Happy Birthday Alia Bhatt: આલિયાને નથી જોતો પિતા મહેશ ભટ્ટ જેવો પતિ, જાણો કેમ?

Happy Birthday Alia Bhatt: આલિયાને નથી જોતો પિતા મહેશ ભટ્ટ જેવો પતિ, જાણો કેમ?

નવી દિલ્હીઃ બહુ ઓછા સમયમાં પોતાની એક્ટિંગના દમ પર લોકોના દિલમાં જગ્યા બનાવનાર બૉલીવુડની દિલકશ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આજે પોતાનો 27મો જન્મદિવસ મનાવી રહી છે, આ ખાસ અવસર પર ફેન્સની સાથોસાથ સેલેબ્સ પણ આલિયાને તેમના જન્મ દિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે, કરણ જોહરની ફિલ્મ સ્ટૂડેંટ ઑફ ધી યરથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર એક્ટ્રેસ આલિયા ભટ્ટનો તેમના જન્મ દિવસના અવસર પર એક વીડિયો ઈન્ટરનેટ પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં આલિયા પોતાની બર્થડે કેક કાપતી જોવા મળી રહી છે.

આલિયા વિશે મહેશ ભટ્ટે કહી હતી ચોંકાવનારી વાત

આલિયા વિશે મહેશ ભટ્ટે કહી હતી ચોંકાવનારી વાત

હંમેશા ભટ્ટ કેંપ નવા લોકોને મોકો આપવા માટે ઓળખાય છે, અનુપમ ખેરથી લઈ શરૂ થયેલો આ સિલસિલો આજે પણ ચાલુ છે પરંતુ મહાન ફિલ્મમેકર મહેશ ભટ્ટની દીકરીએ પોતાનું કરિયર પોતાના પાપા સાથે શરૂ ના કરી કરણ જોહર સાથે શરૂ કર્યું, જે ખુદમાં એક ચોંકાવનારી વાત છે, થોડા સમય પહેલા મહેશ ભટ્ટે એ વાતનો જવાબ આપ્યો હતો, જે સાંભળી સૌકોઈ દંગ રહી ગયા હતા.

આલિયાને મહેશ ભટ્ટ જેવો પતિ નથી જોતો

આલિયાને મહેશ ભટ્ટ જેવો પતિ નથી જોતો

જણાવી દઈએ કે મહેશ ભટ્ટે કહયું કે હું ક્યારેય સ્ટાર્સ સાથે કામ નથી કરતો અને આલિયા હાલ એક સ્ટાર છે. અને એ મારા માટે એક ગર્વની વાત છે તો જ્યાં મહેશ ભટ્ટે પોતાની દીકરી માટે આવું સોચે છે તો બીજી તરફ આલિયાને પોતાના પિતા મહેશ ભટ્ટ જેવો લાઈફ પાર્ટનર નથી જોઈતો.

મારી લાઈફમાં એક મહેશ ભટ્ટ કાફી છે

મારી લાઈફમાં એક મહેશ ભટ્ટ કાફી છે

ફિલ્મસ્ટાર અનુપમ ખેરના મશહૂર શો કુછ ભી હો સકતા હૈમાં આલિયા ભટ્ટે જાહેરમાં કહ્યું હતું કે તે પોતાનો લાઈફ પાર્ટનર એવો ઈચ્છે છે જે બિલકુલ પોતાના પાપા જેવો ના હોય, મારા પપ્પા બહુ સારા છે અને હું તેમને બહુ પ્રેમ કરું છું. અમે બીજા સાથે ઘણી વાતો કરીએ છીએ અને અમે એકબીજાના દોસ્ત છીએ. પરંતુ મારી લાઈફમાં એક મહેશ ભટ્ટ કાફી છે. હું 2 ના રાખી શકું, જે સમયે આલિયાએ આવું કહ્યું હતું તે સમયે મહેશ ભટ્ટ પણ શોમાં હાજર હતા.

રણબીર કપૂર સાથે રિલેશનશિપમાં છે આલિયા

રણબીર કપૂર સાથે રિલેશનશિપમાં છે આલિયા

ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટ, મહેશ ભટ્ટની બીજી પત્ની સોની રાજદાનની દીકરી છે. આલિયાને બે બહેન અને એક ભાઈ છે, હાલ સફળતાના શિખરે બેઠેલી આલિયા વિશે કહેવાઈ રહ્યું છે કે તે બૉલીવુડના ડેશિંગ સ્ટાર રણબીર કપૂર સાથે રિલેશનશિપમાં છે અને બધું ઠીક રહ્યું તો આ વર્ષના અંતમાં બંને લગ્ન કરી શકે છે. જણાવી દઈએ કે આલિયા અને રણબીર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવામ ળશે. આ ફિલ્મમાં આલિયા, રણબીરની સાથે અમિતાભ બચ્ચન પણ લીડ રોલમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X