For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક એપિસોડના કારણે મુશ્કેલીમાં ધ કપિલ શર્મા શો, થઇ FIR

શિવપુરીના વકીલે આ ફરિયાદ દાખલ કરી છે. કોર્ટ 1 ઓક્ટોબરના રોજ આ મામલે અલગથી સુનાવણી કરશે. વકીલે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, શોના એક એપિસોડમાં સ્ટેજ પર કોર્ટ રૂમ બનાવવામાં આવ્યો હતો.

|
Google Oneindia Gujarati News

મુંબઈ : સોની ટીવી પર આવતા કોમેડી શો 'ધ કપિલ શર્મા શો' સામે FIR નોંધવામાં આવી છે. આ કેસ મધ્યપ્રદેશના શિવપુરીની જિલ્લા અદાલતમાં દાખલ કરવામાં આવ્યો છે. આ FIR શોમાં કોર્ટરૂમ સીન કરતી વખતે કલાકારોને દારૂ પીતા બતાવવા માટે નોંધવામાં આવી છે. ફરિયાદીએ કહ્યું છે કે, આ શો દ્વારા કોર્ટનું અપમાન કરવામાં આવ્યું છે, આવી પરિસ્થિતિમાં કપિલ શર્મા, શોના અન્ય કલાકારો અને નિર્માતાઓ સામે કાર્યવાહી થવી જોઈએ.

Kapil Sharma Show

મધ્યપ્રદેશમાં દાખલ થઇ FIR

શિવપુરીના વકીલે CJM કોર્ટમાં આ ફરિયાદ દાખલ કરી છે. કોર્ટ 1 ઓક્ટોબરના રોજ આ મામલે અલગથી સુનાવણી કરશે. વકીલે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, શોના એક એપિસોડમાં સ્ટેજ પર કોર્ટ રૂમ બનાવવામાં આવ્યો હતો અને તેમાં બેઠેલા કલાકારો દારૂ પી રહ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ કોર્ટની અવમાનના છે. તેથી, હું ગુનેગારો સામે કોર્ટમાં કલમ 365/3 હેઠળ કાર્યવાહીની માગ કરું છું.

જાન્યુઆરીમાં આવ્યો હતો આ એપિસોડ

ધ કપિલ શર્મા શોના જે એપિસોડ સામે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તે એપિસોડ 19 જાન્યુઆરી, 2020 ના રોજ અને ફરીથી 24 એપ્રિલ, 2021ના​રોજ ટેલિકાસ્ટ થયો હતો. વકીલે જણાવ્યું કે, શોમાં કોર્ટ રૂમ સેટ બનાવ્યો છે અને તેમાં દારૂ પીવો એ કોર્ટનું અપમાન છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ શોમાં ઘણીવાર મહિલાઓ, જાડા લોકો અને લોકોના રંગ વગેરે વિશે અભદ્ર ટિપ્પણીઓ પણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં કોર્ટે આ તરફ પણ ધ્યાન આપવું જોઈએ.

Kapil Sharma Show

અનેકવાર શો વિવાદોમાં સપડાયો છે

અભિનેતા અને હાસ્ય કલાકાર કપિલ શર્મા આ શોના મુખ્ય કલાકાર છે. તેમના સિવાય સુમોના ચક્રવર્તી, ભારતી સિંહ, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા અને અર્ચના સિંહ શોમાં જોવા મળી રહ્યા છે. તેને લોકપ્રિય ટીવી શો કહેવામાં આવે છે. જો કે, આ શો અને તેના કલાકારો ઘણી વખત વિવાદોમાં આવ્યા છે. આ શોની ખાસ કરીને છોકરીઓ પર નિમ્ન સ્તરની ટિપ્પણીઓ કરવા માટે ટીકા કરવામાં આવી છે.

Kapil Sharma Show

ડિસેમ્બર 2020માં કપિલે છાબડિયા સામે ફરિયાદ નોંધાવી હતી

વર્ષ 2017થી 2018 વચ્ચે કપિલે દિલીપ છાબડિયાને વેનિટી વેનની ડિઝાઈન માટે 5.30 કરોડ રૂપિયા આપ્યા હતા. જીએસટીનુ કહીને છાબડિયાએ ફરીથી કપિલ પાસે 40 લાખ રૂપિયા માંગ્યા હતા. તેણે ફરીથી 13 લાખનુ બિલ કપિલને મોકલી દીધુ. ડિસેમ્બર 2020માં કપિલે આ અંગે છાબડિયા સામે ફરિયાદ પણ નોંધાવી હતી.

English summary
An FIR has been registered against the upcoming comedy show 'The Kapil Sharma Show' on Sony TV. The case has been filed in the district court of Shivpuri in Madhya Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X