જાણો ઉંચાઇ, યશોદા સહિત ચાર ફિલ્મોનું કલેક્શન, ફ્લોપ કે હીટ?
બોલીવુડમાં હિટ ફિલ્મનો અકાળ છે. આ વર્ષે હિટ કહી શકાય તેવી એક પણ ફિલ્મ બોક્સ ઓફિસમાં આવી નથી. આવા સમયે ગત શુક્રવારના રોજ એટલે કે 11 નવેમ્બરે એક સાથે ત્રણ ફિલ્મો રિલિઝ થઇ હતી.
બોલીવુડમાં હિટ ફિલ્મનો અકાળ છે. આ વર્ષે હિટ કહી શકાય તેવી એક પણ ફિલ્મ બોક્સ ઓફિસમાં આવી નથી. આવા સમયે ગત શુક્રવારના રોજ એટલે કે 11 નવેમ્બરે એક સાથે ત્રણ ફિલ્મો રિલિઝ થઇ હતી. જેમાં સાઉથની યશોદા, બોલીવુડની ઉંચાઇ અને હોલીવપડની બ્લેક પેન્થર 2 નો સમાવેશ થાય છે.
આ ત્રણેય ફિલ્મો સારી કમાણી કરી શકે છે. જો આ ફિલ્મોની સરખામણી કરવામાં આવે તો સામંથાની યશોદા કરતા ઉંચાઇ નું કલેક્શન વધારે છે. જ્યારે હોલીવુડની બ્લેક પેન્થર 2 સારી એવી કમાણી કરીને મોખરે છે. તો ચાલો જાણી 5 દિવસે કઇ ફિલ્મે કેટલુ કલેક્શન કર્યું.

ઉંચાઈ
તાજેતરમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી સૂરજ બડજાત્યાની ફિલ્મ 'ઉંચાઈ' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ઓછી સ્ક્રીન્સ બાદપણ આ ફિલ્મનું કલેક્શન સારું છે.
ઘણા લાંબા સમય બાદ લોકોને એક ફિલ્મ પસંદ આવી રહી છે. ઉંચાઇ ના કલેક્શનની વાત કરીએ તોશરૂઆતના આંકડાઓ અનુસાર આ ફિલ્મે મંગળવારના રોજ ઓપનિંગ ડે કરતાં વધુ કમાણી કરી છે.
આ ફિલ્મે પાંચમા દિવસે 1.90 કરોડરૂપિયાનો બિઝનેસ કર્યો છે, ત્યારબાદ તેનું કુલ કલેક્શન 13.94 કરોડ રૂપિયા થઈ ગયું છે.

યશોદા
સામંથા રૂથ પ્રભુની ફિલ્મ યશોદાનું પ્રદર્શન વિક એન્ડ સુધી સારું હતું, પરંતુ હવે તેની કમાણીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. પ્રારંભિકઆંકડાઓ અનુસાર, ફિલ્મે પાંચમા દિવસે 1.15 કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 12.78 કરોડ થઈ ગયું છે.

બ્લેક પેન્થર - વાકાંડા ફોરએવર
હોલીવુડ ફિલ્મ 'બ્લેક પેન્થર - વાકાંડા ફોરએવર' તેના કલેક્શનને લઈને સતત ચર્ચામાં છે. ભારતમાં 12.96 કરોડની ઓપનિંગ મેળવનારીઆ ફિલ્મ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.
આ ફિલ્મ રિલીઝ થયાને પાંચ દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ પણ તેનુંકલેક્શન મજબૂત છે. શરૂઆતના અનુમાન મુજબ, ફિલ્મે પાંચમા દિવસે 3.80 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સાથે જ ફિલ્મનું કુલકલેક્શન 50.55 કરોડ રૂપિયા થઈ ગયું છે.
'બ્લેક પેન્થર 2'નું વિશ્વવ્યાપી કલેક્શન પણ ચોંકાવનારું છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મે અત્યારસુધીમાં દુનિયાભરમાં 2700 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

કંતારા
ઋષભ શેટ્ટીની કંતારા હજૂ પણ કલેક્શનની રેસમાં અડીખમ છે. સિનેમાઘરોમાં આ ફિલ્મને છ અઠવાડિયા વીતી ગયા છે, પરંતુ હજૂ પણ ફિલ્મસારી ચાલી છે.
પ્રારંભિક આંકડાઓ મુજબ, કંતારાએ 47માં દિવસે 1.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મની કુલ કમાણી 292.03કરોડ રૂપિયા થઈ ગઈ છે. બહુ જલ્દી આ ફિલ્મ 300 કરોડનો આંકડો સ્પર્શ કરવા જઈ રહી છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે







Click it and Unblock the Notifications
