For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

TMKOC : શું તારક મહેતા બનીને પરત ફરશે શૈલેષ લોઢા? સિરિયલના ડાયરેક્ટર શેર કર્યો ફોટો

TMKOC : ટીવીનો સૌથી પોપ્યુલર શો તારક મહેતા કા ઉલટા ચશ્મા છેલ્લા એક દાયકાથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોની ખાસ વાત છે કે, Taarak Mehta Ka Ooltah Chashmah શોને દરેક વર્ગના લોકોને પસંદ છે.

|
Google Oneindia Gujarati News

TMKOC : ટીવીનો સૌથી પોપ્યુલર શો તારક મહેતા કા ઉલટા ચશ્મા છેલ્લા એક દાયકાથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોની ખાસ વાત છે કે, Taarak Mehta Ka Ooltah Chashmah શોને દરેક વર્ગના લોકોને પસંદ છે, જે કારણે 14 વર્ષથી આ શો ચાલી રહ્યો છે અને આ સો હાલ પણ ટીઆરપી રેટિંગમાં અગ્રેસર છે.

TMKOC

આ સિરિયલના દરેક પાત્રની પોતાની અલગ ફેન ફોલોઈંગ છે. છેલ્લા 14 વર્ષોમાં દર્શકોને પસંદ પડેલા આ શોના ઘણા પાત્રો ભજવનારા કલાકારો બદલાયા છે, પરંતુ આજે પણ દર્શકો તેમની વાપસીની રાહ આતુરતાથી જોઈ રહ્યા છે.

તાજેતરમાં જ્યારે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ડિરેક્ટર માલવ રાજદાએ સિરિયલમાં 'તારક મહેતા'નું પાત્ર ભજવનારા શૈલેષ લોઢા સાથેની એક તસવીર શેર કરી હતી, ત્યારે લોકોને લાગવા લાગ્યું હતું કે, શૈલેષ લોઢા શોમાં વાપસી કરવા જઈ રહ્યા છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ડિરેક્ટર માલવ રાજદાએ શૈલેષ લોઢા સાથેની એક તસવીર શેર કરી અને લખ્યું હતું કે, 'મહેતા સાહબ સિવાય, બાકીના બધાના પેકઅપ, શૈલેષ લોઢાને સૌથી વધુ પરેશાન કરવામાં આવ્યા છે.

માલવની આ પોસ્ટ પર કોમેન્ટ કરીને ચાહકો કહી રહ્યા છે કે, તેમને સિરિયલમાં મહેતા સાહેબ ના રોલમાં અભિનેતા શૈલેષ લોઢા વધુ પસંદ છે. આ તસવીરમાં માલવ રાજદા શૈલેષ લોઢા અને અન્ય મિત્રો સાથે જોવા મળી રહ્યો છે. બધાના ચહેરા પરનું સ્મિત જોઈને લાગે છે કે, બધા એકસાથે ખૂબ એન્જોય કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મહેતા સાહેબની ભૂમિકા ભજવનારા શૈલેષ લોઢાની અચાનક એક્ઝિટથી દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. શૈલેષ લોઢાના પાત્રને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું.

આ સાથે એવા અહેવાલો હતા કે, શૈલેષ લોઢા અને શોના નિર્માતા અસિત મોદી વચ્ચે અણબનાવ થયો હતો, જેના પછી તેણે શોને અલવિદા કહી દીધું હતું. જોકે બાદમાં શૈલેષને શોમાં પાછા લાવવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને રાજી ન થયા હતા. આવી સ્થિતિમાં માલવ રાજદાની આ તસવીર જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે, ફરી એકવાર શૈલેષ લોઢા શોમાં વાપસી કરી શકે છે. હવે સત્ય શું છે તેનો જવાબ શૈલેષ લોઢા કે, શોના મેકર્સ જ આપી શકે છે.

English summary
TMKOC : Shailesh Lodha to return as Tarak Mehta? serial director shared photo
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X