• search

હેટ સ્ટોરી 2માં સુરવીન બિંદાસ્ત, પણ જયને પરસેવો છૂટ્યો : જુઓ તસવીરો

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  મુંબઈ, 7 જૂન : વિક્રમ ભટ્ટની આગામી ફિલ્મ હેટ સ્ટોરી 2 ખૂબ હૉટ છે અને તેમાં બોલ્ડ દૃશ્યોની ભરમાર છે. આ દૃશ્યોના શૂટિંગ વખતે અભિનેતા જય ભાનુશાળીના તો હોશ જ ઉડી ગયા હતાં, પરંતુ તેમની પાર્ટનર એટલે કે ફિલ્મની અભિનેત્રી સુરવીન ચાવલાએ જરાય મુશ્કેલી અનુભવી નહીં. ઉલ્ટાનું તેમણે જે કહ્યું તે તો વધુ ચોંકાવનારું છે.

  સુરવીને જણાવ્યું - ઇંટીમેટ સીન્સ પ્રત્યે હવે લોકોએ પોતાની માનસિકતા બદલવી જોઇએ, કારણ કે આ તમામ સીન્સ ફિલ્મ અને વાર્તાની ડિમાંડ હોય છે અને રહી વાત મારા સેક્સી હોવાની, તો ઉપરવાળાએ મને કામુક બનાવી છે, તો શું ખોટુ કર્યું છે. એક બાજુ સુરવીન ચાવલા બોલ્ડનેસ અંગે બોલ્ડનેસથી વાત કરે છે, તો બીજી બાજુ ફિલ્મના હીરો જય ભાનુશાળી સુરવીન સાથે બોલ્ડ સીન્સ કરતા પાણી-પાણી થઈ ગયા હતાં.

  ચાલો તસવીરો સાથે જોઇએ ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે સુરવીન-જયે શું કહ્યું :

  હું કામુક છું...

  હું કામુક છું...

  સુરવીને જણાવ્યું - જો આપ પૂછો, તો હું કહીશ કે આજે હું પોતાના રંગ-રૂપમાં સૌથી વધુ સહજ છું. હું જે અને જેવી છું, તેનાથી બહુ ખુશ છું અને મારા માટે આ કામુકતા છે, અંગ પ્રદર્શન નહીં.

  હૉટ સીન્સ વલ્ગર ન કહેવાય

  હૉટ સીન્સ વલ્ગર ન કહેવાય

  સુરવીને કહ્યું - હેટ સ્ટોરી 2માં હૉટ સીન્સ છે, પણ વલ્ગર નથી.

  માનસિકતા બદલવાની જરૂર

  માનસિકતા બદલવાની જરૂર

  સુરવીને જણાવ્યું - સમય આવી ગયો છે કે આપણે આ અંગે ઢોંગ કરવાનું બંધ કરી દઇએ અને પ્રેમને પ્રેમની રીતે જોઇએ કે જેવો તે દર્શાવવો જોઇએ. મારા ખ્યાલથી સમય અને સિનેમા બદલાઈ ગયાં છે.

  શ્રીસંત સાથે અફૅર

  શ્રીસંત સાથે અફૅર

  સુરવીન ચાવલાનું નામ ટેલીવિઝન શો એક ખિલાડી એક હસીના દરમિયાન ક્રિકેટર શ્રીસંત સાથે જોડાયુ હતું, પરંતુ સુરવીન-શ્રીસંતે ક્યારેય આવા અફૅરની પુષ્ટિ કરી નહીં.

  કોણ છે સુરવીન?

  કોણ છે સુરવીન?

  સુરવીન ચાવલા અગાઉ નાના પડદે અને પંજાબી ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે.

  શ્વેતાની દીકરી

  શ્વેતાની દીકરી

  સુરવીન ટેલીવિઝન શો કસૌટી જિંદગી કી દ્વારા પ્રસિદ્ધિ પામ્યા હતાં કે જેમાં તેઓ શ્વેતા તિવારીની દીકરીના રોલમાં હતાં. (હવે વાત કરીએ જય ભાનુશાળીની)

  મોટા પડદે ડેબ્યુ

  મોટા પડદે ડેબ્યુ

  સુશાંત સિંહ રાજપૂત બાદ વધુ એક ટીવી અભિનેતા જય ભાનુશાળી હેટ સ્ટોરી 2 સાથે ફિલ્મોમાં ડેબ્યુ કરી રહ્યાં છે.

