જેન્ટલમેન Vs બાબુમોશાય બંદૂકબાઝ, કંઇ ફિલ્મ દર્શકોને ગમી?

Written By:
Subscribe to Oneindia News

આ શુક્રવારે બે ફિલ્મો રિલિઝ થઈ .જેમાં એક સિદ્ધાર્થ મલ્હોત્રા અને જેકલિન ફર્નાન્ડિઝની અ જેન્ટલમેન અને બીજી નવાઝુદ્દીન સિદ્દીકી , બિંદિયા બાગ, દિવ્યા દત્તાની બાબુમોશાય બંદૂકબાઝ. જોવા જઈએ તો બંન્ને ફિલ્મોમાં દર્શકોને કઈક નવુ જોવા મળે તેવો ચોક્કસ પ્રયત્ન કરવામાં આવ્યો છે. પરંતુ આ નવાના ચક્કરમાં ઘણુ બધુ ક્યાક છુટી ગયુ છે. અ જેન્ટલમેનમાં સિદ્ધાર્થ મલ્હોત્રા ડબલ રોલમાં જોવા મળે છે , તો બાબુમોશાયમાં નવાઝુદ્દીન સિદ્દીકીને પણ અલગ રીતે બતાવામાં આવ્યા છે તેમ છતા બન્ને ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું કલેક્શન મેળવી શકશે અને દર્શકોની ભીડ થિયેટરમાં લાવી શકશે કે કેમ તે એક સવાલ છે.

સિદ્ધાર્થ અને જેકલિનાની એક્ટિંગ

સિદ્ધાર્થ અને જેકલિનાની એક્ટિંગ

આ ફિલ્માં સિદ્ધાર્થના ચાહકોને જરૂરથી ગમશે કારણ કે તેમાં સિદ્ધાર્થનો ડબલ રોલ છે. આખી ફિલ્મમાં તેમને સિદ્ધાર્થ જકડી પણ રાખશે, જ્યારે જેકલિનનો ચૂલબુલી અંદાજ એટલો સારી રીતે નથી આવી શ્કયો. આ ફિલ્મમાં સુનિલ શેટ્ટી પણ ઘણા લાંબા સમય બાદ જોવા મળે છે. પરંતુ તે સ્કિન પર વધુ સમય જોવા નથી મળતા.

અ જેન્ટલમેનની ગાડી ચાલે છે ધીમી

અ જેન્ટલમેનની ગાડી ચાલે છે ધીમી

ફિલ્મ નિર્દેશક રાજ અને ડી.કે એ ફિલ્મામાં પૂરતુ એક્શન રાખવાનો પ્રયત્ન કર્યો છે પણ ફિલ્મની વાર્તા વધારે થાકેલી અને કંટાળા જનક લાગે છે. ફસ્ટ હાફમાં કોમેડી અને સિદ્ધાર્થની ક્યૂનેસ તમને પસંદ આવશે પરંતુ ઇન્ટરવલ બાદ વાર્તા ખૂબ જ ધીમી ચાલે છે.

અપશબ્દોનો ઓવરડોઝ છે બાબુમોશાય

અપશબ્દોનો ઓવરડોઝ છે બાબુમોશાય

કુષલ નંદા નિર્દેશિત બાબુમોશાયમાં સ્ક્રિપ્ટ, મ્યુઝિક અને ડાયલોગ આમ બધી રીતે નબળી રહી છે. આ ફિલ્મમાં અપશબ્દો, મારધાડ સિવાય કશુ ખાસ જોવા નથી મળતુ. તેની વાર્તામાં પણ એટલા વળાંકો આવે છે કે ફિલ્મને ખોટી ખેચવામાં આવી છે તેવુ જોવા મળે છે.

નવાઝુદ્દીન સિદ્દિકીની એક્ટિંગન

નવાઝુદ્દીન સિદ્દિકીની એક્ટિંગન

બાબુમોશાય બંદૂકબાઝ માં નવાઝુદ્દીન સિદ્દીકીના પંચ અને એક્ટિંગ જોવા લાયક છે પણ તેની આ પહેલાની ફિલ્મો જેટલુ સારુ કામ આ ફિલ્માં આપી શક્યો નથી. તેના કિરદારને લેખક હજુ સારુ બનાવી શક્યા હોત, પરંતુ ઘણી બધી ભુલો સાથે તેને બતાવી શકાયુ નથી.

બોક્સ ઓફિસ કિંગ?

બોક્સ ઓફિસ કિંગ?

ગણેશ ચુતર્થીની રજાઓમાં આવતી આ ફિલ્મોને જોઇને માનવામાં આવતું હતું કે આ બન્ને ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી કમાણી કરશે. પણ જે રીતે ફિલ્મના રિવ્યૂ આવી રહ્યા છે તે જોતા લાગી રહ્યું છે કે આ બંન્ને ફિલ્મો બોક્સ ઓફિસમાં લાંબુ નહીં ટકી રહે.

English summary
Gentleman VS babumoshai bandookbaaz, which film earns good collections on Box office? Read here both the films review.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.