Ajaz Khan Votes : નેતાગીરી કરવા જતા નાક કપાયુ, એજાઝ ખાનને 56 લાખ ફોલોઅર્સમાંથી માત્ર 146 લોકોએ મત આપ્યા
Ajaz khan Votes : મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મોટા ઉલટફેર જોવા મળ્યા છે. આ ઉલટફેર વચ્ચે એક્ટર એજાઝ ખાન માટે નાક કપાવા જેવી સ્થિતી સર્જાઈ છે.
મહારાષ્ટ્રમાં મહાયુતિની મોટી જીત સામે મહા વિકાસ અધાડીની હાર થઈ છે. આ ચૂંટણીમાં એજાઝ ખાન પણ પોતાની કિસ્મત અજમાવવા માટે મેદાનમાં ઉતર્યા હતા.

એજાઝ ખાને મુંબઈની વર્સોવા બેઠક પરથી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડી હતી. ચંદ્રશેખરની પાર્ટી આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) તરફથી ચૂંટણી ટિકિટ મળી હતી. જે બાદ ચંદ્રશેખર પોતે મુંબઈ પહોંચ્યા અને એજાઝ માટે પ્રચાર કર્યો હતો.
આજે પરિણામ જાહેર થયા બાદ સોશિયલ મીડિયા પર એજાઝ ખાન મજાક બનીને રહી ગયા. અહીં તેમને માત્ર 146 વોટ મળ્યા છે. અહીં એક દાવો એ કરાઈ રહ્યો છે કે તેના પરિવાર અને ઓળખતા લોકો તેનાથી વધુ છે.
આ પરિણામ વાયરલ થયા બાદ નેટીઝન્સે સોશિયલ મીડિયા પર એજાઝ ખાનને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે. જામીન જપ્ત થતા સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ વાયરલ થઈ રહ્યાં છે. એક યુઝરે લખ્યું હતું કે એજાઝને તેના પરિવારના વોટ પણ નથી મળ્યા.
અન્ય એક યુઝરે લખ્યુ કે, આખરે આ લોકો કોણ છે જેમણે એજાઝને વોટ આપ્યો? આ અંગે રિસર્ચ થવું જોઈએ. આ સિવાય એકે તો એમ પણ કહ્યું કે, એજાઝ, રીલ લાઈફ વાસ્તવિક નથી. ઇન્સ્ટાગ્રામ પર 56 લાખ ફોલોઅર્સ ધરાવતી વ્યક્તિને સોથી ઓછા વોટ મળ્યા છે.












Click it and Unblock the Notifications
