• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અવનીત કૌરની બોલ્ડનેસના લાખો છે દિવાના, જુઓ ફોટો

|
Google Oneindia Gujarati News

Bollywood news - 19 વર્ષની ઉંમરે ઇન્ટરનેટ પર લાખો ચાહકો મેળવનારી અવનીત કૌરની ઓળખાણ આપવાની જરૂર નથી. અવનીત કૌરે પોતાની કરિયરની શરૂઆત ડાન્સ ઈન્ડિયા ડાન્સથી કરી છે. અત્યારના સમયમાં ઘણા લોકો સોશિયલ મીડિયા અને ટીવી પર લોકપ્રિય થવાનું સ્વપ્ન જુએ છે, તેવા સમયે અવનીત કૌરના 20 કરોડથી વધુ ફોલોઅર્સ છે. આ ફોલોઅર્સ પાછળ અવનીત કૌરનો બોલ્ડ અને સેક્સી લૂક જવાબદાર છે.

સૌથી વધુ ફી મળતા બાળ કલાકારોમાં અવનીત કૌરનો સમાવેશ થાય છે. અવનીત કૌર ઇન્સ્ટાગ્રામ પરથી જ મહિનામાં કરોડોની કમાણી કરે છે. આટલી નાની ઉંમરે કરોડોની કમાણી કરનારી અવનીત કૌર ઇન્સ્ટાગ્રામની ક્વિન છે. તેના દરેક વીડિયો અને ફોટોને લાખોમાં લાઈક્સ મળે છે. અવનીત કૌર સુંદરતામાં બાર્બી ડોલ જેવી છે.

ઘણી વખત અવનીત કૌરને તેના બોલ્ડ ફોટોઝને કારણે ટ્રોલ પણ થવું પડ્યું છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં અવનીત કૌરે આ અંગે પોતાના આગવી અદામાં જવાબ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચાહકોના કિસ્સામાં પણ તે ઘણા ટીવી સ્ટાર્સ કરતા આગળ છે. અવનીત કૌરની મહિનાની કમાણી લાખોમાં છે, પરંતુ તે હંમેશા ટ્રોલિંગથી પરેશાન રહે છે.

Avneet Kaur

અવનીત કૌરનો હોટ ફોટો

અવનીત કૌરે એક ઇન્ટરવ્યુમાં સોશિયલ મીડિયા અને ટ્રોલિંગ વિશે જણાવ્યું છે કે, સામાન્ય જીવનમાં આવું ઘણું બધું થાય છે, શૂટિંગ થાય છે, સેટ પર ઘણી વસ્તુઓ ચાલે છે. આ એવો સમય છે જ્યારે લોકો તમારી પ્રશંસા કરતા નથી. લોકો તમારા મિત્ર બનવા માંગતા નથી. તમને ઘણીવાર નફરત જ મળે છે. તમારા મિત્રો તમારી જ પીઠમાં ખંજર મારે છે.

અવનીત કૌર પર બિભત્સ કોમેન્ટ્સ

અવનીત કૌરે જણાવ્યું કે, આ તમામ બાબતો તમારા જીવનનો ભાગ છે. હું આ માટે તૈયાર છું. હું માનું છું કે, જ્યાં સારું છે, ત્યાં ખરાબ પણ છે. હું આ બધામાંથી પ્રેરણા લઈ રહી છું, પરંતુ આમાંથી હું ગંદી ભાષા, બિભત્સ કોમેન્ટ્સને અલગ રાખું છું. હું ફક્ત તે મારા પર હાવી ન થાય તેવા પ્રયત્નો કરુ છું. હું ટ્રોલિંગ સાથે જીવનમાં ઘણી અન્ય સમસ્યાઓનો સામનો પણ આ રીતે જ કરું છું.

ફોટો પોસ્ટ કરશો તો નફરત પણ મળશે

અવનીત કૌરે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, તેની સાથે ક્યારેય કોઈ મોટી ટ્રોલિંગ થઈ નથી. અવનીત કૌરને હંમેશા ચાહકોનો સાથ મળતો રહ્યો છે. ઘણી વાર હું જોઉં છું કે સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કર્યા બાદ, મને નફરતથી ભરેલા સંદેશા મળે છે, જે ખૂબ ખરાબ ભાષામાં હોય છે.

અવનીત કૌરનો લેટેસ્ટ બોલ્ડ ફોટો

અવનીત કૌરની સ્ટાઇલ અને ગ્લેમરનો જાદૂ એવો છે કે, તેના ફેન તેના દરેક ફોટો જોતા જ રહી જાય છે. તાજેતરમાં જ ઇદના દિવસે અવનીત કૌરે તેનો ફોટો પોસ્ટ કર્યો હતો. જેને ફેન્સ દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો. અવનીત કૌરના ઇન્સ્ટાગ્રામ પરના ચાહકોની સંખ્યા જ જણાવે છે કે, તે કેટલા લોકોના દિલોમાં રાજ કરે છે.

અવનીત કૌરની વાર્ષિક કમાણી અધધ

ટીવી શો અલાદિનમાં પણ અવનીત કૌરે પોતાની સુંદરતા અને ગ્લેમર બતાવ્યાં છે. રાની મુખર્જીની મર્દાની 2માં પણ અવનીત કૌર રાની ભત્રીજીની ભૂમિકા નિભાવતી જોવા મળી હતી. અવનીત કૌરની ડાન્સ વીડિયો રિલ્સ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. અવનીત કૌરની વાર્ષિક કમાણી 2 મિલિયનથી વધુ છે.

અવનીત કૌરનો સ્ટાઇલિશ ફોટો

સુંદરતા અને બોલ્ડનેસની બાબતમાં અવનીત કૌર, હિના ખાન, ગૌહર ખાનની ઘણી ટોચની અભિનેત્રીઓને પાછળ છોડી દે છે. નાની ઉંમરમાં જ સ્ટાર બનીને અવનીત કૌરે ઓછા સમયમાં ટોચની અભિનેત્રીઓમાં સ્થાન મેળવી લીધું છે. એક વાત તો ચોક્કસ છે, જો અવનીત કૌરના ઇન્સ્ટાગ્રામ પર એક નજર કરોશે, તો તમે તમારી જાતને તેના જ પ્રેમ પડતા રોકી શકશો નહીં.

English summary
At the age of 19, Avneet Kaur, who has garnered millions of fans on the Internet, is not a fan of identity. Avneet Kaur has started her career with Dance India Dance. In this age where many people dream of being popular on social media and TV. At the same time, Avneet Kaur has more than 20 million followers. The reason for this is the bold and sexy look of Avneet Kaur, which remains a shadow on the internet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X