Pics: અજાણ્યા વ્યક્તિ સાથે વાયરલ થઈ રહ્યા છે સપના ચૌધરીના ફોટા
પોતાના અનોખા અંદાજથી લોકોને મદહોશ કરનારી હરિયાણાની જાણીતી ડાંસર અને સિંગર સપના ચૌધરી એક વાર ફરીથી સોશિયલ મીડિયા પર લોકોના નિશાના પર છે.
પોતાના અનોખા અંદાજથી લોકોને મદહોશ કરનારી હરિયાણાની જાણીતી ડાંસર અને સિંગર સપના ચૌધરી એક વાર ફરીથી સોશિયલ મીડિયા પર લોકોના નિશાના પર છે અને આ વખતે કારણ છે તેના વાયરલ થઈ રહેલા નવા ફોટા જેમાં તે એક અજાણ્યા વ્યક્તિ સાથે જોવા મળી રહી છે. ફોટા કહી રહ્યા છે કે બંને એકબીજાની ખૂબ નજીક છે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર લોકો વચ્ચે એ ચર્ચાનો વિષય બની ગયો છે કે છેવટે કોણ છે આ વ્યક્તિ જેની સાથે સપના ચૌધરી આ રીતે જોવા મળી રહી છે.

અજાણ્યા વ્યક્તિ સાથે વાયરલ થયા સપના ચૌધરીના ફોટા
વાયરલ થઈ રહેલા વીડિયો અને ફોટામાં સપના આ વ્યક્તિની ઘણી ક્લોઝ છે. તમને જણાવી દઈએ કે આવુ પહેલી વાર છે જ્યારે સપના કોઈ વ્યક્તિ સાથે આ અંદાજમાં ફેન્સ સામે આવી છે. બંનેના ફોટા પર લોકોના બંને પ્રકારના રિએક્શન આવી રહ્યા છે. કોઈએ બંનેને સાથે જોઈને પરફેક્ટ કહ્યા તો કોઈને સપનાને આ રીતે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ફોટામાં જોવી ન ગમી. જો કે અમુક લોકોનું કહેવુ છે કે કદાચ સપનાને પોતાનો મિસ્ટર પરફેક્ટ મળી ગયો છે.

ટ્રોલર્સના નિશાના પર હતી સપના ચૌધરી
જો કે તમને જણાવી દઈએ કે થોડા દિવસો અગાઉ સપના ટ્રોલર્સના નિશાના પર પણ હતી. કારણ હતુ તેનુ લેટેસ્ટ સોંગ ‘ભોલે કા સ્વેગ', જેને સપનાએ શ્રાવણ મહિનામાં રિલીઝ કર્યુ છે પરંતુ આ ગીતમાં લોકોએ તેની પ્રશંસા કરવાના બદલે ટીકા કરી છે. વાસ્તવમાં લોકો સપનાના આ ગીતથી દુઃખી નથી પરંતુ ગીતમાં પહેરવામાં આવેલા તેના કપડા પર નારાજ છે.

સપનાના કપડા પર ઉઠ્યા હતા સવાલ
એટલા માટે આ ગીત વિશે લોકોએ સપનાને સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરી છે. લોકોએ તેના માટે લખ્યુ છે કે પોતાના ફાયદા માટે ભગવાન ભોલેને બદનામ ના કરો. એટલુ જ નહિ આ ગીતમાં સપના ચૌધરીના ડ્રેસ પર પણ લોકોએ તેમને સલાહ આપીને કહી દીધુ કે ભગવાન ભોલેના ગીતમાં તો ઢંગના કપડા પહેરી લેતી.

સપના તરફથી કોઈ અધિકૃત નિવેદન આવ્યુ નથી
હાલમાં આ ફોટા પર સપના તરફથી કોઈ અધિકૃત નિવેદન આવ્યુ નથી. હવે છેવટે સપના સાથે જોવા મળી રહેલ આ વ્યક્તિ કોણ છે અને તેની સાથે સપનાનો સંબંધ શું છે તેના માટે ફેન્સે હજુ રાહ જોવી પડશે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ







Click it and Unblock the Notifications
