કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સામે FIR, બળજબરીથી એડલ્ટ વીડિયો બતાવવા, યૌનશોષણનો આરોપ
બોલિવુડના જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સામે કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈના અંબોલી પોલિસ સ્ટેશનમાં ગણેશ આચાર્ય સામે યૌન શોષણ અને છેડતીનો કેસ નોંધવામાં આવ્યો છે. ગણેશ સામે એક મહિલા કોરિયોગ્રાફરે થોડા દિવસ પહેલા ફરિયાદ દાખલ કરાવી હતી. પોતાની ફરિયાદમાં મહિલા કોરિયગ્રાફરે કહ્યુ કે ગણેશ આચાર્ય તેને બળજબરીથી પૉર્ન વીડિયો બતાવતા હતા. તેની સાથે છેડતી કરતા હતા. મહિલાની ફરિયાદ પર ગણેશ સામે આઈપીસીની કલમ 354 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલિસને આપેલી પોતાની લેખિત ફરિયાદમાં મહિલાએ કોરિયોગ્રાફર સામે ગંભીર આરોપ લગાવીને કહ્યુ કે ગણેશ આચાર્ય તેને બળજબરીથી પૉર્ન વીડિયો બતાવતા હતા. ફરિયાદકર્તા મહિલા મુંબઈની રહેવાસી છે. મહિલા કોરિયોગ્રાફરે ગણેશ આચાર્ય સામે રાજ્યના મહિલા પંચમાં પણ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આરોપ લગાવ્યો કે કોરિયોગ્રાફર તેને ક્યાંય પણ કામ કરવા દેતો નથી.
Mumbai Police has booked choreographer and director Ganesh Acharya on charges of sexually harassing a woman choreographer. (File pic) pic.twitter.com/DbfudWjhTg
— ANI (@ANI) February 5, 2020
તેના કામમાં અડચણો નાખી રહ્યો છે. કામ અપાવવા માટે પૈસા માંગે છે. કામના બદલે ગણેશ આચાર્યએ તેની સાથે છેડતી કરી અને તેને બળજબરીથી એડલ્ટ વીડિયો જોવા માટે મજબૂર કરી. ઉલ્લેખનીય છે કે બોલિવુડમાં કાસ્ટિંગ કાઉચ નવી વાત નથી. કામના બહાને સ્ટ્રગલિંગ એક્ટર અને એક્ટ્રેસને આના શિકાર થવુ પડે છે. ઘણા આવા સનસનીખેજ ખુલાસા થઈ ચૂક્યા છે.
આ પણ વાંચોઃ સાઉથના મેગાસ્ટાર વિજયના ઘરે રેડમાં મળ્યા 65 કરોડ કેશ, નોટોના બંડલ જોઈ ફાટી આંખો