  અસહજ હતા જય

  અસહજ હતા જય

  29 વર્ષીય જય ભાનુશાળીએ ટ્રેલર લૉન્ચિંગ દરમિયાન કહ્યું - સાચુ કહું, તો હું બોલ્ડ દૃશ્યો અંગે બહુ સહજ નહોતો.

  સુરવીનનો સહકાર

  સુરવીનનો સહકાર

  જયે કહ્યું - હું હૉટ દૃશ્યો કરવા અંગે આશ્વસ્ત નહોતો, પણ સુરવીન સાથે અમે સારૂં કામ કરી શક્યાં. આ કેટલુ સારૂ છે, તે તો માત્ર દર્શકો જ બતાવી શકે.

  હૉટ-એન-બોલ્ડ દૃશ્યો

  હૉટ-એન-બોલ્ડ દૃશ્યો

  હેટ સ્ટોરી 2માં સુરવીને જય અને સુશાંત સિંહ બંને સાથે બોલ્ડ દૃશ્યો કર્યો છે.

  પંડ્યા-ભટ્ટની જોડી

  પંડ્યા-ભટ્ટની જોડી

  હેટ સ્ટોરી 2ના નિર્માતા વિક્રમ ભટ્ટ, તો દિગ્દર્શક વિશાલ પંડ્યા છે.

  નાના પડદે હિટ જય

  નાના પડદે હિટ જય

  જય ભાનુશાળીને લોકો એકતા કપૂરના ડેલી સોપનો હીરો ગણે છે. તેમનો પહેલો શો કયમાદ બહુ હિટ રહ્યો હતો. પછી પણ તેમણે અનેક શોમાં કામ કર્યું.

  ડીઆઈડીના હોસ્ટ

  ડીઆઈડીના હોસ્ટ

  જય ભાનુશાળીએ ઝી ટીવીના ડાન્સ રિયલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સને હોસ્ટ પણ કર્યો હતો.

  ડાન્સર જય

  ડાન્સર જય

  જય ભાનુશાળી એક બહુ સારા ડાન્સર પણ છે અને તેનો નમૂનો તેઓ ઝલક દિખલા જા 2 તથા નચ બલિયે 5માં બતાવી ચુક્યાં છે.

  માહી વિજ સાથે લગ્ન

  માહી વિજ સાથે લગ્ન

  જયે ટીવી અભિનેત્રી માહી વિજ સાથે લગ્ન કર્યા છે અને જય-માહીએ નચ બલિયે 5 ટાઇટલ પણ જીત્યુ હતું.

  હેટ સ્ટોરીની સિક્વલ

  હેટ સ્ટોરીની સિક્વલ

  હેટ સ્ટોરી 2 વર્ષ 2012માં આવેલી હેટ સ્ટોરીની સિક્વલ છે. પહેલી ફિલ્મમાં પાઉલી ડૅમ અને સુશાંત સિંહ હતાં. સુશાંત સિંહ હેટ સ્ટોરી 2માં પણ છે.

  સીન્સ લીક

  સીન્સ લીક

  નિર્માતા વિક્રમ ભટ્ટની ફિલ્મ હેટ સ્ટોરી 2માં અભિનેત્રી સુરવીન ચાવલા અને જય ભાનુશાળી વચ્ચેના કિસિંગ સીન્સ ઇંટરનેટ ઉપર લીક થઈ ગયાં છે, તો બીજી બાજુ સેંસર બોર્ડે પણ આવા દૃશ્યો સામે વાંધો ઉઠાવ્યો છે.

  સેંસર બોર્ડ નારાજ

  સેંસર બોર્ડ નારાજ

  હકીકતમાં વિક્રમ ભટ્ટે વર્ષ 1998માં આવેલી ફિરોઝ ખાનની ફિલ્મ દયાવાનના ગીત આજ ફિર તુમ પર પ્યાર આયા હૈ...માં માધુરી દીક્ષિત તથા વિનોદ ખન્ના વચ્ચેના કિસિંગ સીનને હેટ સ્ટોરી 2 ફિલ્મમાં દોહરાવ્યું છે કે જેની સામે સેંસર બોર્ડે વાંધો ઉઠાવ્યો છે.

  English summary
  As the lead actress in the film Hate Story 2 actress Surveen has done a lot of bold scenes with her co-star Jay Bhanushali. She describes them as a portrayal of 'sensuality and sexuality', not skin show, but Jay Bhanushali, who is set to make his big screen debut with Hate Story 2, was not at ease shooting bold scenes for the movie.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more