કપિલ કે તારક મહેતા નહીં પણ આ છે ટોપ પાંચ ટીવી શો
Top 5 Tv show : 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં'ની ગાડી પણ પહેલાની જેમ પાટા પર ચડી ગઇ છે, પરંતુ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ને ટીઆરપી રેટિંગ લિસ્ટમાં ઝટકો લાગ્યો છે.
Top 5 Tv show : વર્ષ 2023ના દસમા અઠવાડિયાની ટીઆરપી રેટિંગ જણાવનારી બાર્કની રિપોર્ટ સામે આવી ચુક્યો છે. આ વખતે ટીઆરપી લીસ્ટ જોઇને એવું લાગી રહ્યું છે કે, સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ અનુપમાનો જાદુ બરકરાર છે. આ લીસ્ટમાં કપિલ શર્મા શો કે તારક મહેતા કા ઉલટા ચશ્માને સ્થાન મળ્યું નથી.

કયો શો જીત્યો અને કોનું પત્તુ કપાયું
'ગુમ હૈ કિસી કે પ્યાર મેં'ની ગાડી પણ પહેલાની જેમ પાટા પર ચડી ગઇ છે, પરંતુ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ને ટીઆરપી રેટિંગ લિસ્ટમાંઝટકો લાગ્યો છે. આ સાથે જ ટોપ ફાઈવની યાદીમાંથી 'પંડ્યા સ્ટોર'નું પત્તું કપાઈ ગયું છે. આવો જોઈએ 10મા અઠવાડિયાની TRP લીસ્ટઅને આ અઠવાડિયે કયો શો જીત્યો અને કોનું પત્તુ કપાયું છે.

અનુપમા
'અનુપમા' એ ફરી એકવાર TRP લિસ્ટ જીતી લીધું છે. નવમા અઠવાડિયે ટીઆરપી લીસ્ટમાં 'અનુપમા' એ પ્રથમ સ્થાને પોતાનું સ્થાનબનાવ્યું, જે આ અઠવાડિયે પણ જળવાઈ રહ્યું છે. રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર 'અનુપમા'ને આ અઠવાડિયે 3.1 રેટિંગ મળ્યું છે.

ગુમ હૈ કિસી કે પ્યાર મેં
શો 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' 'અનુપમા' ને પછાડવામાં નિષ્ફળ ગયો છે, પરંતુ તેણે તેનું સ્થાન પણ ગુમાવ્યું નથી. ગયા સપ્તાહની જેમ, આશોએ નંબર બે સ્થાન પર તેની પકડ જાળવી રાખી છે. શોમાં એક નવું પાત્ર દાખલ થયું છે, પરંતુ તે કોઈ ખાસ અસર કરી શક્યું નથી. આવખતે 'ગમ હૈ કિસી કે પ્યાર મેં' ને 2.6 રેટિંગ મળ્યું છે.

ઇમલી
આ વખતે પણ 'ઇમલી'ની ટીઆરપીમાં કોઈ વધારો થયો નથી. જોકે ઇમલી ટ્રેક દર્શકોને પસંદ આવી રહ્યો છે, પરંતુ તેની ટીઆરપીમાં કોઈસુધારો થયો નથી. આ અઠવાડિયે ઇમલીને 2.3 રેટિંગ મળ્યા છે અને શો ચોથા સ્થાન પર છે.

ફાલતુ
આ સપ્તાહે 'ફાલતુ'ના રેટિંગમાં સુધારો જોવા મળ્યો છે. ગયા અઠવાડિયે આ શો છઠ્ઠા નંબરે હતો, જે હવે 'પંડ્યા સ્ટોર'ને પછાડીને પાંચમાંનંબરે પહોંચી ગયો છે. આ અઠવાડિયે તેને 2.2 રેટિંગ મળ્યું છે. ચાહકોને શોનો ટ્રેક ખૂબ જ પસંદ આવી રહ્યો છે.












Click it and Unblock the Notifications
