For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Filmfare Awards 2020: ગલી બૉયે જીત્યા 10 અવોર્ડ, જુઓ Winner List

Filmfare Awards 2020: ગલી બૉયે જીત્યા 10 અવોર્ડ, જુઓ Winner List

|
Google Oneindia Gujarati News

શનિવારે સાંજે Filmfare Awards 2020ની ઘોષણા થઈ ગઈ છે, સિતારાઓથી સજેલી આ સાંજે જબરદસ્ત ધમાલ મચાવી, પહેલીવાર ફિલ્મફેર અવોર્ડ સમારોહનું આયોજન મુંબઈથી બહાર ગુવાહાટીમાં થયું હતું. આ વખતે ફિલ્મફેર સમારોહમાં જોયા અખ્તરની ફિલ્મ ગલી બોય છવાઈ રહી, આ ફિલ્મ 13 કેટેગરીમાં નોમિનેટ થઈ હતી, જેમાંથી તે 10 અવોર્ડ્સ પોતાના નામે કરી ગઈ.

ગલી બૉયને બેસ્ટ ફિલ્મનો અવોર્ડ મળ્યો

ગલી બૉયને બેસ્ટ ફિલ્મનો અવોર્ડ મળ્યો

ગલી બૉયને બેસ્ટ ફિલ્મનો અવોર્ડ મળ્યો જ્યારે રણવીર સિંહ અને આલિયા ભટ્ટને આ ફિલ્મ માટે બેસ્ટ એક્ટર ઈન લીડિંગ રોલના પુરસ્કારથી નવાજવામાં આવ્યા. ગુવાહાટીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં સમારોહનું આયોજન Awesome Assam દ્વારા કરવામાં આવ્યું હતું.

આ રહી વિજેતાઓની આખી યાદી

આ રહી વિજેતાઓની આખી યાદી

  • બેસ્ટ ફિલ્મઃ ગલી બૉય
  • બેસ્ટ ડાયરેક્ટરઃ જોયા અખ્તર (ગલી બોય)
  • બેસ્ટ એક્ટર ઈન લીડિંગ રોલ (મેલ): રણવીર સિંહ (ગલી બોય)
  • બેસ્ટ એક્ટર ઈન લીડિંગ રોલ (ફીમેલ): આલિયા ભટ્ટ (ગલી બોય)
  • બેસ્ટ ડાયલોગઃ વિજય મૌર્ય (ગલી બોય)
  • બેસ્ટ સ્ક્રીનપ્લેઃ રીમા કાગતી, જોયા અખ્તર (ગલી બોય)
  • બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ): આયુષ્માન ખુરાના (આર્ટિકલ 15)
  • બેસ્ટ ફિલ્મ (ક્રિટિક્સ): આર્ટિકલ 15, સોનચિરૈયા
બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટરઃ આદિત્ય ધર (ઉરી)

બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટરઃ આદિત્ય ધર (ઉરી)

  • બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક્સ): તાપસી પન્નૂ, ભૂમિ પેડનેકર (સાંડ કી આંખ)
  • બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસઃ અનન્યા પાંડે
  • બેસ્ટ ડેબ્યૂ એક્ટરઃ અભિમન્યુ દાસાની
  • બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટરઃ આદિત્ય ધર (ઉરી)
  • બેસ્ટ મ્યૂજિક આલ્બમઃ ગલી બૉય/ કબીર સિંહ
  • બેસ્ટ લિરિક્સઃ અપના ટાઈમ આયેગા (ગલી બૉય)
  • બેસ્ટ એક્ટર (સપોર્ટિંગ રોલ): સિદ્ધાંત ચતુર્વેદી
  • બેસ્ટ એક્ટ્રેસ (સપોર્ટિંગ રોલ): અમૃતા સુભાષ

Filmfare Awardsની શરૂઆત 1954માં થઈ હતી

જણાવી દઈએ કે અંગ્રેજી મેગેઝીન ફિલ્મ ફેર તરફથી હિન્દી ફિલ્મના વિવિધ ક્ષેત્રોમાં સર્વશ્રેષ્ઠ યોગદાન માટે આ અવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે. તેની શરૂઆત 1954માં થઈ જ્યારે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની સ્થાપના પણ નહોતી થઈ. જનતાના મત અને જ્યૂરીના સભ્યોના મતના આધારે અવોર્ડ આપવામાં આવે છે.

‘સાવજ-એક પ્રેમગર્જના'ના 1000 એપિસોડ થયા પૂરા, કલાકારોએ આ રીતે કરી ઉજવણી‘સાવજ-એક પ્રેમગર્જના'ના 1000 એપિસોડ થયા પૂરા, કલાકારોએ આ રીતે કરી ઉજવણી

English summary
Filmfare Awards 2020: Gully Boy Wins 10 Awards, Winner List
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X