નોરા ફતેહીએ પહેર્યો એવો ડ્રેસ કે ન દેખાવાનું દેખાઇ ગયું, યુઝરે કહ્યું- છોકરા બગાડશો
મુંબઈ, 17 એપ્રીલ : બોલીવુડની ટોચની નૃત્યાંગના નોરા ફતેહીએ અનેક પ્રસંગોએ તેના મૂવ્સ દ્વારા મોટા પડદા પર આપણું મનોરંજન કર્યું છે. સત્યમેવ જયતે, સ્ટ્રીટ ડાન્સર 3ડી, બાટલા હાઉસ જેવી ફિલ્મોમાં તેના આઈટમ સોંગ્સને કોઈ ભૂલી શકે નહીં.
આ ફિલ્મોમાં તેણીના ડાન્સ નંબરોએ ભારે ચર્ચા જગાવી હતી. નોરા ફતેહી તેના ડાન્સ ઉપરાંત તેની ફેશન સેન્સ અને ડ્રેસ માટે પણ જાણીતી છે. હાલમાં, નોરા ફતેહી ડાન્સ દીવાને જુનિયર્સમાં જજ તરીકે નાના પડદા પર લાઇમલાઇટનો આનંદ માણી રહી છે. આ શોમાં નોરાએ એવો ડ્રેસ પહેર્યો હતો, જેને લઈને તે ટ્રોલ થઈ છે.

નોરા ફતેહીએ એવો ડ્રેસ પહેર્યો કે લોકોએ કરી ટ્રોલ
નોરા ફતેહી આ પહેલા ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં પણ જોવા મળી હતી. ટેરેન્સ લુઈસ સાથેની તેની કેમિસ્ટ્રી તે સમયે ઘણી ચર્ચામાં હતી.
ડાન્સ પ્રત્યેના તેમના જુસ્સાનેકારણે, ડાન્સ દીવાને જુનિયર્સે તેમને નીતુ કપૂર અને માર્ઝી પેસ્તોનજી સાથે જજ તરીકે પસંદ કર્યા છે. આ દરમિયાન ડાન્સ દીવાને જુનિયર્સના સેટ પરથી નોરા ફતેહીનોએક પાપારાઝી વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં નોરા બ્લેક કલરનો બોડી ફિટિંગ શીયર ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે, જેના માટે યુઝર્સ તેને ટ્રોલ કરીરહ્યા છે.
નોરાને બ્લેક બોડી હગિંગ ડ્રેસમાં લોકોએ ન કરી પસંદ
નોરાનું આ બ્લેક કલરનું ગાઉન ઓફ શોલ્ડર હતું, જેમાં નીચે ટેઇલ ડિટેઇલ આપવામાં આવી હતી. નોરાને બ્લેક બોડી હગિંગ આઉટફિટ પહેરેલી જોઈને યુઝર્સ ગુસ્સે થયાછે. તેના એક્ટિંગ લોઅર પોર્શન ગાઉનમાં પણ સ્કિન ટાઇટ ફીગર દેખાઇ રહ્યું છે, પરંતુ બાળકોના શોમાં આવો રિવિલિંગ ડ્રેસ પહેરવો લોકોને પસંદ ન આવ્યો હતો.

બાળકોના શોમાં આવા કપડા ન પહેરો
નોરા ફતેહીએ રિયાલિટી શોને જજ કરવા માટે પહેરેલા પોશાકની પસંદગીથી નેટીઝન્સ પ્રભાવિત થયા ન હતા. જેમાં બાળકો એકબીજા સાથે સ્પર્ધા કરે છે. લોકો કહે છેકે, નાના બાળકોના શોમાં આવો ડ્રેસ પહેરવો યોગ્ય નથી.
એક યુઝરે લખ્યું કે, તે બાળકોના શોને જજ કરી રહી છે અને આવા કપડાં પહેરીને તે માત્ર બોડી શોઓફ કરીરહી છે અથવા પૈસા કમાવવા માટે આ બધુ કરી રહી છે.
'આ એ લોકો છે, જે છોકરાઓને બરબાદ કરે છે'
એક યુઝરે લખ્યું કે, આ જોયા બાદ મને કંઈ કહેવાનું મન નથી થતું. એક ટ્રોલરે લખ્યું કે, ખુદકો જીતા સમાજ હૈ, યે ઇતની ભી ખાસ નહીં હૈ." એક યુઝરે લખ્યું કે, આ એલોકો છે, જે છોકરાઓને બરબાદ કરે છે. બીજાએ લખ્યું, બહેન રેડ કાર્પેટ પર નહીં, જજ કરવા જાવ છો, સાલુ... આ તે કેવું ડ્રેસિંગ સેન્સ છે.