For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Sushant Singh Rajput: બેકગ્રાઉન્ડ ડાંસરથી લઇ બૉલીવુડના ડેશિંગ હીરો સુધીની સફર

Sushant Singh Rajput: બેકગ્રાઉન્ડ ડાંસરથી લઇ બૉલીવુડના ડેશિંગ હીરો સુધીની સફર

|
Google Oneindia Gujarati News

પટનાઃ બૉલીવુડના મશહૂર એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આપઘાત કરી લીધો છે. મુંબઇના બાંદ્રા સ્થિત ફ્લેટમાં તેમનો મૃતદેહ મળી આવ્યો છે. સુશાંત સિંહ રાજપૂતના આપઘાતથી આખો દેશ દંગ રહી ગયો છે. બૉલીવુડને એક મોટો ઝાટકો લાગ્યો છે. જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતનો જન્મ પટનામાં થયો હતો. વર્ષ 2000માં તેમનો પરિવાર દિલ્હી સ્થળાંતરિત થયો હતો. સુશાંતિ બેકગ્રાઉન્ડ ડાંસર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. સુશાંત રાજપૂતે એક્ટર તરીકે પોતાના કરિયરની શરૂઆત ટેલીવિઝનની દુનિયાથી શરૂ કરી હતી. સુશાંતે પોતાના કરિયરની શરૂઆત 2008માં ટીવી સીરિયલ કિસ દેશ મેં હૈ મેરા દિલથી કરી હતી. જે બાદ પવિત્ર રિશ્તા સીરિયલથી તેને ઓળખ મળી. જી ટીવી પર પ્રસારિત થતું સીરિયલ પવિત્ર રિશ્તામાં સુશાંત સિંહ અંકિતા લોખંડે સાથે જોવા મળ્યો હતો.

કાય પો છેથી બૉલીવુડમાં ડેબ્યૂ

કાય પો છેથી બૉલીવુડમાં ડેબ્યૂ

ટીવીથી પોતાના કરિયરની શરૂઆત કરનાર સુશાંત સિંહ રાજપૂતે ગત વર્ષોમાં ડિટેક્ટિવ બ્યોમકેશ બક્શી, એમએસ ધોનીઃ ધી અનટોલ્ડ સ્ટોરી, કાય પો છે અને છિછોરે જેવી કેટલીય ફિલ્મોમાં લીડ રોલ નિભાવ્યો. એમ એસ ધોની ધી અનટોલ્ડ ્ટોરી ફિલ્મ સુશાંત સિંહ રાજપૂતના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઈ. જણાવી દઇએ કે સુશાંતે વર્ષ 2013માં ફિલ્મ કાય પો છેથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં સુશાંતની એક્ટિંગના બહુ વખાણ કર્યાં હતાં. સુશાંતની બીજી ફિલ્મ શુદ્ધ દેસી રોમાંસ હતી. આ ફિલ્મમાં તેમણે એક રમાંટિક છોકરાનો રોલ નિભાવ્યો હતો.

માતા માટે ઇમોશનલ કવિતા લખી

માતા માટે ઇમોશનલ કવિતા લખી

34 વર્ષના સુશાંત છેલ્લે 2019માં આવેલી ફિલ્મ છિછોરેમાં જોવા મળ્યા હતા. ફેન્સ તેમને બીજીવાર પડદા પર જોવાને લઇ બહુ આતુર હતા. સુશાંત પોતાની મમ્મીને બહુ પ્રેમ કરતો હતો. તેમણે પોતાના માતા માટે ઇમોશનલ કવિતા લખી હતી, જેને તેમણે સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી. સુશાંતે પતાની માતાની ફોટો અને બ્લેક એન્ડ વ્હાઇટ કોલાર્જ શેર કર્યો હતો. સુશાંતે પોતાની પોસ્ટમાં લખ્યું, 'આંસુઓ સે ધુંધલાતા અતીત ધુંધલાતા હુઆ, મુસ્કુરાતે હુએ ઔર એક ક્ષણભંગુર જીવન ક સજોને વાલે સપનો મેં, દેનોં કે બીચ બાતચીત #માઁ'

સુશાંત પાછલા વર્ષે બિહાર આવ્યા હતા

સુશાંત પાછલા વર્ષે બિહાર આવ્યા હતા

રિપોર્ટ્સ મુજબ પાછલા વર્ષે 17 વર્ષના લાંબા અંતરાલ બાદ સુશાંત સિંહ બિહાર આવ્યા હતા, જે બાદ ખગડિયા જિલ્લા સ્થિત નનિહાલમાં તેમનું મુંડન થયું હતું. સુશાંતનું ગામ બિહારના પૂર્ણિયા જિલ્લામાં હતું. તેમનો અભ્યાસ પટનાથી થયો હતો. તેઓ પટનાની નામી સ્કૂલના વિદ્યાર્થી હતા, જે બાદ તેમણે આગળના અભ્યાસ માટે બહારનો રૂખ અપનાવ્યો અને પછી બાદમાં ધમાકેદાર એન્ટ્રી કરી. સુશાંત સિંહ રાજપૂતના કાકાજી ભાઇ નીરજ કુમાર બબલૂ બિહારના સુપૌલથી બીજેપીના ધારાસભ્ય છે.

લૉકડાઉન વચ્ચે સોશિયલ મીડિયા પર પોતાની દિનચર્યા શેર કરતા

લૉકડાઉન વચ્ચે સોશિયલ મીડિયા પર પોતાની દિનચર્યા શેર કરતા

સુશાંત સિંહ રાજપૂત લૉકડાઉનમાં પોતાના ઘરે જ હતા. તેઓ લૉકડાઉનમાં હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે દિનચર્યા શેર કરતા હતા. હાલમાં જ સુશાંતે એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તેમને કોમ્પ્યૂટર ગેમિંગ સીખવાનો હંમેશાથી શોક હતો અને હવે તેઓ આ ઑનલાન સીખી રહ્યા છે. આ ઉપરાંત સુશાંત પોતાના વર્કઆઉટના વીડિયો પણ શેર કરતા રહે છે. હવે અચાનક તેમના મોતથી સૌકોઇ સ્તબ્ધ છે.

5 દિવસ પહેલા સુશાંતની પૂર્વ મેનેજર દિશા સલિયનું પણ 14મા માળેથી પટકાતાં મોત થયું હતું5 દિવસ પહેલા સુશાંતની પૂર્વ મેનેજર દિશા સલિયનું પણ 14મા માળેથી પટકાતાં મોત થયું હતું

English summary
from backgroun dancer to dashing actor, life story of sushant singh rajput
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X