For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'રામલીલા'ના કારણે ભણસાલી, દીપિકા અને રણવીર સામે કેસ

|
Google Oneindia Gujarati News

ફિલ્મ રામલીલાના પ્રોમોને સકારાત્મક પ્રતિભાવ મળી રહ્યો છે હતો અને આ ખુશીમાં ગ્રહણ લગાવતા સમાચાર પણ આવી ગયા છે. એવા સમાચાર છે કે જયપૂરમાં ફિલ્મ 'રામલીલા'ના નિર્દેશક સંજય લીલા ભણસાલી, અભિનેતા રણવીર સિંહ, અભિનેત્રી દીપિકા પાદુકોણની સામે શ્યામનગર પોલીસ સ્ટેશનમાં કલમ 156(3) હેઠળ એક એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

આ તમામ પર એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે તેમની ફિલ્મ દ્વારા કોમળ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. જોકે હજી સ્થિતિ સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી કે એફઆઇઆર કોણે નોંધાવી છે અને ફિલ્મના કયા દ્રશ્ય પર આપત્તિ વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ એટલું પાક્કું છે કે ફિલ્મની ટીમ હવે કાયદાકિય ઝમેલામાં ફસાઇ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે સંજય લીલા ભણસાલીની ફિલ્મ રામલીલાનો લોકો ખૂબ જ અધીરાઇથી રાહ જોઇ રહ્યા છે. આ વાતનો અંદાજો આપ એ વાતથી લગાવી શકો છો કે એના પ્રોમોને માત્ર ત્રણ દિવસમાં ત્રણ લાખ લોકોએ નિહાળી લીધો છે જો કે એક મોટી ઉપલબ્ધી છે. ફિલ્મના પ્રોમોને સકારાત્મક પ્રતિક્રિયા મળી છે. લોકો તેનો પ્રોમો જોયા બાદ ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઇ રહ્યા છે.

ફિલ્મમાં ગુજરાતના નખત્રાણા ગામની કહાણી છે જેમાં બે કટ્ટર દુશ્મનીવાળા પરિવારના બે જવાન દિલોમાં પ્રેમ પાંગરી ઉઠે છે. ફિલ્મ ગુજરાતી બેકગ્રાઉન્ડમાં રચાયેલ રોમીયો જૂલિયેટની વાર્તા છે, ફિલહાલ પહેલા લુકમાં જ દીપિકા ખૂબ જપ્રભાવશાળી લાગી રહી છે, તો રણવીર સિંહ પણ ખૂબ જ સારા અને આકર્ષક દેખાઇ રહ્યા છે. રામલીલા 15 નવેમ્બરના રોજ રીલિઝ થવા જઇ રહી છે.

મુશ્કિલમાં 'રામલીલા'

મુશ્કિલમાં 'રામલીલા'

જયપૂરમાં ફિલ્મ રામલીલાના નિર્દેશક સંજય લીલા ભણસાલી, હીરો રણવીર સિંહ, હિરોઇન દીપિકા પાદુકોણની સામે શ્યામનગર પોલીસ સ્ટેશનમાં કલમ 156(3) હેઠળ એક એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

રોમિયો જૂલિયચની વાર્તા

રોમિયો જૂલિયચની વાર્તા

ગુજરાતી બેકગ્રાઉન્ડમાં બનાવવામાં આવેલી રોમિયો જૂલિયટની કહાણી છે જેનો અંત લગભગ દુ:ખદ જ હોવાની આશા છે.

સકારાત્મક પ્રતિક્રિયા

સકારાત્મક પ્રતિક્રિયા

હાલમાં તો ફિલ્મના પ્રોમોને સકારાત્મક પ્રતિક્રિયા મળી રહી છે. ફિલ્મમાં દીપિકા, રણવીર સિંહ, અને ઋચા ચડ્ઢા ખૂબ જ સારા લાગી રહ્યા છે.

માતાને સમર્પિત રામલીલા

માતાને સમર્પિત રામલીલા

ફિલ્મ રામલીલા મારી માતાને સમર્પિત છે એવું કહેવું છે ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલીનું. જેના માટે તેમની માતા જ તેમના આદર્શ છે.

રામલીલાનો દરેક શોટ પરફેક્ટ...

રામલીલાનો દરેક શોટ પરફેક્ટ...

દીપિકા પાદુકોણે પહેલા જ કહી રાખ્યું છે કે ફિલ્મ રામલીલાનો એક એક શોટ્સ પરફેક્ટ છે જેનું મુખ્ય કારણ સંજય લીલા ભણસાલી છે. દીપિકાએ જણાવ્યું કે ભણસાલી એટલા પૂર્વવાદી છે તેઓ તેમના મનમાં જે પણ છે તેનાથી કઇ પણ ઓછું નથી કરતા. માટે મને 'રામલીલા' કરતા ઘણી ઝહેમત પણ ઉઠાવવી પડી

English summary
On Saturday, a Jaipur court directed the police to register a case against the filmmaker along with actors Ranveer Singh and Deepika Padukone for allegedly hurting religious sentiments of people in their upcoming movie Ram Leela.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X