For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે આ અભિનેત્રીએ કાસ્ટિંગ કાઉચની ગંદી હકીકત જણાવી

પંજાબી ફિલ્મ અભિનેત્રી પાયલ રાજપૂતે તેની ટોલિવૂડ કારકિર્દીની શરૂઆત દક્ષિણની ફિલ્મ આરએક્સ 100 ઘ્વારા કરી હતી.

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

પંજાબી ફિલ્મ અભિનેત્રી પાયલ રાજપૂતે તેની ટોલિવૂડ કારકિર્દીની શરૂઆત દક્ષિણની ફિલ્મ આરએક્સ 100 ઘ્વારા કરી હતી. તે એસએસ કાર્તિકેય સાથે આ ફિલ્મમાં જોવા મળી હતી, જે ખૂબ જ લોકપ્રિય બની હતી. ફિલ્મની સફળતા પછી, પાયલ ઘણી ફિલ્મોમાં કામ કરી રહી છે, જે દરમિયાન તેણે ફિલ્મ જગતની અંદરની દુષ્ટતાઓ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. પાયલ માને છે કે મીટુ અભિયાનને લીધે, કેટલીક મહિલાઓને આગળ આવવા અને ભૂતકાળ કહેવાની હિંમત ચોક્કસથી મળી છે. પરંતુ આ હોવા છતાં, સમાજમાં કોઈ મોટો ફેરફાર થયો નથી.

મીટું પછી પણ આ બધું થઇ રહ્યું છે

મીટું પછી પણ આ બધું થઇ રહ્યું છે

એક ઇન્ટરવ્યૂમાં પાયલે કહ્યું હતું કે મીટૂ અભિયાન હોવા છતાં પણ લોકો કાસ્ટિંગ કાઉચના શિકાર થઈ રહ્યા છે. જ્યારે પાયલને પૂછવામાં આવ્યું કે શું જાતીય શોષણના કેસો નીચે આવ્યા છે, તો તેણે કહ્યું કે આરએક્સ 100 ની રિલીઝ પછી તેની સાથે કંઈક આવું થયું હતું. કોઈએ મને મોટી ફિલ્મમાં ભૂમિકા આપવાનું વચન આપીને મારો સંપર્ક કર્યો. પરંતુ હું હંમેશાં આ વિચારની વિરુદ્ધ રહી છું કે શરીરની જગ્યાએ મોટી ભૂમિકા મેળવવી, તેથી મેં તેની વિરુદ્ધ મારો જવાબ આપ્યો. પરંતુ સાચે જ, જ્યારે હું મુંબઈ અને પંજાબમાં છ વર્ષ કામ કરતી હતી ત્યારે આવી ઘટનાઓ મારી સાથે બની હતી. મને શંકા છે કે હું ભવિષ્યમાં પણ આવી ઘટનાઓનો સામનો કરીશ. આ હકીકત છે કે મીટુ અભિયાન પછી પણ કાસ્ટિંગ કાઉચની સમસ્યા ફક્ત ફિલ્મ જગતમાં નહીં પરંતુ દરેક વ્યવસાયમાં છે.

કાસ્ટિંગ કાઉચ અંગે ખુલીને વાત કરીશ

કાસ્ટિંગ કાઉચ અંગે ખુલીને વાત કરીશ

પાયલે કહ્યું કે હું હંમેશા કાસ્ટિંગ કાઉચ વિશે ખુલીને વાત કરીશ. તેમણે કહ્યું કે માત્ર એટલો જ તફાવત છે કે કેટલાક લોકો ખુલ્લેઆમ બોલવાની હિંમત કરે છે, કેમ કે મીટુ અભિયાન દરમિયાન કેટલાક લોકોએ ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. પરંતુ કેટલાક લોકો આ સમય દરમિયાન પણ પોતાનો મુદ્દો આગળ મૂકી શક્યા ન હતા. હું હંમેશાં ખુલ્લેઆમ આ વિશે બોલવામાં વિશ્વાસ કરું છું. હું મારી અસ્મિતાને ગીરવે મૂકીને કઈ પણ મેળવવા માંગતી નથી

હું હંમેશા બોલતી રહીશ

હું હંમેશા બોલતી રહીશ

પાયલે કહ્યું કે જો લોકો મારા ખુલ્લા બોલવાને કારણે મારો સંપર્ક નહીં કરે તો મને તેની સાથે કોઈ સમસ્યા નથી. જો કોઈને ડર હોય કે હું તેમના વિશે સત્ય કહીશ અને તેઓ મારી પાસે આવવા માંગતા નથી, તો મને આ સાથે કોઈ સમસ્યા નથી. ઘણા લોકો પહેલાથી જ છે જે મને પસંદ નથી કરતા. કેટલાક લોકો મારા બોલવાના કારણે મને નફરત કરે છે. હું હંમેશાં કાસ્ટિંગ કાઉચની વિરુદ્ધ બોલું છું કારણ કે હું ઘણાં વર્ષોથી તેનો સામનો કરી રહી છું. હું અફસોસ સાથે જીવવા માંગતી નથી, હું આરએક્સ 100 માં કેટલાક બોલ્ડ દ્રશ્યો કરવા માટે સંમત થઇ, તેનો અર્થ એ નથી કે લોકો એવું વિચારે છે કે હું ફિલ્મ મેળવવા માટે કંઈપણ કરવા તૈયાર છું. તમને જણાવી દઈએ કે પાયલ રવિ તેજાની ડિસ્કો રાજા, વેંકટેશ-નાગાની ફિલ્મ વેન્કી મામાના શૂટિંગમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો: રાગિની ગર્લ કરિશ્મા શર્માનો આ અંદાઝ તમને પરસેવા છોડાવી દેશે

English summary
RX100 film actress Payal Rajput talks about casting couch
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X