સાકાર થયું સપનું : સો કરોડ ક્લબમાં ભાગ મિલ્ખા ભાગ

મુંબઈ, 5 ઑગસ્ટ : અંતે ફરહાન અખ્તર અને રાકેશ મહેરાનું સ્વપ્ન સાચુ થયં અને દેશના રીયલ હીરો મિલ્ખા સિંહ ઉપર આધારિત ફિલ્મ ભાગ મિલ્ખા ભાગનો 100 કરોડ ક્લબમાં સમાવેશ થઈ ગયો. આપને જાણીને આશ્ચર્ય થશે કે ફિલ્મે રવિવારે 104 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મ ઉત્તર ભારતમાં વધુ પસંદ કરાઈ છે.

sonam-farhaan

ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે આ માહિતી આપી છે. ગત 11મી જુલાઈએ રિલીઝ થયેલી ભાગ મિલ્ખા ભાગ બાદ કોઈ પણ ફિલ્મે બૉક્સ ઑફિસે કોઈ કમાલ નથી કરી કે જેનો ફાયદો રાકેશ મહેરાની ભાગ મિલ્ખા ભાગને મળ્યો છે.

2013માં સૌપ્રથમ સો કરોડ ક્લબમાં જોડાનાર ફિલ્મ હતી રેસ 2. જોકે ભાગ મિલ્ખા ભાગે સો કરોડ ક્લબમાં બીજા સ્થાને રહેલી રેસ 2ને પછાડી દીધી છે. પહેલા સ્થાને રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે અભિનીત યે જવાની હૈ દીવાની ફિલ્મ છે, જ્યારે બીજા સ્થાને ભાગ મિલ્ખા ભાગ પહોંચી ગઈ છે. રેસ 2 હવે ત્રીજા સ્થાને અને આશિકી 2 ચોથા સ્થાને છે.

નોંધનીય છે કે ભાગ મિલ્ખા ભાગમાં ફરહાન અખ્તર અને સોનમ કપૂર તેમજ દિલીપ તાહિલ મુખ્ય ભૂમિકામાં છે. દેશના અનેક ભાગોમાં આ ફિલ્મને કરમુક્ત કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X