મલાઈકા અરોરાએ અર્જૂન કપૂર સાથે બ્રેકઅપ અંગે તોડ્યું મૌન, બોલી - કોઈ અફસોસ નથી
Malaika Arora: પોતાની ફેશન અને અંગત જીવન માટે જાણીતી બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરાએ તાજેતરમાં જ અર્જુન કપૂર સાથેના તેના બ્રેકઅપ અંગે ખુલીને વાત કરી હતી. મલાઈકા અરોરાના પિતાનું તાજેતરમાં નિધન થયું હતું.
તેમ છતાં, મલાઈકા સામાન્ય સ્થિતિમાં પાછા આવવા માટે કામ કરી રહી છે. આ મુશ્કેલ સમયમાં અર્જુન કપૂર સતત તેની પડખે રહ્યો હતો. જોકે, આ પહેલા તેમના અલગ થવાની અફવાઓ ફેલાઈ રહી હતી.
ગ્લોબલ સ્પા મેગેઝિન સાથેની એક મુલાકાતમાં મલાઈકા અરોરાએ તેના જીવન અને સંબંધો વિશે ખુલીને અંગત વાતો શેર કરી હતી. તેણીએ વ્યસ્ત જીવનશૈલી વચ્ચે દિનચર્યા જાળવવાના મહત્વનો ઉલ્લેખ કર્યો હતો.
મલાઈકા અરોરાએ જણાવ્યું હતું કે, આપણું જીવન ખૂબ જ વ્યસ્ત છે, અને આપણે સખત કામ પણ કરવું પડશે. આવી સ્થિતિમાં, મારે મારું ફિગર અને આરોગ્ય જાળવી રાખવું પડશે. જેથી હું હેલ્થ ગેમમાં ટોચ પર રહી શકું.

પ્રથમ વખત જાહેરમાં બ્રેકઅપની ચર્ચા કરતા મલાઈકા અરોરાએ તેના નિર્ણયોમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મલાઈકા અરોરાએએ જણાવ્યું હતું કે, મને ખાતરી છે કે મેં મારા જીવનમાં જે પણ નિર્ણય લીધો છે, તે મારા જીવનને વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે આગળ લઈ ગયો છે. મને કોઈ વાતનો અફસોસ નથી.
ઉલ્લેખનીય છે કે, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર 2018 થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, પરંતુ તાજેતરમાં લાંબા સમયથી સાથે જોવા મળ્યા નથી. જાહેર કાર્યક્રમોમાં તેમની ગેરહાજરીએ તેમના સંબંધોની સ્થિતિ વિશે અટકળોને વેગ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, તેઓ ગયા વર્ષના નવા વર્ષની ઉજવણી દરમિયાન કે અર્જુનના જન્મદિવસની પાર્ટીમાં સાથે ન હતા. મલાઈકા અરોરાએ પણ તેના ખાસ દિવસે તેને સોશિયલ મીડિયા પર કોઈ શુભેચ્છાઓ આપી નથી.
મલાઈકા અને અર્જુનને 2018 માં ડેટિંગ કરવાનું શરૂ કર્યું, ત્યારથી તેઓ ઘણીવાર પાર્ટીઓમાં એકસાથે જોવા મળતા હતા. તેમના વારંવાર દેખાવાથી તેઓ બોલીવુડ વર્તુળોમાં લોકપ્રિય કપલ બન્યા હતા. જોકે, તાજેતરના તેમના જાહેરમાં ન દેખાવાના કારણે તેમના સંબંધો વિશે પ્રશ્નો ઉભા કર્યા છે.












Click it and Unblock the Notifications
