For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોવામાં રિલીઝ થઈ શકશે ગો ગોવા ગોન, કુવૈતમાં બૅન

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 10 મે : રાજ નિદિમોરૂ તથા કૃષ્ણ ડીકે દિગ્દર્શક જોડીની ફિલ્મ ગો ગોવા ગોન ઉપરથી ગોવા સરકારે પ્રતિબંધ ઉઠાવી લીધો છે, પરંતુ કુવૈત અને નેપાળમાં તેની રિલીઝની અનુમતિ મળી શકી નથી.

go-goa-gone-1

એક નિવેદનમાં જણાવાયું કે ઇલ્યુમિનેટી ફિલ્મ્સ તથા ઇરોઝ ઇન્ટરનેશનલની ફિલ્મ ગો ગોવા ગોન કુવૈતમાં પ્રતિબંધિત છે તથા નેપાળમાં તેને રિલીઝ કરતા અગાઉ 20 દૃશ્યો હટાવવાની શરત મૂકવામાં આવી છે. ભૂત-પ્રેત પર આધારિત ભારતની પ્રથમ હાસ્ય ફિલ્મ ગો ગોવા ગોન આજે રિલીઝ થઈ છે. ગોવાની પૃષ્ઠભૂમિ પર નિર્મિત ફિલ્મમાં ચાર મિત્રોનો સામનો એક ભૂતથી થાય છે અને તેઓ તેનાથી બચવાની કોશિશ કરે છે. ફિલ્મમાં સૈફ અલી ખાન, કુણાલ ખેમૂ, પૂજા ગુપ્તા, આનંદ તિવારી જેવા કલાકારો છે.

દિગ્દર્શક રાજ નિદિમોરૂએ જણાવ્યું - અમને ગોવા સરકારને આ ફિલ્મ બતાવી ખુશી થઈ, કારણ કે અમને ખબર હતી કે તેમાં કંઈ પણ વાંધાજનક નથી અને અમે જે રીતે બધું તૈયાર કર્યું છે, તે ગોવા સરકારે હાસ્યબોધ સાથે જોયું. અમને એ બાબતની ખુશી છે કે સરકારે તેને લીલી ઝંડી આપી દીધી અને ગોવાના લોકો ગો ગોવા ગોન જોઈ શકશે.

ફિલ્મના પોસ્ટરમાં સૈફ અલી ખાન સિગાર પીતા દર્શાવાતાં તમાકુ વિરોધી સંગઠનોએ વાંધો ઉઠાવ્યો હતો.

English summary
Director duo Raj Nidimoru and Krishna's D.K.'s "Go Goa Gone" has got a clearance certificate from the Goa government, but the movie hasn't got a green signal in Kuwait and Nepal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X