• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1.5 લાખ રૂપિયા મહિના છે તૈમૂર અલી ખાનની આયાની સેલેરી!!

|
Google Oneindia Gujarati News

કરીના કપૂર ખાને હાલમાં જ પોતાના દીકરી તૈમૂર અલી ખાન વિશે વાત કરી અને તેમને પૂછવામાં આવ્યુ કે શું તમારા દીકરાની આયાની સેલેરી 1.5 લાખ રૂપિયા મહિના છે કારણકે એવી અફવાઓ છે કે તે 18 લાખ રૂપાય વાર્ષિક કમાય છે. કરીના આ સાંભળીને હસવા લાગી. કરીનાએ કહ્યુ કે મને નથી ખબર કે આ અફવા ક્યાંથી આવી પરંતુ હું મારા ઘરના ખર્ચા ડિસ્કસ નહિ કરુ. આનો અર્થ એ કે કરીનાએ જો આ વાત કબૂલી નહિ તો નકારી પણ નહિ. તૈમૂરની આયાની સેલેરી બધાની ચર્ચાનુ કારણ બની ચૂકી છે.

તૈમૂર વિશે ઘણા ખુલાસા કર્યા

તૈમૂર વિશે ઘણા ખુલાસા કર્યા

કરીનાને જ્યારે જણાવવામાં આવ્યુ કે તૈમૂર અત્યારથી સુપરસ્ટાર છે તો તેણે એ વાત પણ માની નહિ. તેનુ કહેવુ હતુ કે હજુ તે બહુ નાનો છે અને તેણે જીવનમાં કંઈ પણ મેળવ્યુ નથી. હજુ તો તેણે ઘણુ બધુ મેળવવાનુ છે. ઉલ્લેખનીય છે કે તૈમૂર અલી ખાને હાલમાં જ પોતાનો ત્રીજો જન્મદિવસ મનાવ્યો છે અને તે હંમેશાથી મીડિયાની આંખોનો તારો રહે છે. કરીનાએ સમયે સમયે તૈમૂર વિશે ઘણા ખુલાસા કર્યા છે.

વિરાટ-અનુષ્કાના બાળકની રાહ

વિરાટ-અનુષ્કાના બાળકની રાહ

હાલમાં જ પોતાના સાસુ શર્મિલા ટાગોર સાથે એક ઈન્ટરવ્યુમાં કરીના કપૂરે માન્યુ કે મીડિયાનુ અટેન્શન થોડા થોડા સમયે બદલાય છે. પહેલા આરાધ્યા હતી, પછી અબરામ અને હવે તૈમૂર. બંને માની રહ્યા છે કે જલ્દી વિરાટ અને અનુષ્કાને બાળક થાય જેથી મીડિયાનુ ધ્યાન તૈમૂરથી હટી જાય.

તૈમૂરને બગાડી રહી છે

તૈમૂરને બગાડી રહી છે

કરીના કપૂરનુ કહેવુ છે કે સૈફ એવુ માને છે કે કરીના કપૂર તૈમૂરની દરેક વાત માનીને તેને બગાડી રહી છે. કરીનાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે સૈફ માને છે કે તે તૈમૂરને ડિસિપ્લિનમાં રાખવાનુ નથી જાણતી અને હંમેશા બતાવતા રહે છે કે તૈમૂર સાથે કેવી રીતે વર્તવાનુ.

મોકલી દેશે બોર્ડિગ સ્કૂલ

મોકલી દેશે બોર્ડિગ સ્કૂલ

એક સમય હતો જ્યારે તૈમૂરની આસપાસ આટલુ મીડિયા જોઈને કરીના ડરી ગઈ હતી અને સૈફને તૈમૂર મોટો થતા જ બોર્ડિંગ સ્કૂલ મોકલવાની વાત કહી હતી. પરંતુ પછી તેમને સમજાયુ કે તૈમૂરને આ દુનિયા જિંદગીભર જોવાની છે.

