મારા જીવનની લેન્થ અને બ્રેન્થ, મધર્સ ડે પર કરીનાએ શેર કરી તસવીર
Kareena on Mother's Day : મધર્સ ડે પર બોલીવુડ અભિનેત્રી કરીના કપૂરે સોશિયલ મીડિયા પર એક ખૂબ જ સુંદર તસવીર શેર કરી છે. આ તસવીરમાં કરીના કપૂર તેના બે પુત્રો તૈમુર અલી ખાન અને જહાંગીર સાથે પાણીમાં મસ્તી કરતી જોવા મળી હતી. તસવીર શેર કરતાં કરીનાએ હેપ્પી મધર્સ ડે સાથે કેપ્શનમાં લખ્યું, 'મારા જીવનની લેન્થ અને બ્રેન્થ.' કરીનાની આ તસવીરને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

માલદીવના વેકેશનનો ફોટો
ઉલ્લેખીય છે કે, કરીના કપૂરે મધર્સ ડે ના અવસર પર તેની માલદીવની રજાની તસવીર શેર કરી છે. કરીના ગયા વર્ષે પતિ સૈફ અલી ખાનઅને પુત્રો તૈમુર અને જેહ સાથે માલદીવ ગઈ હતી. કરીનાએ મધર્સ ડે પર તેના બાળકો સાથે આ તસવીર શેર કરી હતી.

બીચ પર ક્વોલીટી ટાઇમ
કરીના કપૂર અવારનવાર સોશિયલ મીડિયા પર તેના રોજિંદા જીવન સાથે જોડાયેલી તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીએ આ તસવીરતેના નાના પુત્રો જેહ અલી ખાન અને તૈમુર અલી ખાન સાથે શેર કરી છે. ત્રણેય બીચ પર ક્વોલિટી ટાઈમ માણતા અને લહેરોની મજા લેતાજોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ આ તસવીર
કરીના કપૂરે આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતાની સાથે જ આ તસવીરને મિનિટોમાં જ લાખો લાઈક્સ અને કોમેન્ટ્સ મળી ગઈછે. ફેન્સ એક્ટ્રેસની આ સુપરકૂલ સ્ટાઈલને ખૂબ પસંદ કરી રહી છે. તમામ ફેન્સની સાથે સાથે ઘણા સેલેબ્સ પણ આ પોસ્ટને લાઈક અનેકોમેન્ટ કરી રહ્યા છે.