OMG: માધુરી દીક્ષિતનો બર્થ ડે પબ્લિક હોલિડે? ખરેખર?

Written By:
Subscribe to Oneindia News

ડાન્સિંગ દિવા અને ધક-ધક ગર્લ જેવા નામોથી જાણીતી માધુરી દીક્ષિતની આજે 49મી વર્ષગાંઠ છે. માધુરીની સુંદરતા અને તેની સ્માઇલ પાછલ આજે પણ લોકો પાગલ છે. લોકપ્રિય પેઇન્ટર એમ.એફ.હુસૈનથી લઇને રણબીર કપૂર સુધી તમામના મન પર રાજ કરનાર માધુરી તેની સુંદરતા ઉપરાંત ખુશહાલ સ્વભાવ માટે પણ જાણીતી છે.

90ના દાયકામાં માધુરીનો લોકોમાં ખૂબ ક્રેઝ હતો, ત્યાં સુધી કે માધુરીના એક ફેને તો માધુરીના બર્થડેને પબ્લિક હોલિડે જાહેર કરવાની પણ માંગ કરી હતી!

અહીં વાંચો - 5 ગર્લફ્રેન્ડ...ચર્ચાસ્પદ બ્રેકઅપ બાદ હવે રણબીર કપૂર કરશે અરેન્જ મેરેજ!

માધુરીના જન્મદિવસ પર પબ્લિક હોલિડે

માધુરીના જન્મદિવસ પર પબ્લિક હોલિડે

જી હા, વાંચીને જરા વિચિત્ર લાગશે પરંતુ આ વાત સાચી છે. માધુરી દીક્ષિતના એક જમશેદપુરના ફેને એક કેલેન્ડર લોન્ચ કર્યું હતું, જેની શરૂઆત માધુરીના જન્મદિવસથી થતી હતી. સાથે જ તેણે પ્રસ્તાવ મુક્યો હતો કે, માધુરી દીક્ષિતના જન્મદિવસ પર ઓફિશિયલ પબ્લિક હેલિડે જાહેર કરવો જોઇએ.

માધુરીની ડિમાન્ડ

માધુરીની ડિમાન્ડ

90ના દાયકામાં માધુરી બોલિવૂડની ટોપ એક્ટ્રેસિસમાંની એક હતી, તે સમયે આવેલી માધુરીની ફિલ્મ 'હમ આપકે હૈં કોન' માટે તેને સલમાન કરતાં પણ વધારે ફી મળી હતી. માધુરીને તે સમયે આ ફિલ્મના 2.75 કરોડ રૂપિયા મળ્યા હતા. આજની હિરોઇન્સ સફળતાના શિખરે પહોંચ્યા બાદ આ રકમ ડિમાન્ડ કરે છે. આ પરથી જ ખ્યાલ આવે કે માધુરીની તે સમયે કેટલી ડિમાન્ડ હતી.

પેઇન્ટર એમ.એફ.હુસૈન

પેઇન્ટર એમ.એફ.હુસૈન

વિશ્વ ખ્યાતિ પ્રાપ્ત પેઇન્ટર એમ.એફ.હુસૈન માધુરી દીક્ષિતના ખૂબ મોટા પ્રશંસક છે. તેમણે ફિલ્મ 'હમ આપકે હૈ કોન' લગભગ 67 વાર જોઇ છે. કહેવાય છે કે, જ્યારે ફિલ્મ 'આજા નચ લે' થકી માધુરીએ ફિલ્મોમાં કમબેક કર્યું ત્યારે હુસૈને આખું થિયેટર બુક કરી લીધું હતું.

સૌનું મન જીતનાર ધક-ધક ગર્લ

સૌનું મન જીતનાર ધક-ધક ગર્લ

બોલિવૂડમાં માધુરીએ અનેક હિટ ફિલ્મો આપી છે. સંજય દત્ત, આમિર ખાન, સલમાન ખાન, અનિલ કપૂર સાથે તેની જોડી દર્શકોને ખૂબ પસંદ પડી હતી. તેઝાબ, રામ લખન, સાજન, ખલનાયક, બેટા, દિલ, હમ આપકે હૈં કોન, દિલ તો પાગલ હે, લજ્જા, પુકાર, દેવદાસ જેવી ફિલ્મો માટે દર્શકો માધુરીને હંમેશા યાદ કરે છે. સલમાન હોય કે શાહરૂખ, તેઓ માધુરીને હંમેશા માન આપે છે. એક સમયે બોલિવૂડની ક્વીન કહેવાતી રાની મુખર્જી માધુરીની સૌથી મોટી ફેન છે.

પેથોલોજિસ્ટ બનવા માંગતી હતી

પેથોલોજિસ્ટ બનવા માંગતી હતી

માધુરીનો જન્મ 15 મે, 1967ના રોજ મુંબઇના મરાઠી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ઘણા ઓછાને ખબર હશે કે માધુરી દીક્ષિત ડોક્ટર બનવા માંગતી હતી. કદાચ આ જ કારણ હશે કે, તેમણે પોતાના જીવનસાથી તરીકે ડૉ.શ્રીરામ નેને પર પસંદગી ઉતારી. માધુરી પોતે માઇક્રોબાયોલૉજિસ્ટ કે પેથોલોજિસ્ટ બનવા માંગતી હતી.

નાનપણથી જ ડાન્સનો શોખ

નાનપણથી જ ડાન્સનો શોખ

માધુરીને નાનપણથી જ ડાન્સનો શોખ હતો. તેણે અભ્યાસની સાથે જ ક્લાસિકલ ડાન્સમાં પણ 8 વર્ષની ટ્રેનિંગ લીધી છે. કોરિયોગ્રાફર સરોજ ખાનની ફેવરિટ ડાન્સર છે માધુરી. હાલ તે ટેલિવિઝનમાં એક્ટિવ છે અને સાથે જ યૂટ્યૂબ પર પોતાના ડાન્સના વીડિયો પણ પોસ્ટ કરતી રહે છે.

English summary
Birthday Special: Happy Birthday Madhuri Dixit. Read some interesting facts about Madhuri Dixit on her birthday.
Please Wait while comments are loading...