હવે કંગનાએ ઇન્સ્ટાગ્રામનો લીધો ઉધડો, કહી નાંખી આ મોટી વાત
બોલીવુ઼ડની ક્વીન કંગના રનૌત પોતાના કામ અને સુંદરતાની સાથે સાથે બફાટ માટે પણ જાણીતી છે. તે પોતાની વાત બેફિકરાઇથી બોલી દે છે.
બોલીવુ઼ડની ક્વીન કંગના રનૌત પોતાના કામ અને સુંદરતાની સાથે સાથે બફાટ માટે પણ જાણીતી છે. તે પોતાની વાત બેફિકરાઇથી બોલી દે છે. કંગના રનૌતને તેના આ અંદાજને કારણે દોઢ વર્ષ પહેલા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વીટરમાં બેન કરી દેવામાં આવી છે. હવે એલોન મસ્કના માલિક બન્યા બાદ ઘણા સમાચાર સામે આવ્યા છે કે, કંગના ટ્વીટર પર રિએન્ટ્રી કરશે. આ પહેલા કંગના રનૌતે ફોટો શેરિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામને લઇને પણ ઘણુ બધુ કહી નાંખ્યું છે.

ટ્વીટર પર પાછી આવી શકે છે કંગના!
જો તમે આનાથી અજાણ હોવ તો કહો કે, કંગના રનૌતને મે 2021માં ટ્વીટરના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સોશિયલ નેટવર્કિંગ સાઇટપરથી પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.
કંગનાનું ટ્વીટર એકાઉન્ટ કાયમ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. જ્યારથી એલોન મસ્કે ટ્વીટર પર કબ્જો કર્યો છે, એવા અહેવાલો છે કે, ટૂંક સમયમાં કંગના પણ આ સાઇટ પર પરત ફરી શકે છે.

અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામનો લીધો ઉધડો
કંગના રનૌત હજૂ ટ્વીટર પર પરત ફરી પણ નથી અને ત્યાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામનો ઉધડો લીધો છે.
ઉલ્લેખીય છે કે, થોડા દિવસો પહેલા કંગનાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું હતું - 'ડમ્બ ઈન્સ્ટાગ્રામ માત્ર તસવીરો વિશે છે, અમે અમારા વિચારોને લખીએ છીએ,તે એક જ દિવસમાં અદૃશ્ય થઈ જાય છે. તે બીજા બધાની જેમ અસ્થિર, આળસું વ્યક્તિ છે.
એવો એક વ્યક્તિ જે તેણે અગાઉ શું લખ્યું તે જોવા નથી માંગતો કારણ કે, તે પોતાના પોતાના શબ્દોમાં વિશ્વાસ કરી શકતો નથી. આવી સ્થિતિમાં એ લખેલું લખાણ ગાયબ થઈ જાય તો સારું.

જેઓ જે લખે છે તે બધું માને છે - કંગના
કંગનાએ આગળ લખ્યું કે, પણ એ લોકોનું શું, જેઓ જે લખે છે તે બધું માને છે. અમે એવા લોકો છીએ જેઓ અમને સાંભળનારાઓ માટેઅમારા શબ્દોનું દસ્તાવેજીકરણ કરવા માંગીએ છીએ, જેઓ અમરા શબ્દોથી સારી વાતચીત શરૂ કરે છે. આ એવા મિની બ્લોગ્સ છે, જેનોઉપયોગ કોઈ ચોક્કસ વિષયના વિકાસ માટે થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, કંગનાનું ટ્વીટર એકાઉન્ટ તેને ક્યારે પાછું મળી શકે તે અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. અભિનેત્રી પણ આફ્લાઈંગ ન્યૂઝને ઈન્સ્ટાગ્રામ પર ફરીથી શેર કરતી રહે છે.
-
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો -
પાકિસ્તાન આર્થિક સંકટ: કટોરો લઈને ભીખ માંગવા IMF જશે પાક, ઈરાને હાલત કરી ખરાબ, કેટલા પૈસાની છે જરૂર? -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026



Click it and Unblock the Notifications
