Golden Globe Award 2023 Winners List: RRR સાથે આ ફિલ્મોએ જીત્યા અવૉર્ડ, જુઓ આખી યાદી
ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ 2023માં ફિલ્મ આરઆરઆરના નાટૂ-નાટૂ ગીતને બેસ્ટ ઓરિજિનલ સૉંગ માટે અવૉર્ડ મળ્યો. આવો જાણીએ કઈ ફિલ્મોને કયા અવૉર્ડ મળ્યા. આખી યાદી.
Golden Globe Award 2023 Winners List: અમેરિકાના કેલિફૉર્નિયામાં બેવર્લી હિલ્સમાં પ્રતિષ્ઠિત 80માં ગોલ્ડન ગ્લોબ અવૉર્ડસનુ આયોજન કરવામાં આવ્યુ. આ વર્ષે ભારતીય ફિલ્મ આરઆરઆર એ પણ અવૉર્ડ જીતીને આંતરરાષ્ટ્રીય મંચ પર દેશને ગર્વ અપાવ્યુ. ફિલ્મના ગીત નાટૂ-નાટૂએ બેસ્ટ ઓરિજિનલ સૉંગ કેટેગરીમાં અવૉર્ડ જીત્યો છે. તમને જણાવી દઈએ કે આરઆરઆરને બે કેટેગરીમાં નૉમિનેશન મળ્યુ હતુ પરંતુ બેસ્ટ નૉન ઈંગ્લિશ કેટેગરીમાં તેને અવૉર્ડ ન મળ્યો. આવો જાણીએ કઈ ફિલ્મોને કયા અવૉર્ડ મળ્યા.

ફિલ્મ ધ બંશીસ ઑફ ઈનિશરિન(The Banshees of Inisherin)ને ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ 2023માં આઠ નૉમિનેશન મળ્યા. વળી, ઑસ્ટિન બટલર(Austin Butler)ને બેસ્ટ એક્ટરનો અવૉર્ડ મળ્યો. એડી મર્ફીને સેસિલ બી જેમિલ અવૉર્ડ અને રેયાન મર્ફીને કેરલ બર્નેટ અવૉર્ડ આપવામાં આવ્યો.
બેસ્ટ નૉન ઈંગ્લિશ લેંગ્વેજ ફિલ્મ
ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ 2023ની બેસ્ટ નૉન ઈંગ્લિશ ફિલ્મ અવૉર્ડ કેટેગરીમાં પાંચ ફિલ્મોને નૉમિનેશન મળ્યુ હતુ. જેમાં આરઆરઆર પણ સામેલ હતી પરંતુ આર્જેન્ટીના, 1985ને અવૉર્ડ મળ્યો.
બેસ્ટ એક્ટર - ડ્રામા
ઑસ્ટિન બટલર - એલ્વિસ(Austin Butler - Elvis)
બેસ્ટ એક્ટ્રેસ - ડ્રામા
ગોલ્ડન ગ્લોબ 2023માં પાંચ શ્રેષ્ઠ અભિનેત્રીઓ બેસ્ટ એક્ટ્રેસ માટે મુકાબલામાં હતી. જેમાંથી કેટ બ્લેંચેટ -તાર(Cate Blanchett - Tar)ને અવૉર્ડ મળ્યો.
બેસ્ટ ડાયરેક્ટર - મોશન પિક્ચર
સ્ટીવન સ્પીલબર્ગ - ધ ફેબેલમેન્સ (Steven Spielberg - The Fabelmans)
બેસ્ટ સૉંગ - મોશન પિક્ચર
નાટૂ-નાટૂ - આરઆરઆર(Naatu Naatu - RRR)
The winner for Best Song - Motion Picture is @mmkeeravaani for their song "Naatu Naatu" featured in @RRRMovie! Congratulations! 🎥✨🎵 #GoldenGlobes pic.twitter.com/ENCUQEtns3
— Golden Globe Awards (@goldenglobes) January 11, 2023
બેસ્ટ સપોર્ટીંગ એક્ટર - મોશન પિક્ચર
કે હુઈ ક્વાન - એવરીથિંગ એવરીવેર ઑલ એટ વંસ(Ke Huy Quan - Everything Everywhere All a Once)
બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસ - મોશન પિક્ચર
એંજેલા બેસેટ - બ્લેક પેંથરઃ વકંડા ફૉરએવર(Angela Bassett - Black Panther: Wakanda Forever)
બેસ્ટ સ્ક્રીનપ્લે - મોશન પિક્ચર
માર્ટિન મેકડૉનઘ - ધ બંશીસ ઑફ ઈનિશરિન (Martin MacDonagh - The Banshees of Inisherin)
બેસ્ટ પિક્ચર - એનિમેટેડ
ગુડલેર્મો ડેલ ટોરોઝ પિનોચિયો ઈનુ-ઓહ(Guillermo del Toro's Pinocchio Inu - Oh)
બેસ્ટ ટેલીવિઝન એક્ટ્રેસ - ડ્રામા સીરિઝ
જેંડયા - યુફોરિયા(Zendaya - Euphoria)
બેસ્ટ સપોર્ટીંગ એક્ટર - ટીવી સીરિઝ
ટાયલર જેમ્સ વિલિયમ્સ - એબટ એલીમેંટ્રી(Tyler James Williams - Abbott Elecmentary)
બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસ - ટીવી સીરિઝ
જૂલિયા ગાર્નર - ઓજાર્ક (Julia Garner - Ozark)
And the GOLDEN GLOBE AWARD FOR BEST ORIGINAL SONG Goes to #NaatuNaatu #GoldenGlobes #GoldenGlobes2023 #RRRMovie
— RRR Movie (@RRRMovie) January 11, 2023
pic.twitter.com/CGnzbRfEPk












Click it and Unblock the Notifications
