For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાપાનમાં RRR એ મચાવી ધૂમ, 3 ઈડિયટ્સના તોડ્યા રેકોર્ડ

ભારતીય સિનેમા જગતમાં સફળતાના શિખરો સર કરનારી ફિલ્મ RRR હવે વિદેશમાં પણ ધુમ મચાવી રહી છે. 21 ઓકટોબરના રોજ જાપાનમાં રિલીઝ થયેલી રામ ચરણ, જૂનિયર એનટીઆર સ્ટારર ફિલ્મ RRR જાપાનના દર્શકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય સિનેમા જગતમાં સફળતાના શિખરો સર કરનારી ફિલ્મ RRR હવે વિદેશમાં પણ ધુમ મચાવી રહી છે. 21 ઓકટોબરના રોજ જાપાનમાં રિલીઝ થયેલી રામ ચરણ, જૂનિયર એનટીઆર સ્ટારર ફિલ્મ RRR જાપાનના દર્શકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. ભારતીય બોક્સ ઓફિસમાં કમાણીના રેકોર્ડ તોડી આ રેકોર્ડબ્રેક ફિલ્મ હજૂ પણ રેકોર્ડ તોડી રહી છે. આ વચ્ચે RRR ફિલ્મે જાપાનમાં રેકોર્ડ બનાવ્યો છે.

'RRR' હાલમાં વિદેશી સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે

'RRR' હાલમાં વિદેશી સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે

આ વર્ષે રિલીઝ થયેલી દક્ષિણ ભારતીય સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક 'RRR' હાલમાં વિદેશી સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ભારતમાં RRR ફિલ્મ રિલીઝ થયાને અને સિનેમાઘરો છોડીને ઘણો સમય થઈ ગયો છે, પરંતુ એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે અને રેકોર્ડ પણ તોડી રહી છે.

'3 ઈડિયટ્સ'ને જાપાનના બજારોમાં માત આપી

'3 ઈડિયટ્સ'ને જાપાનના બજારોમાં માત આપી

દેશ-વિદેશમાં કમાણીનો ઝંડો લગાવનારી 'RRR' હવે જાપાનમાં દર્શકોને આકર્ષવાને કારણે ચર્ચામાં આવી ગઈ છે. RRR ફિલ્મે અહીં કમાણીનો નવો રેકોર્ડ બનાવ્યો છે, જેના હેઠળ તેણે આમિર ખાનની સુપરહિટ ફિલ્મ '3 ઈડિયટ્સ'ને જાપાનના બજારોમાં માત આપી છે.

209 સ્ક્રીન્સ અને 31 IMAX સ્ક્રીન્સ પર રિલીઝ થઇ

209 સ્ક્રીન્સ અને 31 IMAX સ્ક્રીન્સ પર રિલીઝ થઇ

રામ ચરણ અને જુનિયર NTR સ્ટારર 'RRR' એ આમિર ખાનની '3 ઈડિયટ્સ'ને પાછળ છોડીને જાપાનમાં ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે. જાપાનના 44 શહેરો અને રાજ્યોમાં 209 સ્ક્રીન્સ અને 31 IMAX સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી આ ફિલ્મે 17 દિવસમાં 180 મિલિયન JPY (જાપાનીઝ ચલણ)ની કમાણી કરી છે.

સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોની યાદીમાં ત્રીજા સ્થાને આવી

સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોની યાદીમાં ત્રીજા સ્થાને આવી

જાપાનમાં '3 ઈડિયટ્સ'ની લાઇફટાઇમ કમાણી 170 મિલિયન JPY છે. જ્યારે 'RRR' એ અત્યાર સુધીમાં 180 મિલિયન JPY કમાણી કરી છે અને હજુ પણ કરી રહી છે. આવી સ્થિતિમાં તે '3 ઈડિયટ્સ'ને પછાડીને સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોની યાદીમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે.

જાપાનમાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ

જાપાનમાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ

આ યાદીમાં રજનીકાંતની 'મુથુ', જે 24 વર્ષ પહેલા રીલિઝ થઈ હતી, તે જાપાનમાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ છે, જેણે 400 મિલિયન JPY ની કમાણી કરી છે. SS રાજામૌલીની 'બાહુબલી 2' 300 મિલિયન JPYના બોક્સ ઓફિસ કલેક્શન સાથે બીજા ક્રમે છે. ફિલ્મ નિર્માતાની 'RRR' હવે ત્રીજા સ્થાન પર છે.

English summary
RRR created a sensation in Japan, broke the records of 3 Idiots
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X