For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લતા મંગેશકર થયાં 83 વર્ષના

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 28 સપ્ટેમ્બર : સંગીત ઉપાસક તેમજ માતા સરસ્વતીના બીજા રૂપ ગણાતાં સુરસામ્રાજ્ઞી ભારત રત્ન લતા મંગેશકરે આજે પોતાના જીવનનાં 83 વર્ષ પૂર્ણ કર્યાં છે. ભલે વયના આંકડાએ તેમને આજે 83 વર્ષના કરી નાંખ્યા હોય, પરંતુ આજે પણ તેમના ગળાનું ગળપણ કોઈક નવયુવાન તરુણી કરતાં ઓછું નથી.

સંગીતના સાક લતાજીનો જાદૂ આજે પણ લોકોને ચકરાવે ચડાવી દે છે. ફિલ્મી દુનિયામાં એકથી એક ચડિયાતા સિંગર આવ્યાં, પરંતુ કોઈનામાં પણ એટલો નહોતો કે લતાજીના પડછાયાને પણ સ્પર્શી શકે.

સંગીત રૂપી સાધના વારસાગત મેળવી મોટા થયેલ લતાજીએ જીવનની દરેક મુશ્કેલીનો સાહસ સાથે સામનો કર્યો. પંડિત દીનાનાથ મંગેશકરના સૌથી મોટા પુત્રી લતાને લોકો ભારત કોકિલા કહે છે. સુરો અને ભાષાના ગળપણે તેમને દરેક વયના લોકોમાં લોકપ્રિય બનાવ્યું છે. ભારત રત્ન લતાજીએ માત્ર હન્દીમાં જ નહિં, પણ ત્રીસથી વધુ ભાષાઓમાં ગીતો ગાયાં છે.

અમેરિકાની જાણીતી પત્રિકા ટાઇમે પણ લતા મંગેશકરને મ્યુઝિક લીજેન્ડ ગણાવ્યાં છે. એટલે કેલતાજીના સુરોના ફેન માત્ર ભારતમાં જ નહિં, પણ વિદેશોમાં પણ મોજૂદ છે.

સફળતા, સાદગી અને મહાનતાના પ્રતીક લતા મંગેશકર પાસે સંગીત સાથે જોડાયેલ ભાગ્યે જ કોઈ એવો એવૉર્ડ હશે, જે ન હોય. કદાચ એ જ કારણ છે કે તેમની આગળ દરેક વ્યક્તિ શ્રદ્ધા સાથે માથું નમાવે છે. દરેક ભારતીય તરફથી વનઇન્ડિયા પરિવાર આપણાં દેશના મહાન ગાયિકાને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવે છે.

જો આપ પણ લતાજીને તેમના જન્મ દિવસે શુભેચ્છા પાઠવવા માંગતા હો, તો અમારા માધ્યમથી આપ તેમને શુભેચ્છા સંદેશ આપી શકો છો. આપ આપની શુભેચ્છાઓ નીચે આપેલ કૉમેન્ટ બૉક્સમાં નોંધાવી શકો છો. સાથે જ આપ એમ પણ લખીશકો છો કે લતાજીએ ગાયેલ કયું ગીત આપને સૌથી વધુ પસંદ છે.

English summary
Today Lata Mangeshkar's Birthday. Lata Mangeshkar born September 28, 1929, is a singer from India. She is one of the best-known and most respected playback singers in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X