શાહરુખા ખાન મળશે તો જીવતો સળગાવી દઇશ- પઠાણ ફિલ્મ વિવાદ વચ્ચે અયોધ્યાના આ સંતે આપી ધમકી
શાહરુખ ખાનને તેની ફિલ્મ પઠાણના સોગને લઇને ભારે વિવાદ થઇ રહ્યો છે. ત્યારે ઉત્તર પ્રદેશના એક સંત દ્વારા કિંગ ખાનને જીવતો સળગાવી દેવાની ધમકી આપી છે.
શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ પઠાણને લઇને ભારે વિવાદ થઇ રહ્યો છે. આ ફિલ્મને લઇને શાહરુખ ખાન અને દીપિકા પદુકોણને ઘમકીઓ પણ મળી રહી છે. કિંગ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામા આવ છે. જી હા આ વખતે કોઇ સામાન્ય વ્યક્તિ દ્વારા નહી પરંતુ કોઇ સંત દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યુ છે.શાહરુખ ખાનના ફેન્સ આ નિવેદનથી ભારે નારાજ છે.

આ વખતે જે વ્યક્તિ દ્વારા શાહરુખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી છે તેનું નામ છે સંત પરમહંસ આચાર્ય. પઠાણ ફિલ્મનું સોગ જે દિવસથી રિલીઝ થયુ છે તેને લઇને સંત સમાજ પણ સામે આવ્યો છે. અને વિરોધ કરી રહ્યા છે.
પરમહંસે મોટુ નિવેદન આપ્તા જણાવ્યુ હતુ કે, "પઠાણ ફિલ્મમાં અમારા ભગવા રંગુનું અપમાન કરવામાં આવ્યું છે. એટલા માટે જ અમે તેનો વિરોધ કરીએ છીએ આજે અમે શાહરુખ ખાનનું પોસ્ટર સળગાવ્યુ છે. જો ફિલ્મ જિહાદી શાહરુખ ખાન મને મળી ગયો તો તેને જીવતો સળગાવી દઇશ.
પરમહંસ અંહી જ ના રોકાયા તેમણે આગળ કહ્યુ કે, આ ફિલ્મ સિનેમાઘરોમાં પણ ના દેખાવી જોઇએ. જો લાગશે તો સિનેમાઘરોને પણ આગ લગાવી દેવામાં આવશે. આ સિવાય સૌને અપિલ કરતા સંતે જણાવ્યુ હતુ કે, પઠાણ ફિલ્મનો બહિસ્કાર કરો..












Click it and Unblock the Notifications
