ગલી ગલીમાં ધોની, જોઈને તમે પણ નાચી ઉઠશો, વીડિયો...
ભારતીય ક્રિકેટપ્રેમી અને મહેન્દ્ર સિંહ ધોનીના ફેન્સ આતુરતાથી તેમના હીરો "એમએસ ધોની - ધ અનટોલ્ડ સ્ટોરી" ના રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર બનેલી આ ફિલ્મનું વધુ એક સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે. જેના બોલ છે હર ગલી મેં ધોની હૈ..

આ ગીત ધોની એન્થમની જેમ ફિલ્મના પ્રોમોશનમાં ઉપયોગ કરવામાં આવશે. ફિલ્મની અંદર આ ગીત નહિ હોય. આ ગીતમાં બતાવવામાં આવશે કે દેશની દરેક ગલી અને મોહલ્લામાં ધોની જીવિત છે.
આપને જણાવી દઈએ કે કપ્તાન ધોનીની બાયોપિક 30 સપ્ટેમ્બરે રિલીઝ થશે. ફિલ્મમાં ધોનીનો રોલ સુશાંત સિંહ રાજપૂતે નિભાવ્યો છે. તેમના સિવાય દિશા પટાની, કિયારા અડવાણી અને અનુપમ ખેર મુખ્ય રોલમાં છે. આ ફિલ્મનું નિર્દેશન નીરજ પાંડેએ કર્યું છે. ખુદ મહેન્દ્ર સિંહ ધોની આ ફિલ્મના પ્રોમોશનમાં જશે.












Click it and Unblock the Notifications
