For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ પીઢ અભિનેતાએ આપ્યું કંગનાને ખુલ્લુ સમર્થન, કહ્યું - 'હું કંગના સાથે સંમત છું'

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત વર્તમાન સમયમાં 1947માં 'ભીખમાં આઝાદી મળવાના'ના નિવેદનને કારણે વિવાદોમાં છે. કંગના રનૌતે એક મીડિયા પ્રોગ્રામમાં જણાવ્યું હતું કે, જે આઝાદી આપણને 1947માં મળી હતી, તે ભીખ માંગીને મળી હતી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત વર્તમાન સમયમાં 1947માં 'ભીખમાં આઝાદી મળવાના'ના નિવેદનને કારણે વિવાદોમાં છે. કંગના રનૌતે એક મીડિયા પ્રોગ્રામમાં જણાવ્યું હતું કે, જે આઝાદી આપણને 1947માં મળી હતી, તે ભીખ માંગીને મળી હતી, અસલી આઝાદી 2014માં મળી હતી. કંગનાના આ નિવેદનની ચોતરફ ટીકા થઈ રહી છે, પરંતુ હવે દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલે અભિનેત્રીના સમર્થનમાં આવ્યા છે. પૂણે સ્થિત અગ્રણી મરાઠી અભિનેતા વિક્રમ ગોખલેએ જણાવ્યું હતું કે, તેઓ કંગના રનૌત સાથે સહમત છે. કારણ કે, આપણને આઝાદી આપવામાં આવી છે.

હું કંગના રનૌતના નિવેદન સાથે સહમત છું, આપણને આઝાદી આપવામાં આવી છે : વિક્રમ ગોખલે

હું કંગના રનૌતના નિવેદન સાથે સહમત છું, આપણને આઝાદી આપવામાં આવી છે : વિક્રમ ગોખલે

અનેક હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા વિક્રમ ગોખલે ભારત વિશે કંગના રનૌતની વિવાદાસ્પદ નિવેદનના સમર્થનમાં સામે આવ્યા છે.

વિક્રમ ગોખલેએરવિવારના રોજ (14 નવેમ્બર) પૂણેમાં એક કાર્યક્રમમાં કહ્યું, "હું કંગના રનૌતના નિવેદન સાથે સહમત છું. આપણને આઝાદી આપવામાં આવી હતી.

વિક્રમ ગોખલેએએમ પણ જણાવ્યું હતું કે, ભાજપ સહિત દરેક રાજકીય પક્ષ કોઈપણ વિવાદનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે.

'જ્યારે સ્વાતંત્ર્ય સેનાનીઓને ફાંસી આપવામાં આવી, ત્યારે મોટા નેતાઓ મૂક પ્રેક્ષક હતા'

'જ્યારે સ્વાતંત્ર્ય સેનાનીઓને ફાંસી આપવામાં આવી, ત્યારે મોટા નેતાઓ મૂક પ્રેક્ષક હતા'

વિક્રમ ગોખલેએ કહ્યું કે, બ્રિટિશ રાજ દરમિયાન જ્યારે સ્વતંત્રતા સેનાનીઓને ફાંસી આપવામાં આવી હતી, ત્યારે ઘણા લોકો મૂક પ્રેક્ષક બનીને રહ્યા હતા.

આ દર્શકોમાંઘણા વરિષ્ઠ નેતાઓ પણ શામેલ હતા, જેઓ મૂક પ્રેક્ષક બની ગયા હતા. અંગ્રેજો સામે લડી રહેલા સ્વાતંત્ર્ય સેનાનીઓને તેઓએ બચાવ્યા ન હતા.

'ભારતે ક્યારેય

'ભારતે ક્યારેય "લીલો' ન બનવું જોઈએ, તેને "ભગવો" જ રહેવું જોઈએ.

વિક્રમ ગોખલેએ કહ્યું હતું કે, ભારત ક્યારેય 'લીલો' ન હોવું જોઈએ અને તેને 'ભગવો' રાખવાના પ્રયાસો કરવા જોઈએ. વિક્રમ ગોખલેની નિવેદનથી વિવાદ થયો હતોઅને કોંગ્રેસે તેમની ટિપ્પણી માટે તેમની ટીકા કરી હતી.

કોંગ્રેસના પ્રવક્તા અતુલ લોંધેએ કહ્યું કે, "ભારત હંમેશા વૈવિધ્યસભર રહેશે અને તે એક રંગનો ન હોય શકે."

'ભાજપ અને શિવસેનાએ દેશ માટે સાથે રહેવું જોઈએ'

'ભાજપ અને શિવસેનાએ દેશ માટે સાથે રહેવું જોઈએ'

મહારાષ્ટ્રના રાજકીય પરિદ્રશ્ય પર બોલતા વિક્રમ ગોખલેએ કહ્યું કે, ભૂતપૂર્વ સહયોગી શિવસેના અને ભાજપે દેશના ભલા માટે ફરીથી સાથે આવવું જોઈએ.

વિક્રમ ગોખલેએ કહ્યું, 'ભાજપ અને શિવસેનાએ ફરી સાથે આવવું જોઈએ. મેં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સમાન વર્ષો માટે મુખ્યપ્રધાન પદ વહેંચવાનીશરતે બંને પક્ષો વચ્ચે સંભવિત જોડાણ વિશે પ્રશ્ન કર્યો હતો.

બંને પક્ષોએ લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરવો જોઈએ. મને લાગે છે કે, રાજકીય પક્ષોએ લોકોનેછેતરવું જોઈએ નહીં. કારણ કે, લોકો જ તેમને સજા કરી શકે છે.

શિવસેના અને ભાજપ એકસાથે આવવા વિશે વિક્રમ ગોખલેના નિવેદનના જવાબમાં કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચૌહાણે જણાવ્યું હતું કે, અભિનેતાએરાજકારણમાં જોડાવું જોઈએ અને આવા નિવેદન કરવાને બદલે ચૂંટણી લડવી જોઈએ.

આખરે કંગનાએ શું કહ્યું કે, લોકો કરી રહ્યા છે ધરપકડની માંગ

આખરે કંગનાએ શું કહ્યું કે, લોકો કરી રહ્યા છે ધરપકડની માંગ

ભારતની આઝાદી પર એક મીડિયા ઈવેન્ટને સંબોધતા કંગના રનૌતે કહ્યું હતું કે, ભારતને સાચી આઝાદી 2014માં મળી હતી, જ્યારે નરેન્દ્ર મોદીની આગેવાનીવાળીસરકાર સત્તામાં આવી હતી.

1947માં દેશને જે આઝાદી મળી, તે આઝાદી ભીખમાં મળેલી આઝાદી છે.કંગના રનૌતના આ નિવેદન બાદ કોંગ્રેસ, શિવસેના, એનસીપી સહિત તમામ વિપક્ષી પાર્ટીઓએ રાજદ્રોહનો કેસ દાખલ કરીને કંગનાની ધરપકડ કરવાની માંગ કરી છે.

આ સાથે જ વિપક્ષી નેતાઓ માંગ કરી રહ્યા છે કે, કંગના પાસેથી પદ્મશ્રી અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ પાછો ખેંચી લેવામાં આવે.

English summary
Actor Vikram Gokhale in Pune said that agree with what Kangana Ranaut has said. We got freedom in alms. It was given. Many freedom fighters were hanged and the big wigs at that time didn't attempt to save them. They remained mere mute spectators.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X