Sidharth kiara ના લગ્નનો પ્લાન થયો લીક? હલ્દી, મહેદી અને સાત ફેર સુધીની ડેટ આવી સામે
કિયારા અડવાણી અને સિદ્ધાર્થી સારા મિત્રો છે અને બંને લોકો સાથે જોવા મળતા હોય છે આ વચ્ચે તેમના લગ્નની વાત સામે આવી રહી છે. તેમના લગ્નની ડેટ લીક થઇ હોવાની માહિતી મળી છે.
અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની ચર્ચા થઇ રહી છે. ઘણા સમયથી સમાચાર આવી રહ્યા છે કે, બંને જલ્દી લગ્નગ્રંના બંધનમાં બધાશે. જો કે, ઘણી વાર તેમના લગ્નને લઇેન ફેક તારીખો પણ સામે આવી છે. પરંતુ આ વખતે લગ્નનો સમગ્ર પ્લાન લીક થઇ ગયો છે. તાજા રિપોર્ટ અનુસાર દાવો કરવામાં આવ્યો છે કે, તેમની જલ્દી પહેદી અને લગ્ન સિવાય તેના ગેસ્ટ લીસ્ટની પણ માહિતી સામે આવી ચૂકી છે.

સમાચાર સામે આવી રહ્યા છે કે, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી રાજસ્થાનના જૈસલમેરમાં નજર આવ્યા અને અંહિયા જ તે સાત ફેરા લેવાના છે. સૂર્યગઢ હોટલ ફોર્ટમાં તેમના લગ્ન સ્થળ તરીકે નક્કી કરવામાં આવ્યુ છે.
સૌથી પહેલા વાત કરી છીએ કે પ્રી વેડિગ પ્રોગ્રામની તો હલ્દી, સંગીત, અને મહેદી 4 અને 5 ફેબ્રુઆરીના રોજ થશે. બંને સ્ટાર 6 ફેબ્રુઆરીના રોજ લગ્ન બંધનમાં બંધાશે. જેવી આ અપડેટ સામે આવી કે, ફેન્સ એક્સાઇટેડ થઇ ગયા છે. અને તેમનુ માનવુ છે કે, લગ્ન ઘણા શાનદાર થનાર છે.
લગ્નના ગેસ્ટ લીસ્ટ પણ સામે આવી છે જેમા જેમા ફિલ્મમેકર કરણ જોહર, મનીષ મલ્હોત્રા, અને અશ્વિની યાર્ડી શામેલ થઇ શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં આ સ્ટાર્સને લઇને દાવો કરવામાં આવી રહ્યો છે. કોણ આ લગ્નનો ભાગ બનશે તે તો આવનાર સમય જ બતાવશે.
સિદ્ધાર્થ અને કિયારા નવા વર્ષની ઉજવણી કરતા સાથે જોવા મળ્યા હતા જો કે તેમના દ્વારા ક્યારેય પોતાના લગ્નની વાતને લઇને કોઇ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.












Click it and Unblock the Notifications
