For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીચી થયો ‘પચાસી’ : ડાન્સિંગ ટુ કૉમેડિયન ટુ કૅરેક્ટર એક્ટર!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 21 ડિસેમ્બર : બૉલીવુડમાં એક્ટર વિથ ડાન્સિંગ સાથે પ્રવેશ કરનાર ગોવિંદા આજે 50 વર્ષના થઈ ગયાં. આજે તેમનો જન્મ દિવસ છે. ગોવિંદાએ પોતાનું ફિલ્મી કૅરિયર એક ડાન્સિંગ હીરો તરીકે શરૂ કર્યુ હતું. તેમની હીરો તરીકેની પ્રથમ ફિલ્મ ઇલ્ઝામ હતી કે જે 1986માં આવી હતી.

અભિનેતા અરુણ આહુજા તથા અભિનેત્રી નિર્મલા દેવીને ત્યાં 21મી ડિસેમ્બર, 1963ના રોજ જન્મેલા ગોવિંદાએ ડાન્સિંગ સ્ટાર તરીકે કૅરિયર શરૂ કર્યા બાદ કૉમેડીમાં પણ હાથ અજમાવ્યાં અને તેમનું કૅરિયર ચાલી નિકળ્યું. ગોવિંદાએ તેમની સિને સફરમાં દિગ્દર્શક ડેવિડ ધવન સાથે જોડી બનાવી અને આંખેં, કુલી નંબર વન, હીરો નંબર વન, સાજન ચલે સસુરાલ, બડે મિયાં છોટે મિયાં, રાજા બાબૂ, દીવાના મસ્તાના, દૂલ્હે રાજા, હસીના માન જાયેગી, જોડી નંબર વન તથા પાર્ટરન જેવી શાનદાર ફિલ્મો બનાવી. ગોવિંદાએ 2000માં આવેલી શિકારી ફિલ્મમાં પહેલી વાર નેગેટિવ રોલ કર્યો કે જેના માટે તેમને ફિલ્મફૅર ઍવૉર્ડ પણ હાસલ થયો.

આવો તસવીરો સાથે જાણીએ ચીચી વિશે વધુ વિગતો :

ગોવિંદા-કરિશ્મા

ગોવિંદા-કરિશ્મા

ગોવિંદાએ સૌથી સફળ જોડી બનાવી કરિશ્મા કપૂર સાથે. તેમની પ્રથમ ફિલ્મ મુકાબલા હતી અને પછી તો રાજા બાબૂ, દુલારા, ખુદ્દાર, કુલી નંબર વન, સાજન ચલે સસુરાલ, હીરો નંબર વન, હસીના માન જાયેગી, શિકારી જેવી ફિલ્મોમાં પણ આ જોડીએ કમાલ દાખવી.

ગોવિંદા-રવીના

ગોવિંદા-રવીના

ગોવિંદાના સફળ જોડીદારમાં બીજુ નામ રવીના ટંડનનું લઈ શકાય કે જેમની સાથે ગોવિંદાએ સૅન્ડવિચ, દૂલ્હે રાજા, આંટી નંબર વન, બડે મિયાં છોટે મિયાં, પરદેસી બાબૂ, અનાડી નંબર વન, રાજાજી, અંખિયોં સે ગોલી મારે, વાહ તેરા ક્યા કહના જેવી સફળ ફિલ્મો કરી હતી.

રાજકારણી ગોવિંદા

રાજકારણી ગોવિંદા

ગોવિંદાએ 2004માં રાજકારણમાં પ્રવેશ કર્યો અને કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડી લોકસભા સાંસદ બન્યાં. 2007માં તેમણે પાર્ટનર ફિલ્મ દ્વારા કમબૅક કર્યું. તેમણે અત્યાર સુધી 120 ફિલ્મોમાં કામ કર્યું છે.

ગોવિંદા-ડેવિડ

ગોવિંદા-ડેવિડ

ગોવિંદાએ તેમની સિને સફરમાં દિગ્દર્શક ડેવિડ ધવન સાથે જોડી બનાવી અને આંખેં, કુલી નંબર વન, હીરો નંબર વન, સાજન ચલે સસુરાલ, બડે મિયાં છોટે મિયાં, રાજા બાબૂ, દીવાના મસ્તાના, દૂલ્હે રાજા, હસીના માન જાયેગી, જોડી નંબર વન તથા પાર્ટરન જેવી શાનદાર ફિલ્મો બનાવી.

ગોવિંદા-કાદર

ગોવિંદા-કાદર

ગોવિંદાની સફળતામાં જેટલો હાથ ડેવિડ ધવન, કરિશ્મા કપૂર અને રવીના ટંડનનો છે, તેટલો જ શ્રેય કાદર ખાનને પણ આપવો રહ્યો, કારણ કે મોટાભાગની કૉમેડી ફિલ્મોમાં કાદર ખાને ગોવિંદાનો સફળ સાથ આપ્યો.

હવે નવી ઇનિંગ

હવે નવી ઇનિંગ

ગોવિંદાની આવનાર ફિલ્મોમાં કિલ દિલ, જગ્ગા જાસૂસ, હૅપ્પી એન્ડિંગ, અવતાર તથા હોલી ડે છે. જગ્ગા જાસૂસમાં તેઓ પહેલી વાર રૂપેરી પડદે રણબીર કપૂરના પિતાના રોલમાં દેખાનાર છે.

English summary
Govinda turns 50 today. Govinda, who bothered his onscreen father by mischief, now be first time father on screen and starting a new inning in Bollywood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X