Bhojpuri Actress Akanksha Dubey : ફિલ્મજગતમાંથી આવ્યા માઠા સમાચાર,વધુ એક એક્ટ્રેસે કરી આત્મહત્યા
Bhojpuri Actress Akanksha Dubey : ભોજપુરી એક્ટ્રેસ અને મોડેલ આકાંક્ષા દુબેએ વારાણસીની એક હોટલમાં આત્મહત્યા કરી લીધી છે. વારાણસીના સારનાથમાં એક હોટલમાં આકાંક્ષા દુબે રોકાયેલી હતી. જ્યાં આકાંક્ષાએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આકાંક્ષા દુબે ભદોહીની રહેવાસી છે.

ટિક ટોકે આકાંક્ષાને ઓળખ આપી
ભદોહી જિલ્લાના પારસીપુર ગામની રહેવાસી આકાંક્ષા દુબે શરૂઆતના તબક્કામાં ટિક ટોક પર વીડિયો અપલોડ કરતી હતી. ટિકટોક પર જબરદસ્ત ફેન ફોલોઈંગના કારણે, આકાંક્ષા દુબેએ ભોજપુરી સિનેમાની દુનિયામાં પગ મૂક્યો અને નવા રેકોર્ડ બનાવ્યા હતા.

ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં ફરી વળ્યું શોકનું મોજું
17 વર્ષની ઉંમરે ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવનારી આકાંક્ષા દુબેએ 'વીરોં કે વીર' અને 'કસમ બદના કે વાલે કી-2' જેવી ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
આકાંક્ષા દુબેના નિધનના સમાચાર મળતાં જ ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.આકાંક્ષાએ આવું પગલું કેમ ભર્યું, હવે તેના વિશે કોઈ ચોક્કસ માહિતી મળી રહી નથી, જોકે, માહિતી મળતાં જ હોટલ પર પહોંચેલી પોલીસતપાસમાં જોડાઇ ગઈ છે.

જન્મદિવસની ઉજવણીમાં આપી હતી હાજરી
અભિનેત્રી 25 માર્ચે રાત્રે 8.30 વાગ્યે જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપવા માટે હોટલની બહાર ગઈ હતી. તે મોડી રાત્રે લગભગ 1.55વાગ્યે હોટેલ પરત ફરી હતો. આ પછી તેણે તેની કેરટેકર રેખા મૌર્ય પાસે તેના રૂમની ચાવી માંગી. ચાવી લઈને તે તેના રૂમમાં ગઇ હતી.

ભોજપુરી હિટ અભિનેત્રી
ભોજપુરી સિનેમાની હિટ અભિનેત્રી આકાંક્ષા દુબે આજે કોઈ ઓળખ પર નિર્ભર નથી. તેને ભોજપુરી સિનેમાની રાણી પણ કહેવામાં આવે છે.
આકાંક્ષાએ ઘણી હિટ ફિલ્મો આપી છે અને લગભગ તમામ ભોજપુરી સુપરસ્ટાર્સ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી છે. તેઈન્ડસ્ટ્રીની ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક પણ છે. અભિનેત્રીના મૃત્યુના સમાચાર તેના ચાહકો માટે હૃદયદ્રાવક છે.












Click it and Unblock the Notifications
