For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ganesh Chaturthi પર રામ ચરણના RRR લુકમાં ગણપતિ બાપ્પા, સૌથી વધુ ડિમાન્ડમાં છે આ મૂર્તિ, જાણો કિંમત

ફિલ્મના હીરો રામ ચરણના લુકમાં ગણેશ ચતુર્થી માટે ભગવાન ગણેશની મૂર્તિઓ ટ્રેન્ડમાં છે અને તેનુ એડવાન્સ બુકિંગ થઈ ગયુ છે. જાણો કિંમત.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ફિલ્મ નિર્દેશક એસએસ રાજામૌલીની RRR ફિલ્મ આવતાની સાથે જ તહેલકો મચાવી દીધો હતો. દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં બનેલી આ ફિલ્મ ઉત્તર ભારતીયોને પણ ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી સફળ ભારતીય ફિલ્મોમાંની એક છે. તેની રિલીઝના છ મહિના પછી પણ ફિલ્મનો ક્રેઝ ઓછો થયો નથી. ફિલ્મના ક્રેઝ પરથી તમે સમજી શકો છો કે ફિલ્મના હીરો રામ ચરણના લુકમાં ગણેશ ચતુર્થી માટે ભગવાન ગણેશની મૂર્તિઓ ટ્રેન્ડમાં છે અને તેનુ એડવાન્સ બુકિંગ થઈ ગયુ છે.

અલ્લૂરી સીતારમણના લુકમાં ગણપતિ બાપ્પા

અલ્લૂરી સીતારમણના લુકમાં ગણપતિ બાપ્પા

RRRએ બે વાસ્તવિક ક્રાંતિકારીઓ- કોમારામ ભીમ અને અલ્લૂરી સીતારામનની એક કાલ્પનિક કહાની છે. જે જુનિયર એનટીઆર અને રામ ચરણની જોડી દ્વારા ભજવવામાં આવી છે. ફિલ્મમાં રામનુ પાત્ર રામાયણના ભગવાન રામ જેવુ જ છે, જ્યારે ભીમ તેને બ્રિટિશ સેના સામે લડવામાં મદદ કરે છે. અભિનેતાના આ યોદ્ધા લુકે દેશભરમાં ગણપતિની ઘણી પ્રતિમાઓને પ્રેરણા આપી છે.

હીરોની જેમ ઉડતા અને દોડતા દેખાઈ રહ્યા છે ગણપતિ

અભિનેતાના ફેન ક્લબે ગણપતિની મૂર્તિની તસવીરો શેર કરી છે જેમાં દેવતા આરઆરઆર ફિલ્મના હીરોની જેમ ઉડતા અને દોડતા જોવા મળે છે. જોત જોતામાં સાઉથના હીરો રામચરણનો ક્રેઝી ક્રેઝ સર્જાઈ રહ્યો છે. એક યુઝરે લખ્યું, ડેમી ગોડ જનતા માટે આરસી માટે યોગ્ય શબ્દ છે, અન્ય ચાહકોએ ફિલ્મમાંથી રામના અન્ય સ્વરૂપથી પ્રેરિત મૂર્તિઓની અન્ય તસવીરો શેર કરી. એક પોસ્ટમાં ભગવાન ગણેશ વાઘ સાથે લડતા હોય તેવી તસવીર પણ હતી, જેમ કે ફિલ્મમાં જુનિયર એનટીઆરના પાત્રે કર્યું હતું.

આટલી છે કિંમત

આટલી છે કિંમત

દિલ્લી સ્થિત શિલ્પકાર સીતા કહે છે કે, 'તેણે અને તેની ટીમે ગયા મહિનામાં આવી 50 મૂર્તિઓ બનાવી અને તે બધી થોડા દિવસોમાં વેચાઈ ગઈ. અમે તેમની કિંમત 10,000 આસપાસ રાખી છે. લોકોએ આરઆરઆર ગણપતિની મૂર્તિઓ પૂરી થાય તે પહેલા જ બુક કરી લીધી હતી. આ સૌથી વધુ માંગમાં છે.' કરણ સિંહ જેમણે પોતાના ઘરે ગણેશ ચતુર્થી માટે આ મૂર્તિ બુક કરાવી છે તેમણે કહ્યુ કે, 'દેવતા પ્રત્યે આદર સાથે તે ટ્રેન્ડી અને મઝાની છે. તે કશાની મજાક ઉડાવતુ નથી. તે જ મને આકર્ષે છે.'

English summary
Ganpati Bappa in Ram Charan's RRR look on Ganesh Chaturthi, this idol is most in demand, know the price
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X