હંસિકાએ સિમ્બુ સાથે રિલેશનશિપની વાત સ્વીકારી

મુંબઈ, 20 જુલાઈ : દક્ષિણ ભારતીય અભિનેત્રી અને બૉલીવુડમાં અનેક ફિલ્મો તથા ટેલીવિઝન સીરિયલોમાં કામ કરનાર હંસિકા મોટવાણી તેમજ તામિળ અભિનેતા સિલામ્બરાસન ઉર્ફે સિમ્બુએ પોતાના સંબંધોની વાત સ્વીકારી લીધી છે. સિમ્બુનું કહેવું છે કે લગ્નનો નિર્ણય બંનેના કુટુમ્બીઓ કરશે.

simbu-hansika

હંસિકા મોટવાણી સિમ્બુ સાથે પોતાના સંબંધોને અત્યાર સુધી અફવા જણાવતા આવ્યાં છે, પરંતુ તેમણે ટ્વિટર ઉપર આ વાતની પુષ્ટિ કરી છે. હંસિકાએ ટ્વિટર પર લખ્યું - હું પોતાના અંગત જીવનને લઈને અનેક અફવાઓ સાંભળી રહી છું. માત્ર એટલું જ સ્પષ્ટ કરવા માંગુ છું. હા, હું સિમ્બુ સાથે રિલેશનશિપમાં છું અને હજીય હું પોતાના અંગત જીવન અંગે વાત કરવા નથી માંગતી.

આ વાતને સમર્થન આપતાં સિમ્બુએ ટ્વિટર પર લખ્યું - હા, હું હંસિકા સાથે છું અને હાલ તે ખૂબ જ સારૂં કામ કરી રહી છે અને લગ્નનો નિર્ણય અમારા કુટુમ્બીઓ કરશે. આશા છે કે આપ અમારી પ્રાઇવેસીનું સન્માન કરશો.

તામિળ ફિલ્મ વાલુ તેમજ વેત્તાઈ મૈનનના શૂટિંગ દરમિયાન જ હંસિકા મોટવાણી અને સિમ્બુ નજીક આવ્યા હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X