ગૌહર ખાન-ઝૈદ દરબારની લગ્નની રસમો શરૂ, જોરદાર નાચ્યા કપલ, જુઓ ફોટા-વીડિયો
Gauahar Khan And Zaid Darbar wedding Chiksa ceremony: બિગ બૉસ વિનર અને અભિનેત્રી ગૌહર ખાન પોતાના કોરિયોગ્રાફર બૉયફ્રેન્ડ ઝૈદ દરબાર સાથે 25 ડિસેમ્બર, 2020એ લગ્ન કરવાની છે. બંનેના ઘરમાં રોનક શરૂ થઈ ગઈ છે. બંનેના નિકાહ પહેલા થતી રસમો શરૂ થઈ ગઈ છે. ગૌહર ખાન અને ઝૈદ દરબારે પોતાના લગ્નને''#GaZa'' નામ આપ્યુ છે. નિકાહ પહેલા ઝૈદ અને ગૌહરની સોમવારે ચિક્સા રસમ પૂરી થઈ. (Chiksa ceremony) જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.

ગૌહર અને ઝેદા શેર કર્યા 'ચિક્સા' સેરેમનીના ફોટા
ગૌહર ખાન અને ઝૈદ દરબાર બંનેએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ચિક્સા સેરેમનીના ફોટા શેર કર્યા છે. ફોટા સાથે બંને કપલે એક જેવુ જ કેપ્શન લખ્યુ છે. બંનેએ ફોટા શેર કરીને લખ્યુ છે, 'જ્યારે મારો અડધો હિસ્સો તારા અડધા હિસ્સાથી મળ્યો અને એક થયો. ત્યારે બેટર હાફ બન્યો. અમારી સૌથી સુંદર પળો. ગાજા સેલિબ્રેશનો પહેલો દિવસ, ચિક્સા.'

પીળા રંગના ડ્રેસમાં દેખાયા ગૌહર અને ઝૈદ
ગૌહર ખાન અને ઝૈદ દરબાર બંને પોતાની ચિક્સા સેરેમનીમાં પીળા રંગના આઉટફિટમાં દેખાયા. ગૌહર ખાને પીળા રંગની સિમ્પલ ચોલી પહેરી હતી. પરંતુ તેની સાથે પ્રિન્ટેડ લહેંગો પહેર્યો હતો. ગૌહરે મોટો માંગ ટીકો પહેર્યો હતો. આ ઉપરાંત નાના ઈયરિંગ પહેર્યા હતા. તેણે પોતાના લુકને સિમ્પલ રાખ્યો હતો. વળી ઝૈદ દરબારે પ્લેન પીળા રંગનો કૂર્તો અને વ્હાઈટ ચૂડીદાર પહેર્યુ હતુ. સાથે તેણે યલો રંગના સનગ્લાસ પહેર્યા હતા. જે તેના લુકને ક્મ્પ્લીટ કરી રહ્યા હતા.

'ચિક્સા' સેરેમનીમાં જોરદાર નાચ્યા ગૌહર ખાન અને ઝૈદ દરબાર
'ચિક્સા' સેરેમનીમાં ગૌહર ખાન અને ઝૈદ દરબારે પરિવાર અને દોસ્તો સાથે જોરદાર ડાંસ કર્યો છે. બંનેના ડાંસ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જાણીતા પેપરાઝી વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગૌહર ખાન અને ઝૈદ દરબારની 'ચિક્સા' સેરેમનીના અમુક વીડિયો શેર કર્યા છે. જ્યાં કપલ પરિવારના સભ્યો અને દોસ્તો સાથે ઢોલ પર થીરકી રહ્યા છે.

ગૌહર ખાનથી 11 વર્ષ નાના છે ઝૈદ દરબાર
ગૌહર ખાન ઝૈદ દરબાર સાથે પોતાના રિલેશન માટે ઘણી ચર્ચામાં પણ રહી હતી. જેની પાછળનુ કારણ હતુ કે ગૌહર અને ઝૈદની ઉંમરમાં 11 વર્ષનો ફરક છે. ઝૈદ દરબાર ગૌહર ખાનથી 11 વર્ષ નાના છે. બંને હાલમાં જ પોતાના રિલેશનને ઑફિશિયલ કર્યા બાદ હૉલીડે પર દૂબઈ પણ ગયા હતા. જ્યાંથી તેમણે વીડિયો અને ફોટા શેર કર્યા હતા. કોરોનાના કારણે લગ્નનુ ફંક્શન સિમ્પલ રાખવામાં આવ્યુ છે. ગૌહર અને ઝૈદના પરિવારના નજીકના સંબંધીઓ અને દોસ્તો જ નિકાહમાં શામેલ થશે. બંને મુંબઈની આઈટીસી મરાઠા લક્ઝરી હોટલમાં લગ્ન કરવાના છે.