For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bigg Boss OTT : 'શું તમને જીવનસાથી જોઈએ છે કે જમુરો', તો અભિનેત્રી આપ્યો આ જવાબ

એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક પત્રકારો બિગ બોસના ઘરમાં આવ્યા હોય છે અને તેમને સ્પર્ધકોને પ્રશ્નો પૂછી રહ્યા છે. એક પત્રકાર શમિતા શેટ્ટીને કહે છે કે, તેનું વર્તન એકદમ બોસી છે. તેને પાર્ટનર જોઇએ છે કે જમુરો?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : Bigg Boss OTT માં શમિતા શેટ્ટી સતત પોતાના તરફ લોકોનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. Bigg Boss OTT હાઉસના ઘણા સભ્યોને તેની સ્ટાઇલ પસંદ નથી. એટલું જ નહીં, પ્રેક્ષકોએ એ પણ નોંધ્યું છે કે, તે ખૂબ જ બોસી બને છે, અને પોતાની રીતે વસ્તુઓ કરવાનું પસંદ કરે છે. Bigg Boss OTTનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક પત્રકારો બિગ બોસના ઘરમાં આવ્યા હોય છે અને તેમને સ્પર્ધકોને પ્રશ્નો પૂછી રહ્યા છે. એક પત્રકાર શમિતા શેટ્ટીને કહે છે કે, તેનું વર્તન એકદમ બોસી છે. તેને પાર્ટનર જોઇએ છે કે જમુરો?

Shamita Shetty

આ સવાલનો જવાબ આપતા પર શમિતા શેટ્ટી થોડી શરમ અનુભવે છે અને કહે છે કે, આવું કંઈ નથી. તે મિત્રતામાં વિશ્વાસ ઈચ્છે છે. જો તેમના માટે ભરોસો ન હોય તો કશું જ નથી. તે કહે છે કે, તે પોતાની વાત મક્કમપણે રાખે છે. તેણે સ્વીકાર્યું કે, હું દિવ્યા સાથે મિત્ર બની નથી, પરંતુ મેં જોયું કે મારી સાથે જોડાયેલા લોકો તેની સાથે સમય પસાર કરી રહ્યા છે. તેથી મેં વિચાર્યું કે, વિશ્વાસ એ સૌથી મહત્વની વસ્તુ છે.

શમિતા શેટ્ટી અને રાકેશ બાપટને બન્નેનું રિલેશનશિપ સ્ટેટ્સ વિશે પૂછવામાં આવ્યું, તો રાકેશ બાપટે તેના વિશે કહ્યું કે, ફ્રેન્ડ્સ. આ રીતે Bigg Boss OTT માં શમિતા શેટ્ટી અને રાકેશ બાપટની મિત્રતા ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે.

મૂસ જટાના આ અઠવાડિયે Bigg Boss OTTમાંથી બહાર થઇ ગઇ છે. તેના બહાર નીકળ્યા બાદ ફરી એકવાર Bigg Boss OTT હોસ્ટ કરણ જોહર તરફેણના આરોપોનો સામનો કરી રહ્યો છે. હવે જ્યારે Bigg Boss OTTનો ફિનાલય નજીક છે, ત્યારે શોમાં શમિતા શેટ્ટી ક્યાં સુધી જાય છે, તે જોવું ખૂબ જ રસપ્રદ છે.

English summary
In Bigg Boss OTT, Shamita Shetty is constantly focusing on herself. Many members of the Bigg Boss OTT House do not like his style. Not only that, the audience also noticed that, she becomes very bossy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X