રામ સેતુ અને થેંક ગોડ કલેક્શનમાં ફેલ, કંતારાએ તોડ્યા રેકોર્ડ

અક્ષય કુમાર અને અજય દેવગનની ફિલ્મોએ ઓપનિંગ દિવસે સારું રહી શકાય એવા કલેક્શન સુધી માંડ માંડ પહોંચી શકી હતી. જોકે, બીજા દિવસે આ ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાણી કરવા તરફડિયા મારતી જોવા મળી હતી.

અક્ષય કુમાર અને અજય દેવગનની ફિલ્મોએ ઓપનિંગ દિવસે સારું રહી શકાય એવા કલેક્શન સુધી માંડ માંડ પહોંચી શકી હતી. જોકે, બીજા દિવસે આ ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાણી કરવા તરફડિયા મારતી જોવા મળી હતી. રામ સેતુ અને થેંક ગોડ બંને ફિલ્મના કલેક્શનમાં ઘટાડો થયો છે. આ સાથે શરદ કેલકરની મરાઠી ફિલ્મ હર હર મહાદેવ ની કમાણીમાં પણ ઘટાડો થયો છે. આ અહેવાલમાં આપણે કલેક્શનના આંકડા પર એક નઝર કરીશું.

રામ સેતુ

રામ સેતુ

રામ સેતુ ફ્લોપ થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં પહેલા દિવસે ફિલ્મે 15.25 કરોડની કમાણી કરી હતી. જે બાદ બીજા દિવસે ફિલ્મનાકલેક્શનમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો શરૂઆતના આંકડાઓ પર નઝર કરવામાં આવે તો અક્ષય કુમારની ફિલ્મે બુધવારના રોજ 10.60કરોડનું કલેક્શન કર્યું હતું, ત્યારબાદ ફિલ્મનું કુલ કલેક્શન 25.85 કરોડ થઈ ગયું છે. જોકે, દિવાળીની રજાઓ અને વિકએન્ડને કારણે પણઘટાડો આવી શકે છે.

થેંક ગોડ

થેંક ગોડ

માત્ર અક્ષય કુમારના રામ સેતુના કલેક્શનમાં ઘટાડો નોંધાયો નથી, થેંક ગોડની કમાણી પણ 25 ટકા ઘટી છે. એક તરફ ફિલ્મે પહેલા જદિવસે તેની કિંમતના દસ ટકાથી પણ ઓછી કમાણી કરી હતી. બીજા દિવસે ફિલ્મે માત્ર 6 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે જફિલ્મની કુલ કમાણી 15.25 કરોડ પર પહોંચી ગઈ છે.

હર હર મહાદેવ

હર હર મહાદેવ

શરદ કેલકરની ફિલ્મ 'હર હર મહાદેવ' ની કમાણીમાં પણ ઘટાડો નોંધાયો છે. ફિલ્મે શરૂઆતના દિવસે 2 કરોડ રૂપિયા સુધીનો બિઝનેસ કર્યોહતો. જે બાદ ફિલ્મે બીજા દિવસે લગભગ 1.20 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. એટલે કે, બે દિવસમાં મરાઠી પાન ઈન્ડિયા ફિલ્મે લગભગ3.20 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

કંતારા

કંતારા

જોકે, એક તરફ ત્રણેય ફિલ્મોની કમાણીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ઋષભ શેટ્ટીની ફિલ્મ કંતારાના કલેક્શન પર કોઈ અસરજોવા મળી નથી. 26 દિવસ પહેલા રિલીઝ થયેલી આ ફિલ્મે મંગળવારના રોજ 7.90 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

જો પ્રારંભિકઆંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો, ફિલ્મે બુધવારના રોજ પણ 7.90 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મની કુલ કમાણી192.70 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X