Singham Again Trailer: રોહિત શેટ્ટીએ લોન્ચ કર્યું સિને ઈતિહાસ સૌથી લાંબુ ટ્રેલર, જુઓ સિંઘમ અગેઈનનું ટ્રેલર
Singham Again Trailer: સિંઘમની રાહ તો દરેક ચાહક જોઈ રહ્યો છે. આ વચ્ચે સિંઘમ સિક્વલની આગામી ફિલ્મ સિંઘમ અગેઈનનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. જેને ચાહકોએ બહોળો પ્રતિસાદ આપ્યો છે.
રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની શરૂઆત સિંઘમ ફિલ્મથી થઈ હતી. છેલ્લા ઘણા દિવસોથી સિંઘમ અગેઈનની ચર્ચા ચાલી રહી છે. હવે રોહિત શેટ્ટી અને અજય દેવગનની આ ફિલ્મના ટ્રેલર રિલિઝ થયા બાદ આ રાહનો અંત આવ્યો છે.
સિંઘમ અગેઈનનું ટ્રેલર 7 ઓક્ટોબરના રોજ મુંબઈમાં એક ભવ્ય કાર્યક્રમમાં રિલીઝ થયું હતું. આ સાથે જ આ ફિલ્મના ટ્રેલરના નામે એક મોટો રેકોર્ડ બની ગયો છે.
સિંઘમ અગેઈનનું ટ્રેલર ભારતીય સિનેમા ઈતિહાસનું સૌથી લાંબુ ટ્રેલર બની ગયું છે. તેની લંબાઈ 4 મિનિટ 45 સેકન્ડ છે.

હવે બોલીવુડ હંગામાએ આ ફિલ્મના ટ્રેલરને લઈને એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અજય દેવગનની સિંઘમ અગેઈનનું ટ્રેલર બનાવવામાં રોહિત શેટ્ટીએ શાનદાર કામ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, સિંઘમ અગેઈનના ટ્રેલરમાં એક્શન, લાર્જર ધેન લાઈફ અને હીરોઈઝમ પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું છે. રોહિત પણ આ માટે જાણીતો છે.
ટ્રેલરમાં રોહિતે અજય દેવગનની સાથે અક્ષય કુમાર, કરીના કપૂર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ અને અર્જુન કપૂરને પણ બતાવ્યા છે. રોહિતે ટ્રેલરમાં તમામ કલાકારોને બતાવવાનો પ્રયાસ કર્યો છે.
સિંઘમ અગેઇનના નોન થિયેટ્રિકલ રાઇટ્સ લગભગ 200 કરોડ રૂપિયામાં વેચાયા છે. રોહિત શેટ્ટીની આ પહેલી ફિલ્મ છે, જેને આટલી મોટી કિંમતે ખરીદવામાં આવી છે. આ ફિલ્મ દિવાળીના અઠવાડિયે રિલીઝ થવાની છે.
‘SINGHAM AGAIN’ TRAILER IS HERE: MAZEDAAR, MASALEDAAR, ZORDAAR, DHAMAKEDAAR... 1 NOV RELEASE *DIWALI*... #RohitShetty strikes with a vengeance with #SinghamAgain.#SinghamAgainTrailer 🔗: https://t.co/gCVdDq8rZw#AjayDevgn - #AkshayKumar - #RanveerSingh - #KareenaKapoorKhan -… pic.twitter.com/6dqLlnGTHn
— taran adarsh (@taran_adarsh) October 7, 2024












Click it and Unblock the Notifications
