સગાઇ બાદ પરિણીતીએ શેર કર્યા ફોટો, ફેન્સ આપી રહ્યા છે અભિનંદન

આમ આદમી પાર્ટીના સાંસદ રાધવ ચઢ્ઢા અને એક્ટ્રેસ પરિણીતી ચોપડાએ સગાઇ કરી લીધી છે. પરિણીતિ ચોપડાએ રાઘવ સાથેની સગાઇના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં બંને ક્યૂંટ કપલ છે.

સગાઇની તસવીરો શેર કરતાં અભિનેત્રી પરિણીતી ચોપરાએ કેપ્શનમાં લખ્યું છે કે, મેં જે માટે પ્રાર્થના કરી છે. મેં કહ્યું હા! જ્યારે આ તસવીરોમાં AAP સાંસદ રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા એકબીજામાં ખોવાયેલા જોવા મળી રહ્યા છે.

Parineeti Chopra

અભિનેત્રી પરિણીતી ચોપરા તેના કપાળ અને કાન પર જ્વેલરી સાથે ખુલ્લી હેર સ્ટાઇલમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આવા સમયે, રાઘવ ચઢ્ઢા સફેદ આઉટફિટમાં જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરોમાં રાઘવ અને પરિણીતીને જોઈને ફેન્સ તેમના જોરદાર વખાણ કરી રહ્યા છે. આ ઉપરાંત ઘણા યુઝર્સ સગાઈ માટે તેમને અભિનંદન આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, બોલીવુડ થીમ પર આધારિત આ ફંક્શન દિલ્હીના કપૂરથલા હાઉસમાં આયોજિત કરવામાં આવ્યું હતું. આ ફંકશનમાં બોલીવુડ અને રાજનેતાઓએ ભાગ લીધો હતો. પરિણીતી ચોપરાની બહેન પ્રિયંકા ચોપરા પણ આ ફંક્શનમાં પહોંચી હતી. જોકે મીડિયાથી છુપાઈને આ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ દિલ્હીના કપૂરથલા હાઉસમાં એકબીજાને સગાઈની વીંટી પહેરાવી છે, તેમજ પરિણીતીએ તેના ઈન્સ્ટાગ્રામ પર સગાઈના ફોટા શેર કર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X