જો પણ કરશે સાથ આપીશ

જો પણ કરશે સાથ આપીશ

કરીના કપૂરનુ કહેવુ છે કે મોટો થઈને તૈમૂર જે પણ કરવા ઈચ્છશે, તે તેના નિર્ણયમાં તેનો સાથ આપશે. હાલમાં તો નાના તૈમૂર ગિટારથી લઈને ઘોડેસવારી સુધી બધુ કરી લે છે.

કેવી રીતે કાઢી લે છે સમય

કેવી રીતે કાઢી લે છે સમય

કરીનાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે તે તૈમૂર, દોસ્તો, કામ અને જિમ વચ્ચે બેલેન્સ કરે છે. કરીનાનુ કહેવુ છે કે જ્યારે પણ તેનુ કામ લાંબુ થઈ જાય છે તો બે-ત્રણ દિવસની રજા લઈ તૈમૂર સાથે સમય પસાર કરે છે.

મીડિયા પણ સમજે

મીડિયા પણ સમજે

કરીનાનુ કહેવુ છે કે ક્યારેક ક્યારેક તે મીડિયાથી પરેશાન થઈ જાય છે. તૈમૂર ક્યારે સૂવે છે, ક્યારે ઉઠે છે, શું ખાય છે, શું પહેરે છેના ચક્કરમાં ક્યારેક હદ થઈ જાય છે. મીડિયા ભૂલી જાય છે કે તે બસ એક ત્રણ વર્ષનુ બાળક છે.

ક્રિકેટરનુ સપનુ

ક્રિકેટરનુ સપનુ

દરેક માતાપિતા પોતાના બાળક માટે થોડા સપના જુએ છે અને કરીનાનુ સપનુ છે કે તૈમૂર મોટો થઈને પોતાના દાદાજીની જેમ ક્રિકેટર બને. રસપ્રદ છે કે સૈફના મોટા દીકરા ઈબ્રાહિમનુ પણ ફોકસ ક્રિકેટ પર છે.

કપડાથી જતાવે છે પ્રેમ

કપડાથી જતાવે છે પ્રેમ

તૈમૂર ઘણી વાર ખૂબ જ સ્ટાઈલિશ કપડામાં જોવા મળે છે. કરીનાનુ કહેવુ છે કે તૈમૂરને ફોટા માટે સારા કપડા નથી પહેરાવતી. પરંતુ તે આ કપડામાં પોતાને ઘણા સહજ અનુભવે છે એટલા માટે પહેરાવે છે. તેને કોઈ વાંધો નથી તેના દીકરાનો કુર્તા પાયજામાનો ફોટો પણ વાયરલ થાય.

ફોટાથી દૂર

ફોટાથી દૂર

આજકાલ તૈમૂર ભલે મીડિયાને હાય અને બાય કરતો હોય પરંતુ સત્ય એ છે કે તૈમૂરને ફોટો પડાવવાનુ બહુ પસંદ નથી. કરીના જણાવે છે કે ઘર પર જેવો હું કેમેરો કાઢુ છુ તો તૈમૂર કહે છે અમ્મા - નો.

સૌથી પ્રેમાળ બાળક

સૌથી પ્રેમાળ બાળક

કરીના માને છે કે તૈમૂર ખરેખર ખૂબ જ પ્રેમાળ બાળક છે અને તે સમજે છે કે મીડિયાને તેના ફોટા પાડવાનુ ગમે છે. બસ તે મીડિયાને વિનંતી કરે છે કે દર વખતે થોડુ અંતર જાળવી રાખો કારણકે તે એક બાળક છે.

આ પણ વાંચોઃ સારા અલી ખાનના Bikini Pics નુ આવ્યુ પૂર, ઈન્ટરનેટ પર લાખો વાર જોવાયાઆ પણ વાંચોઃ સારા અલી ખાનના Bikini Pics નુ આવ્યુ પૂર, ઈન્ટરનેટ પર લાખો વાર જોવાયા

English summary
Taimur Ali Khan's Nanny is withdraws a salary of 1.5 lakh per month!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X