇટ પેસ્ટલ રંગના ટાયર્ડ બોલ ગાઉનમાં જોવા મળી હતી, જેમાં તે સુંદર ડોલ જેવી લાગી રહી હતી. આલિયા ભટ્ટ હાલ બોલિવૂડમાં સૌની ફેવરિટ છે અને તે રણબીર કપૂરની તેની આગામી ફિલ્મને લઇને સતત ચર્ચામાં છે.

સની લિયોન

સની લિયોન

સની લિયોન આ ફંક્શનમાં રોઝ ગોલ્ડ મેટાલિક ઇફેક્ટ આપતા ગાઉનમાં જોવા મળી હતી. આ ગાઉનમાં તે ખૂબ સુંદર અને હોટ લાગી રહી હતી. ફિલ્મોમાં તેના રોલ વિશે ભલે ગમે તે કહેવાતું હોય, પરંતુ આવી ઇવેન્ટસમાં પોતાના ડ્રેસિંગ દ્વારા તે હંમેશા લોકોનું મન જીતી લે છે.

સોનમ કપૂર-અક્ષય કુમાર

સોનમ કપૂર-અક્ષય કુમાર

પેડમેનના સ્ટાર્સ સોનમ કપૂર અને અક્ષય કુમારે અહીં સાથે પોઝ આપ્યો હતો. સોનમ કપૂરે હંમેશની માફક પોતાના આઉટફિટ સાથે એક્સપરિમેન્ટ કર્યું હતું અને તે ગોલ્ડન એમ્બ્રાઇડરીવાળા બ્લેક ફોર્મલ આઉટફિટમાં ખૂબ સુંદર લાગી રહી હતી. તો અક્ષય કુમાર બ્લ્યૂ સૂટમાં જોવા મળ્યો હતો.

પરિણીતિ ચોપરા

પરિણીતિ ચોપરા

આલિયા ભટ્ટની માફક જ પરિણીતિ ચોપરા પણ ધીરે-ધીરે ફેશન ક્રિટિક્સનું ધ્યાન પોતાના તરફ ખેંચતી જાય છે. ફોઇલ ઇફેક્ટવાળા બ્લેક એન્ડ ગ્રે ગાઉનમાં તે ખૂબ સુંદર અને એલિગન્ટ લાગી રહી હતી.

માનુષી છિલ્લર

માનુષી છિલ્લર

મિસ વર્લ્ડ 2017 માનુષી છિલ્લરે રેડ કલરના સુંદર ગાઉન સાથે ફિલ્મફેર એવોર્ડમાં ડેબ્યૂ કર્યું હતું. સાથે જ તેણે પોતાનો મિસ વર્લ્ડનો તાજ પણ પહેર્યો હતો. વિવિધ બોલિવૂડ ઇવેન્ટ્સમાં માનુષીની નોંધસભર હાજરી પરથી તે બોલિવૂડમાં કરિયર બનાવવા માટે કટિબદ્ધ હોય એમ લાગી રહ્યું છે.

પ્રીટિ ઝિંટા

પ્રીટિ ઝિંટા

આ એવોર્ડ ફંક્શનનું સરપ્રાઇઝ ફેક્ટર હતું પ્રિટી ઝિંટા અને તેનો સુંદર અંદાજ. તે બેબી પિંક કલરના સુંદર પ્રિંસેસ ગાઉનમાં જોવા મળી હતી. ઘણા લાંબા સમય પછી પ્રીટિ ઝિંટા આવા ગ્લેમરસ અવતારમાં જોવા મળ હતી, તેની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

તુમ્હારી સુલુ એક્ટ્રેસ વિદ્યા બાલન હંમેશની માફક ટ્રેડિશનલ અટાયરમાં જોવા મળી હતી. તેણે બ્લેક રંગની સાડી સાથે સિમ્પલ જ્વેલરી અને મેકઅપ કર્યા હતા. વિદ્યા બાલનને તુમ્હારી સુલુ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

રણવીર સિંહ, શાહિદ કપૂર

રણવીર સિંહ, શાહિદ કપૂર

રણવીર સિંહ પણ પોતાના આઉટફિટ્સ સાથે એક્સપરિમેન્ટ કરતો રહે છે, જે ઘણીવાર શોકિંગ હોય છે. જો કે, હવે આ જ આઉટફિટ્સ તેની પર્સનાલિટીનો એક ભાગ બની ગયા છે. આ એવોર્ડ સમારંભમાં તે બોલિવૂડ મૂવિઝની પ્રિન્ટવાળો સૂટ પહેરીને પહોંચ્યો હતો. તો સામે શાહિદ કપૂર સ્ટનિંગ વ્હાઇટ સૂટમાં જોવા મળ્યો હતો.

English summary
Filmfare Awards 2018 red carpet.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.