HBD Deepika: દિપીકા છે "રિયલ બાજીગર" ન મનાતું હોય તો વાંચો આ....

Posted By:
Subscribe to Oneindia News

દિપીકા પાદુકોણ, બોલીવૂડની સુંદર, લાવણ્યથી ભરેલી અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી આ "ડિમ્પલ ગર્લ"નો આજે બર્થ ડે છે. તે જેટલી આકર્ષક બહારથી છે એટલું જ સુંદર વ્યક્તિત્વ પણ ધરાવે છે. માટે જ તો આજે ભલે તે 31 વર્ષની થઇ હોય પણ લોકો આજે પણ તેની સુંદરતા પર આફરિન છે.

જો કે દિપીકા પાદુકોણનું નામ આવનારા સમયમાં બોલીવૂડને તેવી હિરોઇનોમાં સામેલ થવાનું છે જેમણે એક અલગ જ ટ્રેન્ડ ઊભો કર્યો છે. દિપીકાની કારર્કિર્દી પર એક નજર કરીએ તો તેવું ધણીવાર થયું છે તે અનેક જગ્યાએ મોટી મોટી હાર જીલ્યા બાદ પણ આ છોકરીએ તેના વીલ પાવરથી હારેલી બાજી જીતી લીધી છે. ત્યારે કેમ છે દિપીકા પાદુકોણ રીયલ બાજીગર જાણો અહીં...

પ્રેમ

પ્રેમ

દિપીકા પાદુકોણ જ્યારે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી નવી જ આવી હતી તેને રણબીર કપૂર સાથે પ્રેમ થઇ ગયો. પણ પછી કંઇક તેવું થયું કે બન્ને અલગ પડી ગયા. દિપીકા માટે રણબીરનો પ્રેમ કેટલા મહત્વનો હતો તે વાત બસ એટલા શબ્દોમાં સમજાવી શકાય છે કે દિપીકા અને રણવીરના બ્રેક અપ પછી જ તે ડિપ્રેશનમાં સરી પડી. પણ તેમ છતાં તેણે આ બ્રેકઅપ અને પ્રેમમાં થયેલી હારને એટલી સમજદારી પૂર્વક લીધું કે તે પછી પણ તેમની રીલ કેમેસ્ટ્રી રીલ લાઇફમાં એટલી જ અદ્ધભૂત રીતે દેખાઇ. એટલું જ નહીં આજે પણ રણબીર કપૂર કરણ જોહરના શોમાં દિપીકા પાદુકોણના વખાણ કરી ગયો. આને જ તો કહેવાય છે રિયલ બાજીગર.

ડિપ્રેશન

ડિપ્રેશન

બોલીવૂડમાં અનેક લોકો ડિપ્રેશનનો શિકાર થયા છે. પણ મીડિયામાં બધાને સામે આ વાતને સ્વીકારવી. તે અંગે મીડિયામાં ઇન્ટરવ્યૂ આપવા. પાછળથી આ બિમારીમાં ફસાયેલા લોકો માટે કેમ્પેઇન ચલાવવું તે કંઇ નાની વાત નથી. આ માટે હિંમત જોઇએ અને તે હિંમત દિપીકામાં ભારોભાર છે.

કેરિયર કે પ્રેમ

કેરિયર કે પ્રેમ

બોલીવૂડ બાદ હોલીવૂડમાં દિપીકાએ એન્ટ્રી કરી. ત્યારે તેને રણવીર સિંહ સાથે પ્રેમ પણ થયો. હાલ તેના અને રણવીરના રિલેશનશીપમાં પણ અપ-ડાઉન આવી રહ્યા છે પણ આ તમામને બાજુમાં રાખીને તેણે પોતાનું કેરિયર તરફનું ફોકસ ના ખોયું. અને કદાચ તેની આવી ખાસ વાતોએ છે કારણે ફોબર્સ મેગેઝિનમાં પણ આ વખતે સૌથી વધુ કમાતી હિરોઇનમાં તેનું નામ જોડાયું છે.

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ

ભલે દિપીકાનું કેરિયર હાલ આકાશને આબ્યું હોય પણ તેમ છતાં એવોર્ડ ફકંશનમાં તેના માતા-પિતાને સંબોધીને પત્ર વાંચવો, જેવી તેની અનેક વાતો એ સાબિત કરે છે કે દિપીકા પાદુકોણ પોતાના મૂળિયાઓથી જોડાયેલી છે. સફળતાનો સ્વાદ ચાખનાર અનેક લોકો માટે આવું કરવું એટલું સરળ નથી હોતું. અને કદાચ આ જ કારણ છે કે દિપીકાના આજે પણ હજારો ફેન્સ છે. લોકો તેની બાહ્ય સુંદરતા કરતા તેની આંતરિક સુંદરતાને વધુ પસંદ કરે છે.

English summary
Today is Bollywood beauty Deepika Padukones 31st Birthday, She is beauty with brain, She is very Successful Actress, here is Her Non Filmi but Interesting fact about her.
Please Wait while comments are loading...