For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચક દે ઇન્ડિયા : ભારતીય મહિલા હોકી માટે શાહરુખે કહ્યું આવતી વખતે ગોલ્ડ લેતા આવજો

ભારતીય મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક 2020માં ઈતિહાસ રચ્યો છે. સોમવારના રોજ ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતે સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક 2020માં ઈતિહાસ રચ્યો છે. સોમવારના રોજ ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતે સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. આ સાથે સમગ્ર દેશ ભારતીય મહિલા હોકી ટીમના આ જુસ્સાને સલામ કરી રહ્યો છે. આ દરમિયાન શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહ્યું છે. શાહરૂખ ખાને ભારતીય મહિલા હોકી ટીમને ચક દે ઇન્ડિયાની શૈલીમાં શુભકામનાઓ પાઠવી હતી.

Chak De India

શાહરૂખ ખાનનું ટ્વીટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે

વર્ષ 2007માં આવેલી ફિલ્મ ચક દે ઇન્ડિયામાં શાહરૂખ ખાને હોકી ટીમના કોચની ભૂમિકા ભજવી હતી. શાહરૂખ ખાને આ ફિલ્મમાં કબીર ખાન (કોચ)ની ભૂમિકા ભજવી હતી. શાહરૂખ ખાનના આ પાત્રની તુલના વાસ્તવિક જીવનના કોચ સોર્ડ મરિન સાથે કરવામાં આવી રહી છે. કબીર ખાન, ચક દે ઇન્ડિયા, શાહરૂખ ખાન અને કોચ શોરેડ મરિન હાલ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે. આ ટ્રેન્ડની વચ્ચે શાહરૂખ ખાનનું ટ્વીટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

Chak De India

સ્ટાર્સે ભારતીય મહિલા હોકી ટીમની ખેલદિલીને સલામ કરી

ઉલ્લેખનીય છે કે, બોલીવુડ સ્ટાર્સે પણ ભારતીય મહિલા હોકી ટીમના સેમીફાઈનલમાં પહોંચવાની ખુશી વ્યક્ત કરી હતી. બોલિવૂડ અભિનેતા રણદીપ હુડ્ડા, સાગરિકા ઘાટકે, વિકી કૌશલ, મનોજ બાજપેયી, પ્રીતિ ઝિન્ટા, તાપસી પન્નુથી લઈને અન્ય સ્ટાર્સે ભારતીય મહિલા હોકી ટીમની ખેલદિલીને સલામ કરી હતી.

Chak De India

રિયલ લાઇફના કોચે શું કહ્યું

ભારતીય મહિલા હોકી ટીમના કોચ સોર્ડ મરિને સોશિયલ મીડિયા પર ટીમ સાથે સેલ્ફી પોસ્ટ કરી હતી. જેના પર તેમણે લખ્યું કે, સોરી ફેમિલી, થોડા સમય પછી મળીશું. કોચ સોર્ડનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. અભિનેતા શાહરૂખ ખાને આ ટ્વીટને રીટ્વીટ કરતા એક ફની પોસ્ટ લખી હતી.

શાહરૂખ ખાને પ્રતિક્રિયા આપી

શાહરુખ ખાને લખ્યું, હા હા, કોઈ સમસ્યા નથી. પરત ફરતા સમયે આપણા 100 કરોડ લોકોના પરિવારના સભ્યો માટે સોનું લઇને આવજો. આ વખતે ધનતેરસ પણ 2 નવેમ્બરના રોજ છે. - ભૂપૂર્વ કોચ કબીર ખાન.

Chak De India

ચક દે ઇન્ડિયા

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનની ફિલ્મ ચક દે ઇન્ડિયા પણ હોકીની રમત પર આધારિત ફિલ્મ હતી, જે દર્શાવે છે કે મહિલા હોકી ટીમ કેવી રીતે મજબૂત બની અને તેમની મહેનત પાછળ કોચ કબીર ખાન (શાહરૂખ ખાન)ની ભૂમિકા શું હતી.

Chak De India

સાગરિકા ઘાટગે

ફિલ્મ ચક દે ઇન્ડિયામાં એક ખેલાડીની ભૂમિકા ભજવનાર સાગરિકા ઘાટગેએ પણ આ ખુશીની ક્ષણની ઉજવણી કરી હતી. સાગરિકાએ લખ્યું કે, ભારતીય મહિલા હોકી ટીમે ઓલિમ્પિકમાં ઇતિહાસ રચ્યો છે. ટીમ પ્રથમ વખત સેમિફાઇનલમાં પહોંચી છે. સમગ્ર ટીમને શુભેચ્છાઓ.

English summary
The Indian women's hockey team has made history at the 2020 Tokyo Olympics. India made it to the semifinals by beating Australia in the quarter-finals on Monday. With this, the entire country is saluting the passion of the Indian women's hockey team. Meanwhile, Shah Rukh Khan is trending on social media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X