For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભોજપુરી ગાયક-અભિનેતા મનોજ તિવારી ભાજપમાં જોડાયા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 ઓક્ટોબર: ભોજપુરી ફિલ્મોની ઓળખ અને શાન કહેવાતા જાણીતા ગાયક અને અભિનેતા મનોજ તિવારીએ ગુરૂવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સદસ્યતા ગ્રહણ કરી લીધી. લાંબા સમયથી કયાસ લગાવવામાં આવી રહ્યાં હતા કે મનોજ તિવારી ભાજપમાં જોડાઇ શકે છે અને તે અનુમાન સાચું નિકળ્યું. મનોજ તિવારીએ ભાજપના પૂર્વ અધ્યક્ષ નિતિન ગડકરી અને અન્ય નેતાઓની હાજરીમાં ભાજપની સદસ્યતા ગ્રહણ કરી હતી.

મનોજ તિવારી (41 વર્ષ) દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવે તેવી સંભાવના છે. કહેવામાં આવે છે કે મનોજ તિવારી હાલમાં કોંગ્રેસથી ઘણા નારાજ છે કારણ કે તેમને ભોજપુરી ફિલ્મોના બ્રાંડ એમ્બેસ્ડર બનાવવામાં આવ્યા ન હતા. તેમના સ્થાને મલિની અવસ્થીને આ સંન્માન આપવામાં આવ્યું હતું ત્યારબાદ નારાજ થઇને મનોજ તિવારીએ નીતિશ સરકારને પોતાનું ભોજપુરી એકેડમી સન્માન પરત આપી દિધું હતું.

manoj-tiwari-600

પછી સમાચાર આવ્યા કે મનોજ તિવારીને લાગે છે કે આ બધુ સરકારના કહેવાથી થયું છે એટલા માટે આ મુદ્દે યુપીએ અને નીતિશ સરકારે કોઇ દખલગીરી કરી નહી જ્યારે મનોજ તિવારીએ આ મુદ્દે દખલગીરીની વાત કહી હતી. એક બહુ મોટું કારણ છે જેના લીધે મનોજ તિવારીએ ભાજપ હાથ પકડ્યો છે.

English summary
Bhojpuri superstar Manoj Tiwari Thursday joined the Bharatiya Janata Party (BJP) but Why?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X